ખુબ જ જલ્દી પોતાના કથિત બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે છે શ્રધ્ધા કપુર! માસી પદ્મિની કોલ્હાપુરે એ ખોલ્યું રહસ્ય

Posted by

બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપુર અને તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ નાં ડેટિંગ નાં સમાચાર ઘણા સમયથી ચર્ચાનો હિસ્સો બનતા રહે છે. વળી હવે બંને નાં લગ્નનાં સમાચાર હોય પણ જોર પકડી લીધું છે. જેના પર મૌન તોડીને એક્ટ્રેસની માસી એટલે કે પદ્મિની કોલ્હાપુરી એ આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું.

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ માંથી એક શ્રદ્ધા કપુર પોતાના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ ની સાથે અફેરના સમાચારોને લઈને અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. જણાવી દઈએ કે હજી સુધી બંનેએ પોતાના સંબંધોને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપેલ નથી. તેમ છતાં પણ તેમના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી હોય છે. હવે હાલમાં જ શ્રદ્ધા અને રોહનનાં લગ્નને લઈને એક્ટ્રેસની માસી અને દિગ્ગજ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી એક નિવેદન આપ્યું હતું. એક ઇન્ટરવ્યુ દરમિયાન પદ્મિની કોલ્હાપુરે અને તેમના દીકરા પ્રિયાંક દ્વારા આ બાબતમાં પોતાનું મંતવ્ય રાખવામાં આવ્યું હતું.

જ્યારે પ્રિયાંકને પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે હું ફક્ત એટલું જ કહીશ કે, “નો કોમેન્ટ્સ. હું શું કહું યાર, પરંતુ હાં જો તમે તેને જોવા માંગો છો, તો હકીકતમાં લગ્નની રાહ જોવી ખુબ જ સારું હોય છે. વધુમાં વધુ લગ્ન થવા જોઈએ. ત્યારબાદ જ્યારે પ્રિયાંકની માં એટલે કે એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરે ને પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, “લગ્ન, વાહ આ ખુબ જ અજીબ સવાલ છે. જો એવું બને છે તો તમને સમાચાર મળી જશે.”

ખબરોનું માનવામાં આવે તો બંને ૨૦૧૮ થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વળી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધથી શ્રદ્ધા નાં પિતા શક્તિ કપુર ખુબ જ ખુશ છે. લગ્ન વિશે શ્રદ્ધા એ રોહન સાથે વાત પણ કરેલી છે. જોકે શ્રદ્ધા તરફથી હજુ સુધી તેનું કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી. શ્રદ્ધા અને રોહન નાં લગ્નનાં સમાચારો ત્યારે સામે આવ્યા હતા. જ્યારે એક્ટર વરુણ ધવનને તેની તરફ ઈશારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *