ખુબ જ ભાગ્યશાળી હોય છે તે લોકો જેની હથેળી પર બનેલ હોય છે આ નિશાન, તમે પણ જોઈ લો પોતાનો હાથ

Posted by

હથેળીની રેખાઓ જોઈને કોઈપણ વ્યક્તિનાં ભવિષ્ય વિશે જણાવી શકાય છે. હાથમાં કેટલાક એવા નિશાન હોય છે, જે વ્યક્તિના ભાગ્ય વિશે ઘણું બધું બતાવી દે છે અને આજે અમે આપને આવા જ કેટલાક નિશાનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારા હાથની હથેળીમાં આ નિશાન હોય તો સમજી લેવું કે તમે પણ ખુબ જ નસીબદાર છો અને તમારી કિસ્મત લાખોમાં એક છે.

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળીમાં બનવાવાળી ત્રણ રેખાઓ ખુબ જ મહત્વની હોય છે. તેમાં પહેલી રેખા જીવન રેખા હોય છે, બીજી મસ્તિષ્ક રેખા અને ત્રીજી ભાગ્ય રેખા હોય છે. જે લોકોના હાથમાં આ ત્રણ રેખા સારી રીતે દેખાય છે અને એકદમ સીધી હોય તો તે શુભ સંકેત હોય છે. આવા વ્યક્તિઓનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે.

જે લોકોની રેખામાં અંગ્રેજીનાં M નું નિશાન બને છે, તે લોકોનું ભાગ્ય પણ શ્રેષ્ઠ હોય છે. આ નિશાન જે લોકોના હાથમાં હોય તે લોકોને પોતાના જીવનમાં ઘણી જ પ્રગતિ મળે છે. માનવામાં આવે છે કે તેવા લોકોને ૩૫ થી ૫૫ વર્ષની ઉંમરમાં ખુબ જ ધન લાભ થાય છે. M કિશાન વાળા લોકો પાસે ક્યારેય પણ પૈસાની કમી નથી રહેતી અને તે લોકો ખુબ જ ખુશ રહે છે. એટલા માટે જે લોકોના હાથમાં આ નિશાન હોય તેણે સમજી લેવું કે તેની કિસ્મત ઘણી જ લકી છે.

હથેળીમાં ઉપસેલા ભાગને પર્વત કહે છે. હસ્તરેખા વિજ્ઞાનનાં જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિનાં હાથમાં સુર્ય પર્વત, શુક્ર પર્વત અને ગુરુ પર્વત ઉપસેલો હોય, તેના પર લક્ષ્મીની હંમેશા કૃપા જળવાઈ રહે છે. આવા લોકોને દરેક કાર્યમાં હંમેશા સફળતા જરૂર મળે છે.

જે લોકોના હાથની ભાગ્યરેખા મણિબંધથી નીકળીને સીધી શનિ પર્વત સુધી પહોંચે છે. તેવા લોકોને અચાનક જ ધનલાભ થતો હોય છે. એવા લોકોની આર્થિક હાલત ખુબ જ મજબૂત રહે છે. જો મસ્તિષ્ક રેખા, ભાગ્ય રેખા અને જીવન રેખા કોઈપણ વ્યક્તિના હાથમાં ત્રિકોણ બનાવે છે. તો તેવા લોકોને ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. આ લોકોના જીવનમાં સુખ હમેશા બની રહે છે.

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર જે લોકોના હાથમાં ભાગ્યરેખા થી કોઈ રેખા નીકળી સુર્ય પર્વત સુધી પહોંચે છે. તેમને દરેક કાર્યમાં સફળતા મળે છે. આવા લોકોનું ભાગ્ય જન્મના સમયથી જ ઉજ્જવળ હોય છે. આવા લોકોને તે બધી જ સુવિધાઓ મળે છે, જેને તે મેળવવાની ઇચ્છા રાખે છે. આવા લોકોને ભાગ્યવાન માનવામાં આવે છે. વળી જેની લોકોની હથેળીમાં અંગૂઠાની નીચે થી કોઈ રેખા નીકળી શનિ પર્વતને કાપીને આગળ નીકળતી હોય છે. તેવા લોકોને સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દો મળતો હોય છે. આર્થિક તંગી ક્યારે પણ નથી રહેતી.

X નિશાન જો તમારી હથેળી પર બનતું હોય તો તમારે સમજી લેવું કે તમારા જીવનમાં તમને ખુબ જ પ્રગતિ મળશે. X નિશાન વાળા લોકો ઉચ્ચ પદ મેળવે છે અને તે લોકો પોતાના જીવનમાં ખુબ જ સફળ હોય છે. તેવી જ રીતે જે લોકોનાં હાથમાં ત્રિશુળનું નિશાન હોય અથવા જ્યોતિનાં આકારમાં રેખા હોય તેનેસમજી લેવું કે તેની કિસ્મત ઘણી જ લકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *