ખુશખબરી ! કોરોના વેકસીન બનાવવાની ખુબ જ નજીક છે વૈજ્ઞાનિકો, સફળતાથી બસ એક ડગલું જ દુર

Posted by

કોરોનાને લીધે પૂરી દુનિયામાં તબાહી થઈ રહી છે. અત્યાર સુધી લાખો લોકો આ મહામારીને લીધે મરી ચૂક્યા છે અને હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. સંક્રમિત વ્યક્તિઓનો આંકડો અને મૃત્યુઆંક દિવસે-દિવસે વધતો જઈ રહ્યો છે. તેવામાં લોકોની અંદર આ મહામારીને લઈને ખૂબ જ નિરાશા વધી રહી છે. દરેકના મનમાં તે સવાલ થાય છે કે આ રોગ ક્યારે સંપૂર્ણ રીતે નાશ થશે અને ક્યારે લોકો તેમાંથી આઝાદ થશે. આ સારી ચિંતાઓ વચ્ચે બ્રિટનના વૈજ્ઞાનિકોએ તરફથી એક આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.

ટેસ્ટીંગ થશે ચાલુ

ખબર અનુસાર કોરોનાને જડમૂળ માંથી નાશ કરવા માટે વેકસીન તૈયાર કરવામાં આવી છે. તે ૨૩ એપ્રિલના માણસ ઉપર તેનું ટેસ્ટિંગ ચાલુ થઈ રહ્યું છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો દુનિયામાં કોરોનાનો સંપૂર્ણ રીતે નાશ થઈ જશે અને આ સુપર વેક્સિંગ સાબિત થશે. આ પ્રયોગને સફળ બનાવવા માટે લંડનનાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ખૂબ જ નજીક છે. કોઈપણ વેકસીનનું માણસ ઉપર પરીક્ષણ જ સૌથી મહત્વનુ પગલું હોય છે. ત્યાર પછી કોઈ પણ બીમારીના ઇન્જેક્શનની સફળતા નક્કી થાય છે.

આ સુપર વેકસીનની વાત કરીએ તો તેને નામ આપવામાં આવ્યું છે – ચાડોક્સ વન. ખબર અનુસાર ૩ ફેઝમાં આ વેકસીનનો ઉપયોગ દર્દી પર કરવામાં આવશે. પહેલા ફેઝમાં વેકસીનનું ટ્રાયલ ૫૧૦ વોલંટિયર્સ પર કરવામાં આવી રહ્યું છે. બીજા ફેઝમાં સિનિયર સિટીઝન્સ એટલે કે ૬૦ વર્ષથી ઉપરના લોકો પર આ વેકસીનનો ઉપયોગ કરવામાં આવશે. ત્રીજા ચરણમાં ૫૦૦૦ વોલંટિયર્સ પર તેની અસર જોવા મળશે.

સુપર વેકસીનનું પ્રોડક્શન ચાલુ

જો આ પ્રયોગ સફળ થશે તો સપ્ટેમ્બર સુધી ૧૦ લાખ વેકસીન ઉપયોગમાં લેવામાં આવશે. ઓક્ષફોર્ડ યુનિવર્સિટી ના પ્રોફેસર સરાહ ગિલ્બર્ટ જણાવ્યું કે તેમની ટીમ અજાણી બીમારી પર કામ કરી રહી હતી. આ બીમારીને ડિસિજ એક્સ નામ આપવામાં આવ્યું હતું. કારણ કે આવતા સમયમાં કોઈ મહામારી ફેલાય તો અમે તેનો સામનો કરી શકીએ. આ વાતનો અંદાજો તો અમને પણ ન હતો કે આટલી જલદી આ વેકસીન જરૂરત પડી જશે. આ ટેકનીકને અમે અનેક અલગ-અલગ બીમારી પર ટ્રાય કરી ચૂક્યા છીએ અને તેનો રિસ્પોન્સ ખૂબ જ સારો રહ્યો છે. તેનો સિંગલ ડોજ ઇમ્યુનિટી સારી બનાવી શકે છે.

કોરોનાની મહામારીને જોતા અનેક દેશોના વૈજ્ઞાનિકો વેકસીનની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ બ્રિટેન તેમાં સૌથી આગળ છે. તેનું સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ તેની પર વિશ્વાસ રાખીને કહ્યું છે કે ટ્રાયલની સાથે-સાથે દુનિયામાં ૭ સેન્ટર પર વેકસીનનું પ્રોડક્શન પણ ચાલુ થઈ ગયું છે, આ સેન્ટરમાં ભારતનું નામ પણ છે. યુનિવર્સિટીના પ્રોફેસર એડ્રિયલ હિલે કહ્યું છે કે અમે આ વેકસીનને બનાવવામાં જોખમ લીધું છે. આ કોઈ નાના સ્તર પર નથી અમે દુનિયાના ૭ અલગ અલગ ઉત્પાદકોના નેટવર્કની મદદથી વેકસીન તૈયાર કરી રહ્યા છે. અમારા ત્રણ પાર્ટનર યુકેમાં છે, બે યુરોપમાં,  એક ચીનમાં અને એક ભારતમાં. આ ટ્રાયલ માટે બ્રિટન સરકારે ૨૧૦ કરોડ રૂપિયા આપવાનું એલાન પણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *