ખુબ જ ખરાબ રીતે ફાટેલા જીન્સમાં નજર આવી હતી આ ૫ મશહુર અભિનેત્રીઓ, લોકોએ કહ્યું – “આના કરતાં તો ભિખારી સારા”

Posted by

ફેશનની બાબતમાં હિન્દી સિનેમાની અભિનેત્રીઓ સૌથી આગળ હોય છે. બોલીવુડની અભિનેત્રીઓ જે પણ પહેરે છે તે ફેશન બની જાય છે. જોકે એવી ફેશન પણ શું કામની જેની તુલના લોકો ભિખારીઓ સાથે કરે. જી હા, તમે બિલકુલ બરોબર સાંભળ્યું છે. આ સોશિયલ મીડિયા અને આધુનિક યુગમાં બોલીવુડ સિતારાઓએ ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. બોલીવુડ એક્ટ્રેસની ફેશન કરોડો લોકો ફોલો કરતા હોય છે. જોકે ક્યારેક ક્યારેક આ હસીનાઓ કંઈક એવું પહેલી લેતી હોય છે, જેના કારણે તેઓએ ખુબ જ સાંભળવું પડતું હોય છે. આજનાં સમયમાં ફાટેલા જીન્સનું ખુબ જ ચલણ છે. અમુક એક્ટ્રેસ તો બધાની સામે એવું જીન્સ પહેરીને આવે છે, જેને જોઈને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી અને તે રિપ્ડ જીન્સ પહેરીને જોક્સનો શિકાર બની જાય છે. તો ચાલો આજે અમે તમને આવી જ ૫ અભિનેત્રીઓ વિશે જણાવીએ.

મલાઈકા અરોડા

મલાઈકા અરોરા બોલીવુડની સૌથી ફિટ અભિનેતા માનવામાં આવે છે, તેની ફેશન પણ કમાલની હોય છે અને તે અવારનવાર પોતાની ફેશન થી ફેન્સના હોશ ઉડાવી દેતી હોય છે. જો કે એક વખત જ્યારે અભિનેત્રી પર જીન્સમાં જોવામાં આવી હતી તો ફેન્સ પાગલ બન્યા હતા અને તે એક મજાક બનીને રહી ગઇ હતી. લોકોને મલાઈકાનું આ ફાટેલું જીન્સ બિલકુલ પણ પસંદ આવ્યું ન હતું.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા પણ ફેશનની બાબતમાં ખુબ જ આગળ છે. જોકે તેણે એક વખત હદથી વધારે ફાટેલું જીન્સ પહેર્યું હતું જે તેને ભારે પડી ગયું હતું અને ફેન્સ તરફથી તેને ખુબ જ સાંભળવું પડ્યું હતું. ફેન્સને તેના આ જીન્સ નો અંદાજ બિલકુલ પણ પસંદ આવ્યો ન હતો. અનુષ્કા શર્માનાં મિમ્સ બનાવીને લોકોએ તેની મજાક ઉડાવી હતી. ફાટેલા જીન્સ માં તે એક જોક્સ બનીને રહી ગઇ હતી.

સારા અલી ખાન

સારા અલી ખાન હિન્દી સિનેમાની એક ઉભરતી અભિનેત્રી છે. પોતાના અંદાજે ૩ વર્ષની કારકિર્દીમાં તેણે બોલીવુડમાં સારું કામ કરેલું છે. પોતાની એક્ટિંગની સાથે સાથે સારા અલી ખાન પોતાના અંગત જીવન અને પોતાની સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે. એક વખત તો તેને ફાટેલી જીન્સ પહેરેલી હતી અને સોશિયલ મીડિયા પર લોકોએ તેની ખુબ જ મજાક ઉડાવી હતી. એક વ્યક્તિએ તો લખ્યું હતું કે, “ભિખારી લાગે છે. ગરીબોની પાસે પૈસા નથી. આ અમીર લોકોની ફેશન.”

કૃતિ ખરબંદા

ફાટેલું જીન્સ પહેરીને અભિનેત્રી કૃતિ ખરબંદાએ એક ફોટોશુટ કરાવ્યું હતું. તેનું જીન્સ બંને પગમાં સાથળ થી લઈને ઘુંટણ સુધી ફાટેલું હતું. તેને જોઈને લોકોએ તેની ખુબ જ મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે, “આ કયા પ્રકારનું જીન્સ છે. આ રિપ્ડ જીન્સ છે કે ફાટેલું જીન્સ. જો તમે કહેશો તો અમે તમને કપડાં આપીશું.”

નિધિ અગ્રવાલ

નિધિ અગ્રવાલે પણ ખુબ જ વધારે ફાટેલું જીન્સ પહેરેલું જોવામાં આવી હતી, જેના લીધે તે પણ લોકોના નિશાના પર આવી ગઈ હતી. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું હતું કે “શું કમી છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *