ખુબ જ લગ્ઝરી લાઇફ જીવે છે “સિંઘમ” અજય દેવગન, પોતાનું પ્રાઇવેટ જેટ છે અને લંડનમાં છે આલીશાન ઘર

Posted by

હિન્દી સિનેમાનાં દિગ્ગજ અને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા અજય દેવગન દેશ-દુનિયામાં પોતાની ખાસ ઓળખ રાખે છે. તેમના દમદાર અભિનયનાં દરેક લોકો દિવાના છે. 30 વર્ષથી અજય દેવગન બોલિવૂડમાં કામ કરી રહ્યા છે અને આ દરમિયાન તેમણે હિન્દી સિનેમાને ઘણી યાદગાર અને ઘણી સફળ ફિલ્મો આપી છે. અજય દેવગન એક ફિલ્મ માટે ખૂબ જ મોટી રકમ પણ વસુલ કરે છે.

અજય દેવગણનાં શાંત સ્વભાવથી દરેક લોકો વાકેફ છે. જોકે તેઓ ખૂબ જ ગંભીર પણ નજર આવે છે. તેઓ ખૂબ જ ઓછું બોલે છે, પરંતુ તેઓ પોતાના ફેન્સને પોતાના દિવાના બનાવી લેતા હોય છે. અજય દેવગન આજે અબજો રૂપિયાની સંપત્તિનાં માલિક છે. મોંઘી ગાડીઓ, મોંઘું ઘર અને મોંઘા પ્રાઇવેટ જેટનાં માલિક છે. તો ચાલો આજે અજય દેવગનની આલીશાન જિંદગીથી તમને રૂબરૂ કરાવીએ.

અભિનેતા અજય દેવગનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સન્માનની નજરથી જોવામાં આવે છે. વર્ષ ૧૯૯૧માં ફિલ્મ ફુલ ઓર કાટે થી પોતાની હિન્દી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરવા વાળા અજય દેવગનના આજે કરોડો ફેન્સ છે. પહેલી જ ફિલ્મ હિટ આપીને તેમણે દર્શાવી દીધું હતું કે તેઓ લાંબી રેસનાં ઘોડા છે. ફોર્બ્સ ઇન્ડિયા ની ૨૦૧૯ સેલિબ્રિટી ૧૦૦ લિસ્ટમાં તેમને ૯૪ કરોડની વાર્ષિક કમાણી સાથે ૧૨મું સ્થાન આપવામાં આવ્યું હતું.

અજય દેવગન ઘણી કીમતી ચીજોનાં માલિક છે. અજયની પાસે આજે ઘણી લક્ઝરી ગાડીઓ રહેલી છે. તેમાં લગભગ ૨.૫ કરોડની મસેરાતી કાટ્રોપોર્ટે પણ સામેલ છે. ખાસ વાત એ છે કે આ કાર ખરીદનાર તેઓ પહેલા ભારતીય છે.

તેમની પાસે આ શાનદાર કાર સિવાય મસેરાતી જ નહીં પરંતુ રેન્જ રોવર્સ મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી ઘણી મોંઘી ગાડીઓ પણ છે. અજય રેન્જ રોવર કંપનીની સૌથી મોંઘી કારનાં માલિક પણ છે. તેમની પાસે ૨.૦૮ કરોડ રૂપિયાની રેન્જ રોવર વોગ કાર પણ છે.

લંડનમાં ૫૪ કરોડ રૂપિયાનું ઘર

અજય દેવગન પોતાના સમગ્ર પરિવારને સાથે “માયાનગરી” મુંબઈમાં રહે છે. અજય દેવગન મુંબઈ સિવાય લંડન માં પણ એક ખૂબ જ આલિશાન ઘરનાં માલિક છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવેલ છે કે અજયના લંડન સ્થિત આ ઘરની કિંમત અંદાજે ૫૪ કરોડ રૂપિયા છે.

૨૫ કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ

અજય દેવગનની પાસે મુંબઈની નજીક કર્જત શહેરમાં એક મોંઘુ ફાર્મ હાઉસ પણ છે. તેમના આ ફાર્મ હાઉસની કિંમત ૨૫ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. મળતી જાણકારી અનુસાર તેમના આ ફાર્મ હાઉસમાં શાકભાજી અને ફળોની ખેતી પણ કરવામાં આવે છે.

૮૪ કરોડ રૂપિયાનું પ્રાઇવેટ જેટ

અજય દેવગનની અમીરી અને લક્ઝરી લાઇફનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની પાસે ખૂબ જ કીમતી પ્રાઇવેટ જેટ પણ છે. તેઓ ઘણી વખત લાંબી યાત્રા પોતાના આ પ્રાઇવેટ જેટમાં કરે છે. તેમની પાસે હોકર-૮ નામનું પ્રાઇવેટ જેટ છે અને આજે તેની કિંમતની વાત કરવામાં આવે તો તે ૮૪ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ જેટ અજય દેવગનનાં કીમતી કલેક્શનમાં સૌથી મોંઘું છે.

કિંમતી વેનિટી વેનનાં માલિક પણ છે અજય દેવગન

અભિનેતા અજય દેવગણની પાસે એક અમૂલ્ય વેનિટી વેન પણ છે. તેમની વેનને લઈને કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. જોકે તેમની આ વેનિટી વેનની કિંમત કરોડો રૂપિયા જણાવવામાં આવી રહી છે. અજયની વેનિટી વેનમાં સુખ-સગવડતાની તમામ ચીજો ઉપલબ્ધ છે.

મહત્વપૂર્ણ છે કે અજય દેવગને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ધમાકેદાર કરી હતી. ત્યારબાદ તેમણે ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેમની પ્રમુખ ફિલ્મોમાં દિલવાલે, સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, ગંગાજલ, ગોલમાલ, તાન્હાજી, ઇશ્ક, દિલજલે, રેડ વગેરે સામેલ છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તેમની આગામી ફિલ્મ “મેદાન” અને “મેડે” છે. મેડેમાં તેમની સાથે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ નજર આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *