ખાટલા બાદ હવે અમેરિકામાં લીમડાનાં દાંતણનો જલવો, એટલી ઊંચી કિંમતે વિચાઈ રહ્યા છે દાંતણ કે તમારી આંખો પહોળી થઈ જશે

ન્યુઝીલેન્ડમાં ભારતીય ખાટલા ને ૪૧ હજાર રૂપિયામાં વેચવાનો મામલો હજી ઠંડો નથી પડ્યો કે હવે અમેરિકામાંથી લીમડાએ પોતાનો જલવો બતાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાની એક ઈ-કોમર્સ વેબસાઈટ ૧૮૦૦ રૂપિયાનું લીમડાનું એક દાતણ વેચવાનું શરૂ કર્યું છે. ભારતમાં મોટા ભાગના લોકો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં દાંત સાફ કરવા માટે દાંતણનો ઉપયોગ કરે છે. રેલવે સ્ટેશન પર તે પ થી ૧૦ રૂપિયામાં મળી જાય છે.

આ પહેલા પણ અમેરિકામાં લોકો ભારતીય મસાલા અને યોગના દિવાના રહેલા છે. ભારતે દુનિયાને કેમિકલ મુક્ત સ્વસ્થ જીવન જીવવાની રીત શીખવેલી છે. અમેરિકામાં હાલના દિવસોમાં ઓર્ગેનિક અને કેમિકલ મુક્ત પ્રોડક્ટ જેમ કે લીમડાનું દાતણ ચર્ચાનો વિષય બન્યું છે. એ પણ તે સમયે જ્યારે ભારતમાં ધીરે ધીરે લોકો દાતણથી દુર થઈ રહ્યા છે. દુનિયાભરમાં દાંત સાફ કરવા માટે હવે દાતણની માંગ વધી રહી છે.

એક દાતણ માટે ૨૪.૬૩ ડોલર આપવા પડે છે

અમેરિકાની કોમર્સ કંપની ની ફાર્મસ દ્વારા ખુબ જ આકર્ષક પેકેજીંગ ની સાથે લીમડાના દાતણ ને ઓર્ગેનિક ટુથબ્રશ બનાવીને વેચવાનું શરૂ કર્યું છે. ભારતમાં પ થી ૧૦ રૂપિયામાં મળવા વાળા દાતણ માટે અમેરિકામાં અનેક ગણી વધારે કિંમત ચૂકવવી પડે છે. અમેરિકામાં એક દાતણ માટે ૨૪.૬૩ ડોલર આપવા પડે છે, જે અંદાજે ૧૮૦૦ રૂપિયા જેટલા થાય છે. એટલું જ નહીં કંપની લીમડાનાં ફાયદા પણ જણાવી રહી છે.

હવે થોડા દિવસો પહેલાં જ ન્યુઝીલેન્ડની એક વેબસાઈટ દ્વારા ભારતીય ખાટલાને ૮૦૦ ડોલરમાં વેચવામાં આવેલ હતો. તે ભારતીય મુદ્રા ના હિસાબથી અંદાજે ૪૧ હજાર રૂપિયા થાય છે. જણાવી દઈએ કે ભારતનાં ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ ખાટલાનો ઉપયોગ ખુબ જ કરવામાં આવે છે. લોકો અવારનવાર રસ્તાનાં કિનારે બનેલા ધાબા પર ખાટલા પર બેસીને ભોજન કરે છે અને થાક દુર કરતા જોવા મળી આવે છે. ભારતમાં સરળતાથી ખાટલા ને ૧ હજાર રૂપિયામાં ખરીદી શકાય છે.