ખાંડ ખાવાથી થઈ શકે છે ખતરનાક બીમાર, ખાંડ બનાવવા માટે તેમાં વપરાય છે આ ઝેરી કેમિકલ

Posted by

અત્યારનાં સમયમાં ડાયાબિટીસ લગભગ દરેક ઘરમાં જોવા મળશે. તેનું કારણ અત્યારની ખાંડ છે. ખાંડને સફેદ ઝેર માનવામાં આવે છે. ખાંડ બનાવવા શેરડીનાં રસમાં ૨૩ હજાર જેટલા કેમિકલ (ઝેર) ભેળવવા પડે છે. આ કેમિકલ (ઝેર) તમારા શરીરની અંદર ગયા પછી બહાર નથી નીકળતું. જેના લીધે શરીરમાં નવા નવા રોગ ઉત્પન્ન થાય છે. ખાંડની જગ્યાએ તમે અત્યારે ગોળ નો ઉપયોગ કરી શકો છો કારણકે ગોળ બનાવવા માટે કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. શેરડીનાં રસને ગરમ કરીને ગોળ બનાવવામાં આવે છે અને તેમાં કંઇ ભેળવવામાં આવતું નથી.

ગોળ કરતાં પણ બીજી સારી વસ્તુ છે કાકવી. જે તમે ખાઈ શકો છો. જો તમે ક્યારેય ગોળ બનતાં જોયો હશે તો તમને તેનો ખ્યાલ હશે. કાકવીને ગોળ કરતાં પણ સારી માનવામાં આવે છે. કાકવીને ૧/૨ વરસ સુધી ડોલમાં ભરીને રાખો તો તે ખરાબ નથી થતી. કાકવિનો ભાવ પણ ગોળ ની જેટલો જ છે. પણ તમને જણાવી દઈએ કે ખાંડ ની જગ્યાએ તમે ગોળ અથવા કાકવીને ઉપયોગમાં લઈ શકો છો.

આ બંનેમાં કોઈપણ પ્રકારના કેમિકલ ભેળવવામાં નથી આવતાં જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. ખાંડ આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક છે. તો બની શકે તો ખાંડ ની જગ્યાએ ગોળ અથવા કાંકવી નો ઉપયોગ કરી શકો છો.

કાંકવી કંઈ રીતે બને છે

ગોળ બનાવવા માટે જ્યારે શેરડીનાં રસને ગરમ કરવામાં આવે છે. ત્યારે ગોળ બનતા પહેલા અને તેનો રસ ગરમ થયા પછી એક લિકવીડ બને છે જેને કાંકવી કહેવામાં આવે છે. જ્યાં પણ ગોળ બનતો હોય ત્યાં કાંકવી મળી રહે છે.

ખાંડને બનાવવા માટે તેમાં કેટલાય પ્રકારનાં કેમિકલ ભેળવવામાં આવે છે અને આ કેમિકલ આપણા શરીરમાં નવા નવા રોગ ઉત્પન્ન કરે છે. ખાંડ બનાવનાર શુગર મિલવાળા ના પણ બીપી હાઈ રહે છે. અનેક શુગર મીલવાળા સાથે મુલાકાત દરમ્યાન એ લોકોનું કહેવું છે કે જ્યારથી અમે ખાંડ બનાવવાનું અને ખાવાનું શરૂ કર્યું છે ત્યારથી સ્વાસ્થ્ય ખરાબ રહે છે. શુગર મિલમાં કરોડો રૂપિયા વપરાય છે. તેના કરતાં તો સારું સસ્તામાં ગોળ અને કાંકવિ બને છે. પ્રોસેસ પણ સરળ છે.

ખાંડ લઈ કંઈ રીતે બને છે તે તમે જોશો તો તમે ક્યારેય પણ ખાંડ નો ઉપયોગ નહી કરો. જો તમે ચા પીવો છો તો ખાંડ ની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો જે આપણા શરીર માટે સારું છે. ખાંડ ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીને આમંત્રણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *