સામાન્ય રીતે તો દુનિયામાં જે આવે છે તેને એકને એક દિવસે જરૂર જવું પડે છે. પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં અમુક કલાકારો એવા પણ છે જેમણે ખૂબ જ ઓછા સમયમાં દુનિયાને અલવિદા કરી દીધું હોય. આ કલાકારોના મૃત્યુ ફક્ત તેમના પરિવારને જ નહીં પરંતુ તેમના ફેન્સની આંખોમાં પણ આંસુ લાવી દીધા. તેવામાં આજે અમે તમને તે કલાકારો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમણે ખૂબ જ નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું. તો ચાલો જાણીએ કે આ કડીમાં કોણ કલાકારો સામેલ છે.
સિદ્ધાર્થ રે
બાજીગર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સિદ્ધાર્થ રેને ખૂબ જ ઓછા લોકો જાણે છે. પરંતુ પડદા પર તેમની એક્ટિંગ ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. હકીકતમાં ૪૦ વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થઈ ગયું, તે સમયે તેમના બાળકો ખૂબ જ નાના હતા. જાણકારી માટે જણાવી દઈએ કે સિદ્ધાર્થે પ્રિયા સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને બે બાળકો હતા.
ઇન્દર કુમાર
વર્ષ ૨૦૧૭ માં ઇન્દર કુમારનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે તે સમયે તેઓ કામ ન મળવાને કારણે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. તે સિવાય તેમના પર બળાત્કારનો પણ આરોપ લાગ્યો હતો. વળી જ્યારે તેમનું મૃત્યુ થયું તો તે સમયે તેમની ઉંમર ફક્ત ૪૩ વર્ષની હતી અને તેઓ પોતાની પાછળ પત્ની અને એક બાળકને છોડી ગયા. જણાવી દઈએ કે તેમના મૃત્યુથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ આઘાત પહોંચ્યો હતો.
ગુરુદત્ત
અભિનેતા ગુરુદત્તનાં મૃત્યુનો કોયડો આજે પણ ઉકેલી શકાયો નથી. વધારે પડતી શરાબ પીવાને કારણે અને ઊંઘની ગોળીઓનું સેવન કરવાને કારણે તેમનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. જણાવી દઈએ કે ગુરુદત્ત માત્ર ૩૯ વર્ષના હતા, ત્યારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
સંજીવ કુમાર
એક સમય હતો, જ્યારે અભિનેતા સંજીવ કુમાર ડ્રીમ ગર્લ કહેવાતી હેમા માલિનીને ખુબ જ પ્રેમ કરતા હતા. પરંતુ ૧૯૮૫માં અચાનક તેમના નિધનના સમાચારે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો. માત્ર ૪૮ વર્ષની ઉંમરમાં સંજીવ કુમાર દુનિયા છોડીને ચાલ્યા ગયા. કહેવામાં આવે છે કે સંજીવ કુમારને હંમેશા હાર્ટ એટેકનો ફોબિયા હતો.
વિનોદ મહેરા
પોતાના સમયમાં સૌથી ચાર્મિંગ એક્ટર્સ માંથી એક વિનોદ મહેરા ફક્ત ૪૫ વર્ષની ઉંમરમાં જ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. વિનોદ મહેરાનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું.
વાજિદ ખાન
મશહૂર મ્યૂઝિક કમ્પોઝર વાજીદ ખાન ૪૩ વર્ષની ઉંમરમાં જ દુનિયા છોડી ગયા હતા. જણાવી દઈએ કે તેમનું નિધન કોરોના વાયરસ અને કિડની ફેલ્યરને કારણે થયું હતું.
ઈરફાન ખાન
વર્ષ ૨૦૨૦માં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ ઘણા મહાન કલાકારો ખોઈ દીધા હતા, તેમાંથી એક ઈરફાન ખાન છે. બોલીવુડના જાણીતા કલાકારો માંથી એક ઈરફાન ખાન પોતાની દમદાર એક્ટિંગને કારણે ઇન્ડસ્ટ્રીમાં પણ લોકપ્રિય હતા. તેઓ ઇન્ડસ્ટ્રીના સન્માનનીય વ્યક્તિઓમાંથી એક હતા. ઇરફાને ફક્ત ૫૩ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કરી દીધું. યાદ અપાવી દઇએ કે વીતેલ ૨૯ એપ્રિલનાં ન્યુરોએંડોક્રાઇન ટયૂમરને કારણે તેમનું નિધન થઈ ગયું હતું.
સુશાંત સિંહ રાજપૂત
યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધને બોલીવુડ સહિત સમગ્ર દેશને હેરાન કરી દીધો હતો. ૩૪ વર્ષીય અભિનેતા સુશાંતે ૧૪ જૂનના રોજ બપોરના સમયે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. રિપોર્ટનું માનવામાં આવે તો સુશાંત ઘણા લાંબા સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડસ્ટ્રીનાં નેપોટીજ્મને કારણે તેઓ ખૂબ જ પરેશાન હતા, જેના કારણે તેઓએ આત્મહત્યા કરી લીધી.