ખુબ જ અંધવિશ્વાસુ છે અમિતાભ બચ્ચન, આ કારણથી નથી જોતાં ટિમ ઈન્ડિયાની મેચ

બોલીવુડના દિગ્ગજ અને ફિલ્મી દુનિયાના મહાનાયક ૭૭ વર્ષીય અમિતાભ બચ્ચને શનિવારે પોતે કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવા વાળા અને એક જિંદાદિલ ખેલ પ્રેમી અમિતાભ બચ્ચન માટે અત્યારે દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યો છે. તેવામાં અમે તમને બિગ બીના ખેલ પ્રેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અમિતાભ બચ્ચન અવારનવાર રમતગમત અને ખેલાડીઓનું પ્રોત્સાહન કરતા રહેતા હોય છે. ખાસ કરીને જ્યારે વાત ક્રિકેટની આવે તો ૨૦૧૧માં ભારતીય ટીમ દ્વારા વર્લ્ડકપ જીતવા પર તેમની ઉજવણી કરવાનો અંદાજ ક્યારે કોઈ ભૂલી શકશે નહીં. અમિતાભ બચ્ચન હંમેશા ટિમ ઇન્ડિયાને સપોર્ટ કરતા જોવા મળે છે અને ભારતની દરેક મેચનો એક સામાન્ય પ્રશંસક ની જેમ આનંદ ઉઠાવે છે. પરંતુ ક્રિકેટને લઈને તેઓ ખૂબ જ અંધવિશ્વાસુ પણ છે. જેનો ઉલ્લેખ હાલમાં જ તેમણે કોન બનેગા કરોડપતિનાં એક શો “કર્મવીર” માં કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, તેમને લાગે છે કે જ્યારે પણ તેઓ ટિમ ઇન્ડિયા ની મેચ જુએ છે તો ટીમ ઇન્ડિયા હારી જાય છે. એ જ કારણ છે કે તેઓ મેચ જોવા માંગતા નથી. બિગ-બી એ એક વખત એવું પણ કહ્યું હતું કે જ્યારે ભારતીય ટીમ રમતી હોય છે તો તેઓ બિલકુલ હલતા નથી અને અભિષેકને પણ હલવાથી મનાઇ કરે છે. અમિતાભની ક્રિકેટ પ્રત્યેની દીવાનગી નો અંદાજ તેના અમુક ટ્વીટને લઈને લગાવી શકાય છે. જેમાં તેઓ પોતાની ખુશીને એક બાળકની જેમ વ્યક્ત કરતા નજર આવે છે.

અમિતાભ અને તેમના ક્રિકેટ સાથે જોડાયેલા ટ્વીટ્સ

અમિતાભની ક્રિકેટ પ્રત્યેની દીવાનગીનો અંદાજો તમે તેના અમુક ટ્વીટ્સ જોઇને લગાવી શકો છો. જેમાં તેઓ ટીમ જીતે તો તેની ખુશી એક નાના બાળકની જેમ વ્યક્ત કરતા હોય એવું લાગી રહ્યું છે.