કિયારા અડવાની ની ટ્રાવેલ બેગની કિંમત જાણીને તમારા હોશ ઊડી જશે, આટલી કિંમતમાં તો કાર આવી જાય

Posted by

બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી પોતાની એક્ટિંગની સાથે સુંદરતાથી પણ ફેમસ છે. ફ્લોલેસ સ્કિન, ટોન્ડ બોડી અને બ્યુટીફુલ સ્માઇલની મલિક કિયારા અડવાણીની સુંદરતાના  દિવાના દુનિયાભરમાં રહેલા છે. સોશિયલ મીડિયા પર ઍક્ટ્રેસની નવી-નવી તસ્વીરો સામે આવે છે. શનિવારે સાંજે બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા અડવાણી અને કરણ જોહરને મુંબઈના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં ત્રણેય સ્ટાર પોતાની અપકમિંગ ફિલ્મ “શેરશાહ” નાં પ્રમોશનલ ઈવેન્ટ માટે લદાખ સ્થિત કારગીલ શહેર માટે રવાના થયા. જોકે આ દરમિયાન કિયારાનો લુક એવો હતો, જેના પરથી ઈચ્છીને પણ નજર હટાવવી મુશ્કેલ થઇ રહી હતી.

પોતાના લુક માટે કિયારા અડવાણી ઘણા સ્ટાઇલીસ અંદાજમાં ફ્લોન્ટ કરતી દેખાઈ હતી. આ દરમિયાન એક્ટ્રેસે પોતાના માટે ત્રણ પીસ સેપરેટ સેટ પસંદ કર્યો હતો. જેમાંથી સૌથી વધારે આકર્ષક પાર્ટ અને લુકમાં સુંદરતાને વધારવાનું કામ અભિનેત્રીની ઉંચી એડી વાળા બુટ કરી રહ્યા હતા.

અભિનેત્રીએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે વાઈટ કલરની ટી-શર્ટ પહેરી હતી. જેમાં રાઉન્ડ નેક લાઈન બની હતી. ટીશર્ટ પર “દીલ માંગે મોર” પ્રિન્ટ બની હતી. જેની સાથે હાફ સ્લીવ ને જોડવામાં આવી હતી. જ્યારે આ સિમ્પલ ટી-શર્ટ સાથે કિયારાએ કાર્ગો પેટન વાળી ક્રોપ જેકેટ પહેરી હતી.

પોતાના આ સ્પોર્ટી અને ગર્લી વાઈબ્સ વાળા લુક સાથે કીયારાએ ડાર્ક બ્લુ કલર ની હાઈ રાઈઝ જીન્સ પહેરી હતી. બોટમ ની પેટન સ્કીની ફિટ હતી જે અપર લુક સાથે ઘણી સારી રીતે કોમ્પ્લીમેન્ટ કરી રહી હતી. જ્યારે આ કલોથ્સ ની સાથે કિયારા એ ઉંચી એડી ના બૂટ પહેર્યા હતા જે એક્ટ્રેસની થાઇસ ને કવર કરી રહ્યા હતા.

પોતાની આ આઉટફિટ સાથે કિયારાએ ફ્રેંચ લક્ઝરી ફેશન ડિઝાઇન Christian Louboutin ની ડિઝાઈન કરેલી ગ્રીન ટોટ બેગ હાથમાં કેરી કરતી દેખાઈ હતી. કિયારાની આ હેન્ડ હેન્ડલ બેગની કિંમત લગભગ ૧ લાખની આસપાસ છે.

આ વર્ક રિલેટેડ વિઝીટ માટે સિદ્ધાર્થ – કિયારા અને કરણ પણ નજર આવ્યા. હંમેશાની જેમ જ આ સમયે પણ કરણ જોહરનો લુક ઘણો અતરંગી દેખાઈ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *