બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ની જાણીતી એક્ટ્રેસ અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસ્વીરો નો પટારો એકવાર ફરીથી ખુલી ગયો છે. હકીકતમાં લગ્ન બાદ હવે કિયારા અડવાણી અને સિદ્ધાર્થના પ્રી-વેડિંગ ફંક્શન ની તસ્વીરો સામે આવી રહી છે, જેમાં તે બંને એકબીજાની સાથે ખુબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ફેન્સ ને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની હલ્દી સેરેમની ની તસ્વીરો જોવા મળી તો તેમણે ખુબ જ પ્રેમ વરસાવ્યો હતો. તો ચાલો જોઈએ કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની હાર્દિક સેરેમની ની તસ્વીરો.
જણાવી દઈએ કે હલદી સેરેમની ની તસ્વીરો ને કીયારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરેલ છે. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે બંને એકબીજાની સાથે ખુબ જ રોમેન્ટિક અને ખુશ નજર આવી રહ્યા છે. કિયારા આ દરમિયાન સિદ્ધાર્થ ની આંખો તરફ જોઈ રહેલી નજર આવી રહેલ છે, તો વળી ચશ્મા લગાવેલા સિદ્ધાર્થ ખુબ જ ડેશિંગ જોવા મળી રહેલ છે. આ દરમિયાન સિદ્ધાર્થ અને કિયાનો લુક પણ ખુબ જબરજસ્ત હતો.
જ્યારે કિયારા એ આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી તો થોડી મિનિટોમાં રીતે વાયરલ થઈ ગઈ અને લોકોએ તેની ઉપર ખુબ જ પ્રેમ વરસાવ્યો હતો. જોઈ શકાય છે કે હલ્દી સેરેમની માં કિયારા જરીદાર ઓફ વ્હાઇટ કલરનો લહેંગો પહેરેલી નજર આવી રહી છે, જેમા તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેની સાથે તેણે પોતાના લુકને કમ્પલીટ કરવા માટે હેવી નેકલેસ પણ પહેરેલો છે. સાથોસાથ પીળા કલરનો નેટ દુપટ્ટો પણ રાખેલો છે, જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહેલ છે.
વળી સિદ્ધાર્થ દર વખતની જેમ હેન્ડસમ જોવા મળી રહેલ છે. તેમણે આ દરમિયાન પીળો કુર્તો પઠાણી સલવારની સાથે પહેરેલો હતો. સાથો સાથ તેણે પ્રિન્ટેડ શાલ રાખેલી હતી, જે એક શાહી અંદાજ આપી રહેલ છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર કિયારા અને સિદ્ધાર્થની આ તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને યુઝર્સ ની વચ્ચે પણ ખુશી જોવા મળી રહી છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની તસ્વીરો ને બોલીવુડના અન્ય સિતારાઓના લગ્નની તસ્વીરો કરતા ખુબ જ વધારે લાઇક મળેલ છે. આ તસ્વીરો એ પોતાના નામે એક રેકોર્ડ પણ નોંધાવેલો છે.
કિયારા અને સિદ્ધાર્થના લગ્ન ૭ ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનનાં જેસલમેર ના સુર્યગઢ પેલેસમાં થયા હતા, જ્યાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અમુક મહેમાનો સામેલ થયા હતા. ત્યારબાદ તેમણે દિલ્હીમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું, જેમાં તેમના પરિવાર સાથે જોડાયેલા અમુક નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા. ત્યારબાદ સિદ્ધાર્થ અને કિયારા એ ૧૨ ફેબ્રુઆરીનાં રોજ મુંબઈમાં એક મોટું રિસેપ્શન આપ્યું હતું, જેમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તમામ સિતારાઓ સામેલ થયા હતા.