કિડનીનાં દુશ્મન છે આ ૪ ડ્રિંક્સ, આજથી જ બંધ કરી દો નહિતર ડેમેજ થઈ શકે છે કિડની

ફેવરીટ ડ્રીંક થી ખરાબ થઈ શકે છે કિડની? જી હાં, અમુક જાણીતા ડ્રીંક છે જેને તેમે તમે ખુબ જ પસંદ કરતા હશો. પરંતુ તે તમારી કિડનીનાં સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. લાંબા સમય સુધી આ ડ્રીંકનું સેવન કરવાથી તમારી કિડની ખરાબ પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે કોલ્ડ્રીંક, સોડા, આલ્કોહોલ, પેકડ જ્યુસ વગેરેનું સેવન બંધ કરી દો. તેનો ટેસ્ટ ભલે જ તમને સારો લાગતો હોય, પરંતુ લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી કિડની ડૅમેજ ની સાથે ઘણી બીમારીઓ થઈ શકે છે. તમે વિચારી રહ્યા હશો કે પૅકડ જ્યુસ થી કેવી રીતે કિડની ખરાબ કરી શકે છે, પરંતુ તેમાં રહેલા એક્સ્ટ્રા સુગર કિડની ડીસીઝ માટે જવાબદાર હોય છે. વળી સોડામાં હાયફ્રુક્તોઝ કોર્ન સીરપ હોય છે, જે કિડની માટે સારું માનવામાં આવતું નથી. ચાલો જાણીએ કે કયા જાણીતા ડ્રીંકનાં સેવનથી તમારી કિડની પર તેની અસર પડી શકે છે.

કોલ્ડ્રિંક્સ

જો તમે કોલ્ડ્રિંક્સ લવર છો અને દરરોજ તેને પીવાનું પસંદ કરો છો, તો તમને જણાવી દઈએ કે કોલ્ડ્રિંક્સમાં ફોસ્ફરસ એસીડ હોય છે. જેનાથી કિડની ડીસીઝ થવાની આશંકા વધી જાય છે. જો તમે કિડનીને હેલ્ધી રાખવા ઈચ્છો તો કોલ્ડ્રિંકનું સેવન ન કરો. વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત એક જર્નલ પ્રમાણે ૨,૩૮૨ લોકોનાં સર્વેમાં જે લોકોએ એક અઠવાડિયામાં કોલ્ડ્રીંકનું સેવન વધારે કર્યું, તેમાં કિડની ડિસીઝનું રિસ્ક વધારે નજર આવ્યું, તે સિવાય કે જેમણે કોલ્ડ્રિંક્સનું સેવન ન કર્યુ હતું.

ડાયેટ સોડા

જો તમને લાગે છે કે ડાયેટ સોડા એક  હેલ્ધી વિકલ્પ છે, તો એવું જરા પણ નથી. પરંતુ આ તમારી કિડનીનાં સ્વાસ્થ્યને બગાડી શકે છે. ડાયટ સોડામાં હાયફ્રુક્તોઝ કોર્ન સીરપ મેળવવામાં આવે છે, જે કિડની માટે સારૂ નથી હોતું. જે લોકો દરરોજ કે અઠવાડિયામાં ૩ વખત થી વધારે ડાયેટ સોડા પીવે છે, તેની કિડની જલ્દી ખરાબ થઈ શકે છે. અમુક લોકોને લાગે છે કે ડાયેટ સોડા બીજા ડ્રીંકની સરખામણીમાં હેલ્ધી અને ઓછી સુગરમાં બને છે, જોકે એવું નથી. જો તમે તેનું સેવન કરો છો, તો તરત બંધ કરી દો.

આલ્કોહોલ

વળી શરાબનાં સેવન પર પ્રતિબંધ છે. પરંતુ તમે રોજના આલ્કોહોલનું સેવન કરો છો, તો લિવર સાથે સાથે તમારી કિડની પણ ખરાબ થઈ શકે છે. જે લોકો આલ્કોહોલનો વધારે સેવન કરે છે, તેમને યુરિનમાં આલ્બુમિન પ્રોટીન કન્ટેન્ટ વધેલું મળી આવે છે, જે કિડની ડિસીઝનું એક સંકેત માનવામાં આવે છે. એટલા માટે તમારે આલ્કોહોલનું સેવન જરા પણ કરવું જોઈએ નહીં. ૬,૨૫૯ લોકો પર કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે જે લોકો હેવિ ડ્રીન્કર હોય છે, તેમનામાં કિડની ફેલ્યરનાં ચાન્સ વધારે હોય છે.

પેકડ જ્યુસ

લોકો પેકડ જ્યુસ ને હેલ્ધી સમજીને પોતાની ડાયટમાં સામેલ કરે છે, પરંતુ પેકડ જ્યુસ માં સુગરની માત્રા ઘણી વધારે હોય છે અને સાથે જ તેમાં ઘણી વધારે કેલોરી પણ હોય છે. પેકડ જ્યુસ કિડનીને પણ બીમાર બનાવી શકે છે. જે લોકો વધારે મીઠી ડ્રીંકનું સેવન કરે છે, તેમને કિડનીની બીમારી થવાની આશંકા વધારે રહે છે.

તો જોયું તમે આ ડ્રીંક તમારા સ્વાસ્થ્યને કઈ રીતે ખરાબ કરી શકે છે. લાંબા સમય સુધી તેનું સેવન તમારી કિડનીને સંપુર્ણ રીતે ખરાબ કરી શકે છે. એટલા માટે તેનું સેવન કરવાથી બચો.