ખોટા બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા છે? તો ગભરાશો નહીં અને તુરંત કરો આ કામ

દૈનિક જીવન સાથે જોડાયેલી બધી જ ચીજો આજે ટેકનોલોજી પર આધારિત થઈ ગઈ છે. બેન્ક સાથે જોડાયેલ લગભગ બધા જ કામકાજ હવે ટેક્નોલોજી સાથે જોડાયેલા બની ચૂક્યા છે. ઓનલાઇન બેન્કિંગને કારણે ગ્રાહકોને હવે બેંકમાં ચક્કર લગાવવાની ઝંઝટ માંથી લગભગ છુટકારો મળી ગયો છે. પૈસાની લેવડ-દેવડ પણ હવે ઓનલાઇન થવા લાગી છે. હવે બેંક અથવા એટીએમ ની લાઈનમાં ઊભા રહીને પૈસા કાઢવાને બદલે ઓનલાઇન મની ટ્રાન્સફર ખૂબ જ સારો વિકલ્પ બની ચૂક્યો છે. તે સમયની બચત કરવાની સાથે સાથે સુરક્ષિત પણ રહે છે.

જોકે ઘણી વખત આપણે નાની ભૂલ મોટી સમસ્યાઓ ઉભી કરી શકે છે. ઘણી વખત એવા મામલા પણ સામે આવ્યા છે, જેમાં ગ્રાહકો દ્વારા ખોટા બેંક ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય છે. જ્યારે આવું બને તો આરબીઆઇ દ્વારા બનાવવામાં આવેલ ગાઇડલાઇન નું તાત્કાલિક પાલન કરવું જોઈએ.

શું કહે છે RBI

સામાન્ય રીતે આવું હંમેશા ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરવાને કારણે થાય છે. આવી ભૂલ થવા પર મોટાભાગે ગ્રાહકોને સમજમાં આવતું નથી કે હવે તેમણે શું કરવું જોઈએ. RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ ગ્રાહક કોઈ ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી દે છે તો આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા તે બેંકને તેની જાણકારી આપવી જોઈએ જેમાં ગ્રાહક નું ખાતું છે. સૂચના મળ્યા બાદ બેંક તે સંબંધિત ખાતાધારક સાથે વાત કરે છે, જેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારબાદ જ ખાતાધારક ના એકાઉન્ટમાંથી પૈસા ડિડક્ટ કરી શકાય છે.

પૈસા પરત આપવાની મનાઇ કરે તો કરવું આ કામ

ઘણીવાર એવું પણ સામે આવે છે કે જે ખાતામાં પૈસા ભૂલથી જમા થઈ ગયા હોય, તેનો ખાતાધારક પૈસા પરત આપવાથી મનાઈ ફરમાવી દે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહક ની પાસે અધિકાર છે કે તેઓ તેની વિરુદ્ધમાં કોર્ટમાં જઈને લીગલ એક્શન લઈ શકે છે. જોકે સામાન્ય રીતે મોટાભાગના મામલામાં બેંક તરફથી વાત કરવા પર રીસીવર પૈસા આપવા માટે તૈયાર થઈ જાય છે. એટલું જ નહીં ગ્રાહક ઇચ્છે તો આ મામલામાં પૈસા ૫રત ન આપનાર ખાતાધારક વિરુદ્ધ FIR પણ દાખલ કરાવી શકે છે અને કન્ઝ્યુમર કોર્ટમાં પણ જઈ શકે છે.