ખુબ જ આલીશાન છે શાહરુખ ખાનનો દિલ્હી વાળો બંગલો, ફિક્કી પડી જાય છે “મન્નત” ની સુંદરતા, જુઓ ફોટોઝ

Posted by

બોલિવુડનાં “કિંગ ખાન” શાહરૂખ ખાનને કહેવામાં આવે છે. તેમને કિંગખાન કહેવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણ છે. શાહરુખ ખાન એવું એક એવું નામ છે જેને પરિચયની જરૂરીયાત નથી. દુનિયાભરનાં લોકો તેને બોલિવૂડનાં “બાદશાહ” અથવા “કિંગ ખાન” નાં નામથી પણ ઓળખે છે. આટલા વર્ષોમાં શાહરૂખ ખાને આ વાત સાબિત પણ કરી દીધી છે કે તેઓ બોલિવૂડના અસલી કિંગ છે અને તેમની જગ્યા કોઈ લઈ શકતું નથી.

શાહરુખ ખાન એકમાત્ર એવા કલાકાર છે, જેમણે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધાએ તેમને રોમાન્સ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા જોયા છે. વળી કોઈપણ રોલને તેઓ ખૂબ જ ધગશથી કરતા હોય છે. શાહરુખ ખાન અભિનેતા હોવાની સાથે-સાથે એક નિર્માતા પણ છે. તેમની ફેન ફોલોઈંગ ભારતની સાથે સાથે વિદેશોમાં પણ ખૂબ જ છે. વિદેશોમાં પણ લાખોની સંખ્યામાં શાહરૂખનાં ચાહનારા લોકો રહેલા છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે શાહરૂખ ખાને ખૂબ જ મહેનત કરેલ છે. તેમના સંઘર્ષનાં દિવસોથી લગભગ બધા જ લોકો વાકેફ હશે. ટીવીથી લઈને મોટા પડદા સુધી શાહરૂખ ખાનની આ સફર શાનદાર રહેલ છે.

શરૂઆતનાં દિવસોમાં સડકો પર રાત પસાર કરનાર શાહરુખ ખાન આજે ઘણા બંગલાનાં માલિક છે. મોટાભાગનાં લોકો શાહરૂખના મુંબઈ સ્થિત મન્નત વિશે જાણતા હશે. પરંતુ તમને જણાવી દઈએ કે મહેનત સિવાય શાહરુખ ખાન પાસે અન્ય ઘણા બંગલા છે.

અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં શાહરૂખ ખાનનાં આલીશાન બંગલા રહેલા છે. શાહરૂખ ખાનનાં મુંબઈ વાળા બંગલા “મન્નત” ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થઈ ચૂકી છે. તેવામાં આજની આ સ્ટોરીમાં અમે તમને શાહરૂખ ખાનના દિલ્હીવાળા બંગલાનાં ફોટો દેખાડવા જઈ રહ્યા છીએ.

હકીકતમાં શાહરૂખ ખાને જાતે હાલમાં જ પોતાના દિલ્હી વાળા ઘરની અમુક તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરી છે. આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે.

શાહરૂખ ખાને પોતાના ઘરની સુંદર તસ્વીરોને પોતાના ફેન્સ ની સાથે શેયર કરેલ છે. જેને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શાહરુખ ખાને ઘરના બેડરૂમ થી લઈને ઘરના બેઠકરૂમ સુધીની બધી જ તસ્વીરો શેયર કરી છે. આ તસ્વીરોમાં ગૌરી ખાન પણ જોવા મળી રહી છે.

તસ્વીરોને શેયર કરતા શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું છે કે, “દિલ્હીમાં પોતાના શરૂઆતનાં દિવસોની યાદ સાથે આ શહેર તમારા દિલમાં ખૂબ જ ખાસ જગ્યા રાખે છે. ગૌરી ખાને અમારા દિલ્હીનાં ઘરને ફરીથી ડિઝાઈન કર્યું છે અને તેને પ્રેમનાં ક્ષણોથી ભરી દીધું છે. અહીંયા તમારી પાસે અમારી માટે મહેમાન બનવાનો અવસર છે.”

જણાવી દઈએ કે શાહરૂખ ખાનનું આગળ દક્ષિણ દિલ્હીમાં સ્થિત છે. શાહરૂખ અને ગૌરી એ બે ભાગ્યશાળી કપલને પોતાના આલીશાન ઘરમાં રહેવાનો અવસર આપ્યો છે. “Airbnb” દ્વારા પોતાની વેબસાઇટ પર આ વાતનું એલાન કરવામાં આવ્યું છે કે બે લકી કપલને શાહરૂખ ખાનનાં ઘરમાં રહીને તેમના મહેમાન બનવાનો અવસર મળી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan)

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan)

સાથોસાથ ગૌરીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કરીને જણાવ્યું છે કે એ ભાગ્યશાળી કપલ માટે તેમના પોતાના ઘરના દરવાજા ખોલવા જઈ રહી છે. તેવામાં જોવાનું રહેશે કે કયા બે કપલને કિંગ ખાનનાં ઘરમાં રહેવાનો અવસર મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *