ખરતા વાળને અટકાવે અને નવા વાળ ઉગાડવા માટે પણ કારગર માનવામાં આવે છે ડુંગળીનો રસ

આજકાલ વાળ ખરવા સામાન્ય વાત થઈ ગઈ છે. તેના માટે આજના લોકોની ખાણીપીણી ખૂબ જ જવાબદાર માનવામાં આવે છે. સમયની અછત હોવાને કારણે લોકો ફાસ્ટ ફૂડ પર નિર્ભર રહે છે. જેનું પરિણામ થાય છે કે ઘણા લોકોને શારીરિક સમસ્યાની સાથે વાળ ખરવા તથા કમજોર વાળની સમસ્યા થવા લાગે છે. શરીરમાં ઘણા પ્રકારની કમીને લીધે વાળ કમજોર થઈને ખરી જવા સામાન્ય બાબત બની ગઈ છે.

ઘણા હેર પ્રોડક્ટનાં ઉપયોગથી ઝડપથી ખરે છે વાળ

આજકાલ તણાવને લીધે લોકોના વાળ ખરવા લાગે છે. પહેલાના સમયમાં લોકોની ખાણીપીણી એટલી પૌષ્ટિકતા હતી કે ઉંમર થઈ જવા છતાં પણ વાળ મજબૂત રહેતા હતા. આજકાલના બાળકોનાં વાળ પણ ખરવા લાગે છે. વાળ ખરવાની સમસ્યા પાછળ પ્રદૂષણનું પણ ખુબ જ મોટું યોગદાન છે. આજે પાણી થી લઈને હવા બધું જ પ્રદૂષિત થઈ ચુકેલ છે. હવે આપણે તે પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે કરીએ છીએ, તો નિશ્ચિત રૂપથી વાળ ખરવા લાગશે જ.

ઘણી વખત એવું થાય છે કે લોકો વાળને ખરતા જોઈને ઘણા પ્રકારનાં હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. તે તમારા ખરતા વાળને રોકવાને બદલે વાળોને વધુ કમજોર બનાવી નાખે છે, જેનાથી તે પહેલાં કરતાં વધારે ઝડપથી કરવા લાગે છે. આજે અમે તમને ખરતા વાળને રોકવા માટેનો એવો કારગર ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે પોતાના વાળને મજબૂત બનાવી શકો છો.

શોધમાં સાબિત થયું કે નવા વાળ ઉગાડે છે ડુંગળીનો રસ

ડુંગળીનો રસ વાળ માટે રામબાણ ઇલાજ હોય છે. તે વાળને અંદરથી મજબૂત બનાવીને તેને ખરતા અટકાવે છે. તેમાં રહેલ સલ્ફર વાળને મજબૂતી પ્રદાન કરે છે. એટલું જ નહીં ડુંગળીનો રસ તમારા ખરી ગયેલા વાળને પુનઃ ઉગાડવાનું પણ કામ કરે છે. ડુંગળીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે તમારા વાળનાં મૂળમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે, જેનાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે.

જે લોકોના વાળમાં ધીમી વૃદ્ધિ થઈ રહી હોય તેમના માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક હોય છે. ૨૦૦૨માં ડુંગળી પર એક રિસર્ચ કરીને આર્ટીકલ ડર્મેટોલૉજિસ્ટ જનરલમાં છાપવામાં આવેલ હતું. તેના અનુસાર ડુંગળીનો રસ તમારા વાળ માટે પ્રાકૃતિક રૂપથી કોઈ ફાયદાકારક હોય છે. તે વાળ સાથે સંબંધિત ઘણી બીમારીઓને દૂર કરીને તેને મજબૂત બનાવે છે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે. તેનાથી સાથે સંબંધિત જાણકારી નીચે વિડીયોમાં આપવામાં આવેલી છે.