૨ મહિના જેલમાં રહ્યા બાદ ખુબ જ ખરાબ થઈ ગઈ છે રાજ કુન્દ્રાની હાલત, જુઓ તસ્વીરો

Posted by

બે મહિનાથી અશ્લીલ ફિલ્મોનાં મામલામાં જેલમાં બંધ રાજ કુંદ્રા જેલથી બહાર આવી ગયા છે. તેમના મુક્ત થવાથી મિત્રને પરિવારના લોકો ખુશ છે, પરંતુ રાજ કુન્દ્રાને જોઈને એવું લાગતું નથી કે તેમની સાથે બધું બરોબર છે. અંદાજે ૬૦ દિવસો સુધી જેલમાં રહ્યા બાદ તેમની હાલત પહેલા કરતા ખુબ જ ખરાબ દેખાય રહી છે. જેલમાંથી ઘરે જતા સમયે મીડિયાએ તેમને સવાલ પુછવાની કોશિશ કરી પરંતુ તેઓ ચુપચાપ પોતાની ગાડીમાં બેસીને ઘરે જવા માટે નીકળી ગયા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ ખુબ જ ઉદાસ અને પરેશાન જોવા મળી રહ્યા હતા. આ તસ્વીરોને જોઇને કોઇ પણ વિશ્વાસ નથી કરી રહ્યું કે, “શું આ બે મહિના પહેલા વાળા રાજ કુંદ્રા જ છે.”

હવે હાલત છે ખુબ જ ખરાબ

જેલ માંથી નીકળતા સમયે રાજ કુંદ્રાનાં હાથમાં એક પોટલી નજર આવી હતી, તેમાં કદાચ જેલમાં રહેવા દરમિયાન તેમનો સામાન હતો. રાજ કુન્દ્રાએ સફેદ ટી-શર્ટ પહેર્યું હતું, જેની ઉપર ડીઝલ લખેલું હતું. મહત્વપુર્ણ વાત એ છે કે જે ટી-શર્ટ પહેલા તેમને ફીટ હતું, હવે તે ઢીલું નજર આવી રહ્યું હતું. તે સિવાય તેમણે પોતાના માથા ઉપર ચાંદલો પણ કરેલો હતો, એટલે કે તેઓ જેલમાં રહેવા દરમિયાન પણ પુજા પાઠ કરતા હતા.

તેની હાલત જોઈને સમજી શકાતું હતું કે તેમનું વજન ૨ મહિનામાં ખુબ જ ઓછું થઈ ચુક્યું છે. હવે તેઓ જેલમાં યોગ્ય રીતે ભોજન કરી શકતા હતા કે નહીં તે સ્પષ્ટ નથી, પણ એટલું કહેવું જરૂર છે કે તેમની સ્થિતિ ખુબ જ ખરાબ હતી.

જામીન મળ્યા પરંતુ મુશ્કેલીઓ ઓછી નથી થઈ

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


અશ્લીલ ફિલ્મોનાં મામલામાં રાજ કુંદ્રા ની ૧૯ જુલાઇનાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના વકીલ તરફથી જામીન માટે અરજી લગાવવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા નકારી દેવામાં આવી હતી. પાછલા સપ્તાહે જ મુંબઈ પોલીસે તેમની વિરુદ્ધ ૧૫૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે આ ૧૫૦૦ પેજની ચાર્જશીટમાં ઘણાં ગંભીર આરોપ તેમની ઉપર લગાવવામાં આવ્યા છે. અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ ઉપર લાઈવ સ્ટ્રીમ કરવા સિવાય રાજ કુંદ્રા ઉપર મની લૉન્ડ્રીગ કરવા અને શેલ કંપનીઓ બનાવવા જેવા ઘણા આરોપ છે.

શિલ્પા શેટ્ટીએ સમર્થનમાં કરી પોસ્ટ

પત્ની શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા ની મુક્તિ થવાથી ખુબ જ ખુશ છે. તેને પોતાની ખુશી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી વાળા પોસ્ટ કરીને વ્યક્ત કરી હતી. જેમાં લખ્યું હતું કે ઇન્દ્રધનુષ તે સાબિત કરવા માટે કાફી છે કે તોફાન આવ્યા બાદ પણ સુંદર ચીજો બની શકે છે.

હાલમાં જ શિલ્પા શેટ્ટીએ કરી હતી જેમાં લખ્યું હતું કે, “મને મારા ભુતકાળથી નહીં પરંતુ ભવિષ્ય પરથી પારખવી જોઈએ. હું કંઈ પણ કરી શકું છું.” તેની આ પોસ્ટ બાદ રાજ કુંદ્રા સાથે છુટાછેડા લેવાની અટકળો તેજ બની ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *