કિમ જોંગ ની “ડેથ મિસ્ટ્રી” પર સૌથી મોટો ખુલાસો, ૨૦ દિવસ બાદ સામે આવી નવી તસ્વીરો

Posted by

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન નાં ગાયબ થવાની અટકળો પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. ઘણા દિવસોથી તાનાશાહની તબિયત ખરાબ હોવાના અને તેમના મૃત્યુને લઇને અલગ-અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. હવે એક રિપોર્ટ સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કિમ જીવતા છે. ઉત્તર કોરિયાની ન્યુઝ એજન્સી KCNA દ્વારા ટાંકીને આવેલ રિપોર્ટ દેશ-દુનિયાના મીડિયામાં છવાઈ ગઈ છે.

લગભગ ૨૦ દિવસો બાદ કિમ જોંગ ની નવી તસવીરો સામે આવી છે. કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (KCNA) અનુસાર કિમ જોંગ ઉન ને સુનચિઓન માં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીના બનીને તૈયાર થવાના અવસર પર આયોજીત સમારોહમાં ભાગ લીધો હતો. આ જગ્યા રાજધાની પ્યોંગયાંગ થી નજીક છે. તસવીરમાં દેખાઈ રહ્યું છે કે કાર્યક્રમ દરમ્યાન તેમની બહેન કિમ યો જોંગ પણ ત્યાં હાજર રહેલ છે.

તમને જણાવી દઈએ કે નોર્થ કોરિયાના નાશા કિમ જોંગ ઉન નાં સ્વાસ્થ્યને લઈને પાછલા ઘણા દિવસોથી ઘણા પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. અમુક રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવેલ હતું કે કિમ ખૂબ જ બીમાર છે અને તેમની હાર્ટ સર્જરી કરવામાં આવેલ છે. અમુક રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તાનાશાહની તબિયતને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ બનેલી હતી.

જોકે કિમ ક્યાં છે અને તેનું સ્વાસ્થ્ય કેવું છે તે પોતાની રીતે એક રહસ્યનો વિષય છે. તમને જણાવી દઈએ કે ૧૧ એપ્રિલ બાદ તે સરકારી મીડિયામાં દેખાઈ રહ્યા નહોતા. તેના એક દિવસ બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

તે પહેલા શુક્રવારે અમુક સેટેલાઈટ તસવીરો પણ સામે આવી હતી. જેમાં તેમના લોકેશન વિશે દાવો કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવેલ હતું કે કિમનું લક્ઝરિયસ યોટ તેમના પસંદગીના વિલા પાસે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે કિમ ઉત્તર કોરિયામાં વોનસન ની આસપાસ કોઈ તટીય રિસોર્ટમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *