ખુબ જ નાની ઉંમરમાં આ ૫ સિતારાઓએ કરી લીધા હતા લગ્ન, જાણો કોની હતી સૌથી નાની ઉંમર

Posted by

બોલિવૂડની દુનિયામાં કહેવામાં આવે છે કલાકાર જ્યારે સફળ થયા બાદ લગ્ન કરે છે તો તેમના લગ્નની અસર તેમની કારકિર્દી પર પડે છે. પરંતુ અમુક કલાકારો એવા છે જેમણે ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન કરી લીધાં અને આ મિથ્યને હંમેશા માટે ખોટું સાબિત કરી દીધું. જણાવી દઈએ કે આ કલાકારોએ ફક્ત નાની ઉંમરમાં લગ્ન કરી લીધા અને પોતાના લગ્નજીવનને સફળ પણ બનાવ્યું અને કારકિર્દીમાં ટોપ પર રહ્યા. જોકે તેમાંથી અમુક કલાકારોના હવે છૂટાછેડા લઈ ચૂક્યા છે, પરંતુ તેઓ ખૂબ જ ખુશ છે. તો ચાલો જાણીએ કે તે ક્યાં સિતારાઓ છે જેમણે નાની ઉંમરમાં લગ્ન કરી લીધા.

શાહરુખ ખાન

બોલિવૂડના બાદશાહ કહેવામાં આવતા શાહરૂખ ખાને ૨૫ ઓક્ટોબર, ૧૯૯૧ના રોજ લગ્ન કરી લીધા હતા. જણાવવામાં આવે છે કે તે સમયે તેમની ઉંમર ફક્ત ૨૫ વર્ષની હતી અને તેઓ ફિલ્મમાં એક રોમેન્ટિક હીરો તરીકેની ઓળખ બનાવી રહ્યા હતા. તેવામાં પોતાના સંઘર્ષના દિવસોમાં શાહરૂખે પોતાના પ્રેમને પાછળ છોડ્યું નહીં અને આજે પણ તેઓ ગૌરીની સાથે એક સારી જિંદગી પસાર કરી રહ્યા છે.

અમીર ખાન

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટ રહેવા આવતા આમિર ખાને રીના દત્ત સાથે ૧૯૮૬માં લગ્ન કર્યા હતા અને તે સમયે તેમની ઉંમર ફક્ત ૨૧ વર્ષની હતી. મતલબ સ્પષ્ટ છે કે આમિર ખાને પણ ત્યારે લગ્ન કર્યા જ્યારે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ તેમનું લગ્નજીવન વધારે સમય સુધી ચાલ્યો નહીં અને વિવાદોને કારણે બંનેના રસ્તા અલગ થઈ ગયા. જણાવી દઈએ કે હવે આમિર ખાનની પત્ની કિરણ રાવ છે, જેની સાથે તેઓ ખૂબ જ ખુશ છે.

ઋત્વિક રોશન

રોશન અને સુઝાનનાં લગ્ન જ્યારે થયા ત્યારે રિતિક રોશન ની ઉંમર ફક્ત ૨૬ વર્ષની હતી. જણાવી દઈએ કે તેમણે સંજય ખાનની દીકરી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે ઋત્વિક પણ પોતાની કારકિર્દીમાં ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ હવે બંનેના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને બંને રસ્તા અલગ થઈ ગયા છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને જ્યારે લગ્ન કર્યા ત્યારે તેઓ ફક્ત ૨૨ વર્ષના હતા અને તેમણે જે એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા તે ઉંમરમાં તેમનાથી ૮ વર્ષ મોટી હતી. આ એક્ટ્રેસ અમૃતાસિંહ હતી. બંનેના લગ્ન ખૂબ જ વધારે ચર્ચામાં રહ્યા, પરંતુ બાદમાં બંને ના છૂટાછેડા થઈ ગયા. અમૃતા થી સેફ અલી ખાનને બે બાળકો છે, જેમાંથી સારા અલી ખાને બોલિવૂડમાં પગલાં રાખી દીધા છે. વળી ઈબ્રાહીમ પણ બોલિવૂડમાં પગલાં માંડવા માટે તૈયાર છે.

ગોવિંદા

ડાન્સિંગ સુપરસ્ટાર કહેવામાં આવતા ગોવિંદા ૧૯૮૭માં સુનિતા સાથે લગ્ન કર્યા અને તે સમયે તેમની ઉંમર ફક્ત ૨૧ વર્ષની હતી. મતલબ સ્પષ્ટ છે કે તેમણે પણ સફળ બનતા પહેલા લગ્ન કરી લીધા, ત્યારબાદથી હજુ સુધી તેઓ તેમની સાથે છે. જણાવી દઈએ કે સુનીતાની સાથે ગોવિંદા ખૂબ જ સારી લાઈફ જીવી રહ્યા છે અને તેઓ બંને ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *