ખુબ જ સુંદર છે આ “ખલનાયકો” ની પત્નીઓ, કોઈએ હિરોઈન સાથે તો કોઈએ કર્યા રાજકુમારી સાથે લગ્ન

Posted by

બોલિવૂડમાં એવા ઘણા એક્ટર છે જેમને વિલનનાં કિરદાર માટે ઓળખવામાં આવે છે. આ અભિનેતાઓનાં નેગેટિવ કિરદારને લોકો ખૂબ જ પસંદ કરે છે અને એ જ કારણ છે કે આ બધા વિલન હીરો જેટલા ફેમસ છે. આજે અમે તમને બોલીવુડના અમુક એવા ખલનાયકોનાં નામ બતાવવા જઈ રહ્યા છીએ, જે લોકોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે. એટલું જ નહીં તેમાંથી ઘણા ખલનાયકોએ બોલિવૂડની અભિનેત્રીઓ સાથે લગ્ન કરેલા છે. વળી ફિલ્મોમાં તેમને હિરોઈન ભલે ન મળી હોય પરંતુ અસલ જીંદગીમાં તેમણે જાણીતી અભિનેત્રીઓ સાથે લગ્ન કરેલા છે.

ડેની ડેન્ઝોપ્પા અને ગાવા ડેન્ઝોપ્પા

ડેની ડેન્ઝોપ્પા ૯૦નાં દશકનાં ફેમસ વિલન હતા. તેમણે ઘણી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય આપ્યો છે. વળી તેમના અભિનયને જોઈને સિક્કિમની રાજકુમારી ગાવા ડેન્ઝોપ્પાનું દિલ તેમની ઉપર આવી ગયું અને ગાવા ડેન્ઝોપ્પા તેમની સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને બે બાળકો પણ છે.

કેકે મેનન અને નિવેદિતા ભટ્ટાચાર્ય

કેકે મેનને ઘણી ફિલ્મોમાં વિલનનું કિરદાર નિભાવેલ છે. જ્યારે તેમની પત્ની એક અભિનેત્રી છે. કેકે મેનન ની પત્ની નિવેદિતા ભટ્ટાચાર્ય નાના અને મોટા પડદા પર કામ કરી રહેલ છે. નિવેદિતા ભટ્ટાચાર્ય અને કેકે મેનન લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમણે એક સાથે જ પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

નિકિતિન ધીર અને કૃતિકા સેંગર

નિર્દેશક પંકજ ધીરનાં દીકરાને નિકિતન ધીરે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં ખૂબ જ કામ કર્યું છે. તેમણે આ ફિલ્મમાં નેગેટિવ કિરદાર થી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. વળી તેમની પત્નીનું નામ કૃતિકા સેંગર છે, જે રાણી લક્ષ્મીબાઈ અને કસમ તેરે પ્યાર કી જેવી ઘણી સુપરહિટ ધારાવાહિકોમાં કામ કરી ચૂકી છે. જ્યારે નિકિતન ધીરે મિશન ઈસ્તાંબુલ, ચેન્નઈ એક્સપ્રેસ, દબંગ-૨ અને રેડી જેવી ઘણી ફિલ્મોમાં વિલનનું કિરદાર નિભાવેલ છે. આ બંનેએ વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા.

સોનુ સૂદ અને સોનાલી

સોનુ સુદ આજે પોતાના સારા કાર્યો માટે ઓળખવામાં આવે છે. પરંતુ તે પહેલાં તેમની ઓળખ એક વિલન અભિનેતાનાં રૂપમાં કરવામાં આવતી હતી. હકિકત સોનુ સૂદે ઘણી ફિલ્મોમાં નેગેટિવ કિરદાર કરેલા છે. તેમણે બોલીવુડ સિવાય સાઉથની ફિલ્મોમાં પણ નેગેટીવ કિરદાર કરેલ છે. સોનુ સૂદે વર્ષ ૧૯૯૬માં સોનાલી સાથે લગ્ન કર્યા હતા અને તેમના બે બાળકો છે.

પરેશ રાવલ અને સ્વરૂપ સંપત

પરેશ રાવલ જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, તો તેમણે નેગેટિવ કિરદાર જ મળતા હતા. આ કિરદારને તેમણે ખૂબ જ સારી રીતે નિભાવ્યા અને ખૂબ જ ઓછા સમયમાં તેઓ ફેમસ થઈ ગયા. પરેશ રાવલે પૂર્વ મિસ ઈન્ડિયા સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા છે. આ વિવાહથી તેમને બે બાળકો છે. પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપત પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

ગુલશન ગ્રોવર અને કશિશ ગ્રોવર

ગુલશન ગ્રોવર બોલિવૂડનાં જાણીતા વિલન છે અને તેમણે લગભગ દરેક ફિલ્મોમાં નેગેટિવ રોલ કરેલ છે. ગુલશન ગ્રોવરે પોતાના જીવનમાં બે વિવાહ કર્યા છે. તેમના પહેલા લગ્ન ફક્ત બે વર્ષની અંદર તૂટી ગયા હતા. પહેલી પત્નીથી અલગ થયા બાદ તેમણે કશિશ ગ્રોવર સાથે વર્ષ ૨૦૦૧માં લગ્ન કર્યા હતા.

શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરે

શક્તિ કપૂરે વિલનનાં પાત્રમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે ખલનાયક સિવાય તેઓ કોમેડી ભૂમિકામાં પણ નજર આવ્યા હતા. તેમની પત્નીનું નામ શિવાંગી કોલ્હાપુરે છે. શિવાંગી કોલ્હાપુરે એ પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલના દિવસોમાં તેમના બે બાળકો છે.

રેણુકા શહાણે અને આશુતોષ રાણા

આશુતોષ રાણા પોતાના નેગેટિવ કિરદાર માટે ઓળખવામાં આવે છે. તેમણે દુશ્મન, સંઘર્ષ અને બાદલ જેવી ફિલ્મોમાં વિલનનો રોલ કરેલ છે અને આ ફિલ્મમાં તેમણે કરેલા રોલને આજે પણ લોકો યાદ કરે છે. આશુતોષ રાણાની પત્ની અભિનેત્રી રેણુકા શહાણે છે. ફિલ્મ હમ આપકે હે કોન નજર આવી ચુકેલી અભિનેત્રી રેણુકા શહાણેએ ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કરેલ છે. તેમણે વર્ષ ૨૦૧૧માં આશુતોષ રાણા સાથે વિવાહ કર્યા હતા.

પૂજા બત્રા અને નવાબ શાહ

નવાબ શાહ એક જાણીતા અભિનેતા છે અને તેમણે પણ લોકોનું દિલ પોતાના નેગેટિવ કિરદાર થી જીતી લીધું છે. નવાબ શાહે અભિનેત્રી પૂજા બત્રા સાથે લગ્ન કર્યા છે. તેમણે થોડા વર્ષ પહેલાં જ વિવાહ કર્યા છે. પૂજા બત્રા ૯૦નાં દશકની ફેમસ અભિનેત્રી હતી.

પોની વર્મા અને પ્રકાશ રાજ

પોની વર્મા એક કોરિયોગ્રાફર છે અને તેમણે વર્ષ ૨૦૧૦માં પ્રકાશ રાજ સાથે લગ્ન કર્યા હતા. પ્રકાશ રાજે બોલીવુડ સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કરેલ છે. તેમણે સિંઘમ, વોન્ટેડ, દબંગ-૨ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં વિલનનાં પાત્રમાં કામ કરેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *