ખુબ જ વેચાઈ રહી છે આ સસ્તી કાર, કિંમત ૩ લાખથી પણ ઓછી, ૩૦km થી વધારે એવરેજ

Posted by

ભારતમાં મોટી સંખ્યામાં ગ્રાહક એન્ટ્રી લેવલની ગાડી ખરીદવાનું પસંદ કરે છે. દર મહિને આ સેગમેન્ટ ની હજારો કારોનું વેચાણ થતું હોય છે. મારુતિ સુઝુકી થી લઈને ટાટા મોટર્સ હોન્ડા ઇન્ડિયા અને રેનો જેવી કંપનીઓ આ સેગમેન્ટમાં ખુબ જ એકબીજાને ટક્કર આપતી નજર આવે છે. અહીંયા અમે તમને જુન મહિનામાં એન્ટ્રી લેવલની હેચબેક ગાડીઓનાં વેચાણનાં આંકડા જણાવવાના છીએ. તેમાં જો તમે પણ એક સસ્તી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે.

Alto એ ફરીથી બતાવ્યો જલવો

એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં એકવાર ફરીથી મારુતિ સુઝુકી Alto બેસ્ટ સેલિંગ કાર રહી છે. જુન ૨૦૨૧માં મારુતિ સુઝુકી અલ્ટોનું ૧૨,૫૧૩ યુનિટનું વેચાણ થયું છે. વળી પાછલા વર્ષે જુન મહિનામાં તેનું ફક્ત ૭,૮૯૮ યૂનિટ્સનું વેચાણ થયું હતું. આ રીતે આ કારને ૭૧ ટકાનો ગ્રોથ પ્રાપ્ત થયો છે. જણાવી દઈએ કે કારની કિંમત ૨.૯૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે પેટ્રોલ એન્જિન સિવાય સીએનજી ઓપ્શનમાં પણ આવે છે. પેટ્રોલમાં તે ૨૨.૦૫ કિલોમીટર પ્રતિ લીટર અને સીએનજી ની સાથે ૩૧.૫૯ કિલોગ્રામ નું માઇલેજ આપે છે.

Tata Tiago બીજા નંબર પર

સેગમેન્ટમાં બીજા નંબર પર ટાટા ટીઆગો હેચબેક રહી છે. જુન ૨૦૨૧માં ટિયાગોનાં ૪,૮૮૧ યુનિટનું વેચાણ થયું છે. વળી પાછલા વર્ષે આ મહિનામાં તેનો ફક્ત ૪,૦૬૯ યુનિટનું વેચાણ થયું હતું. તે પોતાના સેગમેન્ટની સૌથી સુરક્ષિત કાર છે. ગાડીમાં ૧.૨ લીટરનું Revotron પેટ્રોલ એન્જિન મળે છે, જે ૮૪ બીએચપીનો પાવર અને ૧૧૩ એનએમ નો ટોર્ક જનરેટ કરે છે. તેની કિંમત ૪.૯૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ત્રીજા નંબર પર Renault Kwid

ત્રીજા નંબર પર રેનોલ્ટ ક્વીડ રહી છે, જેનું જુનમાં વેચાણ ફક્ત ૨,૧૬૧ યુનિટ થયેલું છે. જુન ૨૦૨૦માં Kwid નું વેચાણ ૨,૪૪૧ થયું હતું એટલે કે વાર્ષિક દરથી આ હેચબેક કારના વેચાણમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. Renault Kwid પેટ્રોલ એન્જિન માં આવે છે. તેમાં ૭૯૯ સીસી (૫૩ બીએચપી અને ૭૨ એનએમ) તથા ૧.૦ લીટર (૬૭ બીએચપી અને ૯૧ એનએમ)નાં એન્જિન ઓપ્શન આપવામાં આવેલ છે. કારની કિંમત ૩.૩૨ લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *