ખુબ જ સરળ છે ઘરે બજાર જેવુ જ આઇસ્ક્રીમ બનાવવું, બસ ફોલો કરો આ સરળ ટિપ્સ

Posted by

ઘણી વખત મહિલાઓની ફરિયાદ રહેતી હોય છે કે સંપુર્ણ રીતે રેસીપી ને ફોલો કર્યા બાદ પણ તેમનાથી બજાર જેવું આઈસ્ક્રીમ ઘરે બની શકતું નથી. જો તમને પણ આવી જ ફરિયાદ રહેતી હોય તો આ સરળ કિચન હેક્સ ની મદદથી તમે પોતાની પરેશાની દુર કરવામાં મદદ કરી શકો છો. આ કિચન હેક્સ ને જાણીને તમે પણ ઘરે બજાર જેવો જ આઇસક્રીમનો સ્વાદ માણી શકો છો.

આઈસ્ક્રીમ માં બરફ જામતા આ રીતે બચાવો

બજાર અને ઘર પર બનેલ આઈસ્ક્રીમ સૌથી મોટું અંતર એ હોય છે કે બજારની આઇસ્ક્રીમ સોફ્ટ હોય છે, તો મોટાભાગના લોકોના ઘરે બનાવેલી આઈસ્ક્રીમ માં બરફ જામી જતો હોય છે. તેમાં રહેલ નાના આઇસ ક્રિસ્ટલ ટેસ્ટ ને ખરાબ કરી નાખે છે. તેમાં તમારે આઇસક્રીમને બટર પેપર થી કવર કર્યા બાદ ફ્રીજમાં રાખવો જોઈએ. ધ્યાન રાખો કે તેને ત્રણ થી ચાર કલાકમાં થોડું થોડું ચલાવતા રહો, જેથી તમારા આઈસ્ક્રીમ આઇસ ક્રિસ્ટલ જામે નહીં. કસ્ટર્ડ બેઝને યોગ્ય રીતે ઠંડુ કર્યા બાદ જ ફ્રિઝમાં રાખો.

આઈસ્ક્રીમમાં ફ્લેવર ઉમેરતા પહેલા ધ્યાન રાખો

કોઈપણ ફ્લેવર આઈસ્ક્રીમમાં ત્યારે જ ઉમેરવું જ્યારે દુધ ઠંડુ થઈ જાય. ઘણા લોકો તેને ગરમ હોય ત્યારે જ વેનીલા એસન્સ, બદામ, ચોકલેટ ચિપ્સ વગેરે ઉમેરી દેતા હોય છે. જેનાથી આઇસક્રીમનું ટેક્સચર ખરાબ થઈ જાય છે. તે સિવાય આઈસ્ક્રીમ ને ક્યારેય પણ સીધું ફ્રીઝરમાં રાખવું નહીં. તેને પહેલા એક કલાક સુધી નોર્મલ ફ્રીજમાં રાખો, જેથી તેમાં ઠંડક આવે ત્યારબાદ તેને ફ્રીઝરમાં જમાવવા માટે રાખો.

આઇસ્ક્રીમ જમાવવા માટે આવા કન્ટેનર નો ઉપયોગ

આઇસ્ક્રીમ જમાવવા માટે ફ્લેટ કંટેનર અથવા એવા કન્ટેનર નો ઉપયોગ કરો જે વધારે ઊંડા ન હોય. મોટાભાગના ઘરમાં ઘણા લોકો કટોરા અથવા તો બાઉલમાં આઈસ્ક્રીમ જમાવતા હોય છે. પરંતુ આવું કરવાથી આઈસ્ક્રીમની કંસિસ્ટેંસી યોગ્ય રહેતી નથી અને ટેસ્ટમાં પણ ફરક પડી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *