ખુબ જ અશ્લીલ લાગી હતી સુષ્મિતા સેનને આ ગીતની લાઇન, ધમકી આપતા કહ્યું હતું – “બદલી દો નહિતર…”

Posted by

ખૂબ જ લાંબા સમયથી બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા સેન ફિલ્મોથી દૂર ચાલી ગઈ છે. પરંતુ હાલમાં જ તેમણે એક વેબ સીરીઝ “આર્યા” થી કમબેક કર્યું છે. સુસ્મિતા સેનનું આ કમબેક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આર્યામાં તેમના દમદાર અભિનયથી ફેન્સ ઘણા ઇમ્પ્રેસ થયા છે. હાલના દિવસોમાં સુસ્મિતા આર્યાની સફળતાને એન્જોય કરી રહી છે.

Advertisement

સુસ્મિતા સેન મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તસવીરો, વિડીયો અને પોસ્ટ શેયર કરતી રહે છે. તેની વચ્ચે કોરિયોગ્રાફર ગણેશ હેગડે દ્વારા સુસ્મિતા સેનને લઈને એક ખુલાસો કર્યો હતો. જેને જાણીને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. આ ખુલાસો ફિલ્મ “ફિઝા” ના ગીત “મહેબૂબ મેરે” સાથે જોડાયેલ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૦માં આવી હતી. સુસ્મિતા સેન પર ફિલ્માવવામાં આવેલ મહેબૂબ મેરે ખૂબ જ હિટ થયું હતું.

ગણેશ હેગડે નો ખુલાસો

આ ગીત સાથે જોડાયેલ ખુલાસો કરતા ગણેશ હેગડે જણાવ્યું હતું કે જ્યારે સુસ્મિતા સેને આ ગીત સાંભળ્યું તો તેને તેના લિરિકસ પસંદ આવ્યા નહીં. ગણેશના જણાવ્યા અનુસાર સુસ્મિતાને ગીતના અમુક લીરીક્સ ખૂબ જ ખરાબ અને અશ્લીલ લાગી રહ્યા હતા. સુસ્મિતા સેને તેના વિશે અનુ મલિકને જણાવ્યું હતું અને સુસ્મિતાનાં કહેવા પર અનુ મલિકે લાઈન બદલવી પડી હતી.

બદલવામાં આવી ગીતની આ લાઈન

જણાવી દઈએ કે સુસ્મિતા સેનને ગીતની આ લાઈન “આ ગરમી લે મેરે સીને સે” બિલકુલ પસંદ આવી ન હતી. તે તેના પર લીપ સિંક અને ડાન્સ કરવાની સખત વિરોધી હતા. તેમણે કહ્યું હતું કે “હું આ ભૂલ કરવાની નથી”. સુસ્મિતા ની ફરિયાદ બાદ કમ્પોઝર અનુ મલિકે આ લાઇનને હટાવીને “આ નરમી લે મેરી આંખો સે” કરી દીધું હતું.

પાંચ વર્ષ સુધી બીમારી સાથે લડી

હાલમાં જ પોતાની બીમારીને લઇને સુસ્મિતા સેને એક મોટો ખુલાસો કર્યો હતો. સુસ્મિતા સેને જણાવ્યું હતું કે લગભગ પાંચ વર્ષથી તે એડિસન નામની એક બીમારી સાથે લડી રહી હતી અને કહ્યું હતું કે પાંચ વર્ષ તેમના માટે ખૂબ જ દર્દ દર્દ ભરેલા રહ્યા હતા. તેમને સમયે એવા અંધારામાં પહોંચાડી દીધા હતા, જ્યાં તે ક્યારેય હતા નહીં. મહત્વપૂર્ણ છે કે સુસ્મિતા સેનને પોતાની આ બીમારી વિશે વર્ષ ૨૦૧૪માં જાણ થઈ હતી.

સુસ્મિતા સેને પોતાની આ બીમારી વિષય પોતાના યુ-ટ્યુબ વિડીયોમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મારી આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. એક તો મારે સ્ટેરોઈડ લેવું પડતું હતું, ઉપરથી તેના ઘણા દુષ્પ્રભાવો પણ સહન કરવા પડી રહ્યા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ મારી બીમારી ઠીક થતી ગઈ. સ્ટેરોઈડ લેવાની હવે મને કોઈ આવશ્યકતા નથી રહી. વર્ષ ૨૦૧૯ બાદથી મારી ઓટોઇમ્યુન કન્ડિશનમાં ઘણો સુધારો થયો છે.

૧૮ વર્ષની ઉંમરે બની હતી મિસ યુનિવર્સ

જણાવી દઈએ કે સુસ્મિતા સેન એક મશહૂર બોલિવૂડ અભિનેત્રી છે. સુસ્મિતા સેન માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં “મિસ યુનિવર્સ” એટલે કે વિશ્વ સુંદરીનો ખિતાબ જીતી હતી. યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ સુસ્મિતા સેને બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તે બીબી નંબર વન, મે હુ ના, મેને પ્યાર ક્યો કિયા, સિર્ફ તુમ, વાસ્તુશાસ્ત્ર, ક્યોંકિ મૈ જુઠ નહી બોલતા જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. પોતાની વેબ સિરીજ આર્યા સિવાય સુસ્મિતા બોયફ્રેન્ડ સાથે પોતાના રિલેશનશિપને લઈને પણ હાલના દિવસોમાં લાઈમલાઈટમાં રહેલી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *