ખુબ જ શક્તિશાળી છે આ માળા, માળા પહેરવાથી ઘરમાં એટલું ધન આવશે કે સાચવી શકશો નહીં, કોઈપણ વ્યક્તિને કરી શકે છે પોતાના વશમાં

Posted by

તાંત્રિક ઉપાયમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. “કાળી ચણોઠી” પણ તેમાંથી એક છે. કાળી ચણોઠી નો વધારે ઉપયોગ આકર્ષણ, સંમોહન અને વશીકરણ હેતુ કરવામાં આવે છે. કાળી ચણોઠી માં અલૌકિક શક્તિઓ હોય છે. તેનાથી તમે સ્ત્રી અને પુરુષને પોતાની તરફ આકર્ષિત કરી શકો છો. એટલું જ નહીં તે ધન-સંપત્તિને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે કાળી ચણોઠી ની માળા ધારણ કરો છો, તો ઘણી વસ્તુનો લાભ લઇ શકો છો. તેનાથી તમને એક પછી એક અનેક પ્રકારના સુખની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં તેને ધારણ કરવાવાળા પર જ્યારે કોઈ સંકટ આવે છે, તો તે પોતાનો રંગ બદલી તેને સુચિત પણ કરે છે. તો ચાલો વાર કર્યા વગર કાળી ચણોઠી નાં થોડાક ઉપાય જાણીએ.

જો તમને નજરદોષ છે, એટલે કે કોઈની ખરાબ નજરએ તમને જકડીને રાખ્યા છે, તો સિદ્ધ કાળી ચણોઠી ની માળા પહેરી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેને તમે માળા સિવાય બ્રેસલેટ નાં રૂપમાં પણ પહેરી શકો છો.

કાળી ચણોઠી નો ઉપયોગ દરેક જાતના વશીકરણ માં થાય છે. જો તમે કાળી ચણોઠી ની માળા પહેરી શત્રુ સામે જાઓ છો,અને તેની સાથે વાતચીત કરો છો, તો તે તમારા પક્ષમાં થઈ જશે. આમ કરી તમે તે વ્યક્તિ સાથે પોતાની દુશ્મની સમાપ્ત કરી શકો છો.

જો તમે કોઈ વ્યક્તિને તમારા વશમાં કરવા ઈચ્છો છો તો કાળી ચણોઠી તમને મદદ કરી શકે છે. તેના માટે તે વ્યક્તિના રૂમાલમાં કે પછી કોઈ કપડામાં સિદ્ધ કાળી ચણોઠીનાં દાણા બાંધીને રાખી દો. ત્યારબાદ તેની અસર ધીરે-ધીરે તે વ્યક્તિ પર થવાના છે અને તે તમારી વાત મનવા લાગશે.

જો તમે જે વ્યક્તિને તમારા વશમાં કરવા ઈચ્છો છો. તેની પાસે કાળી ચણોઠી ની માળા પહેરીને ચાલ્યા જાઓ. હવે આ માળા તમારા ગળા માંથી કાઢીને તેના ગળામાં નાખી દો. તે તમારા પક્ષમાં થઈ જશે.

જો તમે વેપારમાં પ્રગતિ કરવા ઈચ્છો છો કે પછી પૈસાની તંગીથી પરેશાન છો, તો આ ઉપાય કરો. કોઈ પણ મહિનાની શુક્લ પક્ષ પહેલાં બુધવારે એક તાંબાનો સિક્કો અને એક સિદ્ધ કાળી ચણોઠી માળા લો. હવે તેને એક નવા લાલ રંગના કપડામાં બાંધી દો. આ કપડાને સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યાની વચ્ચે કોઇ સુમસાન જગ્યા પર રાખી દો. આમ કરવા પહેલા તેને તમારી ઉપર થી ૧૧ વાર ઓવારી દો. તેને તમારે જમીનમાં ૧૧ ઇંચ ઊંડો ખાડો કરીને રાખવા પડશે.

જો તમારા લાડલા બાળકને વારંવાર કોઈ ની નજર લાગી રહી છે. તો કાળી ચણોઠી તમારી સમસ્યાનું સમાધાન છે. તમે તમારા બાળકના હાથમાં કાળી ચણોઠીનું બ્રેસલેટ પહેરાવી દો. તેનાથી તેને કોઈની ખરાબ નજર નથી લાગતી.

કાળી ચણોઠી ની માળા પહેરવાથી કામ, નોકરી અને બિઝનેસમાં કોઇ અડચણ નથી આવતી. તેનાથી ઘરમાં ધન અને અન્નની પણ કોઈ કમી નથી થતી.

ઘણી જગ્યા પર લગ્ન સમયે વર વધુ નાં હાથમાં લાલ ચણોઠી પોરવીને પહેરાવવામાં આવે છે. આવું કરવાથી તેમની કોઈની ખરાબ નજર નથી લાગતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *