ખુબ જ મોંઘી છે દિપીકા પાદુકોણની આ નાની અમથી બેગ, આટલી કિંમતમાં તો ૨ આઈફોન અને એક કાર આવી જાય

બોલિવૂડમાં અભિનેત્રીઓની કમી નથી, પરંતુ દીપિકા પાદુકોણની વાત કરવામાં આવે તો આજકાલ ચારેય તરફ તેમનું નામ સંભળાઈ રહ્યું છે. દીપિકાનું નામ બોલિવૂડની તે અભિનેત્રીઓમાં સામેલ છે, જે પોતાની ફેશન માટે ઓળખવામાં આવે છે. દુનિયાભરની લાખો-કરોડો યુવતીઓ દીપિકા પાદુકોણને ફોલો કરે છે. જો કે લગ્ન બાદ તેમની ફેશન સેન્સ માટે ખૂબ જ બદલાવ જોવા મળેલ છે. ક્યારેક દીપિકા ખૂબ જ ગ્લેમરસ લુકમાં નજર આવતી હતી તો ક્યારેક તે એવા સતરંગી કપડા પહેરે છે કે લોકોને તેના પર રણવીર સિંહની કંપનીની અસર જોવા મળે છે.

દીપિકા પાદુકોણનો એરપોર્ટ લુક પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. તે પોતાના સ્ટાઇલીસ અંદાજથી ફેન્સનો દિલ ચોરી લે છે. તેવામાં મંગળવારે સવારે દીપિકા અને રણવીર સિંહની સાથે મુંબઈના એરપોર્ટ પર જોવામાં આવી હતી. હકીકતમાં બંને નવું વર્ષ ઊજવવા માટે દેશની બહાર ગયા છે. જોકે હજુ સુધી તે વાતનો ખુલાસો નથી થયો કે બંને કયા દેશમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે ગયેલા છે.

દરેક વખતની જેમ આ વખતે પણ દીપિકાનો એરપોર્ટ લૂક જોવાલાયક હતો. દીપિકાનો આ સ્ટાઇલીસ અંદાજ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક્ટ્રેસ પોતાના લૂકને કારણે તો ચર્ચામાં આવી ગઇ હતી, પરંતુ તે સિવાય તે પોતાની બેગને કારણે પણ વધારે ચર્ચામાં રહેલી છે. દીપીકા કરતા વધારે ધ્યાન લોકોનું તેની હેન્ડ બેગ પર ગયું હતું. હકીકતમાં દીપિકાએ જે હેન્ડબેગ પોતાની સાથે રાખી હતી તે ખૂબ જ મોંઘી હતી. તે બેગની કિંમતમાં એક સામાન્ય વ્યક્તિ આરામથી કોઈ કાર ખરીદી શકે છે.

દીપિકા પાદુકોણે Bottega Veneta The Chain Cassette બેગ લીધી હતી, જે બ્લેક કલરની છે. અમેરિકાનાં ડોલરનાં હિસાબથી જોવામાં આવે તો આ બેગ ની કિંમત ૩૮૦૦ ડોલર એટલે કે ભારતીય મુદ્રા અનુસાર ૨,૭૫,૯૦૨ રૂપિયા થાય છે. આ ભારે ભરખમ કિંમતમાં એક સામાન્ય વ્યક્તિ બે આઇફોન અથવા તો નેનો કાર આરામથી ખરીદી શકે છે.

વળી વાત કરવામાં આવે દીપિકાના લુકની તો તેણે ઓવર સાઇઝ બટન-ડાઉન પુલઓવર શર્ટને હાઇ રાઇઝ ફ્લેયર્ડની સાથે કેરી કરેલ હતું. તેની સાથે દીપિકાએ લોંગ ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. દીપિકાનો આ લુક ખૂબ જ કમાલનો હતો. વાત કરવામાં આવે દીપિકાના વર્કફ્રન્ટની તો દીપીકા પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે હાલમાં જ ગોવામાં જોવા મળી હતી.

જ્યારે અભિનેત્રી ગોવા ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે એનસીબી નાં અધિકારીઓએ તેમને પૂછપરછ માટે મુંબઈ બોલાવી લીધી હતી. જણાવી દઈએ કે દીપિકા શકુન બત્રાની ફિલ્મમાં કામ કરી રહી છે. તેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી તથા અનન્યા પાંડે પણ છે. છેલ્લી વખત એક્ટ્રેસને મેઘના ગુલઝારની ફિલ્મ “છપાક” માં જોવામાં આવી હતી. ફિલ્મમાં તેમણે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા નિભાવી હતી. દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષા હતી, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં.