મહોબ્બતે ગર્લ કિમ શર્માનાં અત્યાર સુધીમાં ૬ અફેર રહ્યા છે અને હવે આ સેલિબ્રિટી સાથે કરી રહી છે એન્જોય, જુઓ તસ્વીરો

Posted by

અભિનેત્રી કિમ લગભગ ૧૦ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં અમુક મુવી બનાવી, પરંતુ પોતાના અફેરને લઈને તે ચર્ચામાં રહે છે. કિમ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે અને તેમના પહેલા પ્રેમનાં રૂપમાં ક્રિકેટર યુવરાજ સિંહ પણ ચર્ચામાં રહ્યા હતા. મતલબ ૨૦૦૩માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને ૪ વર્ષ સુધી સાથે હતા. પછી બંને અલગ થઈ ગયા. વળી કિમ અને યુવરાજ મિત્ર છે. વર્ષ ૨૦૧૯માં યુવરાજ સિંહ, હેજલ કિચ સાથે તેમની ફોટો સામે આવી હતી.

કિમ અને કેરોલસ મેરિન

હકીકતમાં ત્યારબાદ કિમ શર્માએ અલી પુંજાની સાથે લગ્ન કર્યા પરંતુ આ પહેલા કિમ શર્માએ સ્પેનિશ બોયફ્રેન્ડ સાથે ડેટિંગ કરી. કિમ શર્માએ કેરોલસ મેરિન સાથે સગાઈ કરી હતી. પરંતુ લગ્નનાં પહેલા જ બંનેનો રિલેશન ટુટી ગયો અને બંને આ કારણને લીધે અલગ થઈ ગયા.

બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યાં

જ્યારે કિમ શર્માએ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા અને કેન્યા રહેવા ચાલી ગઈ. કારણકે અલી કેન્યામાં જ રહેતા હતા. પરંતુ ૬ વર્ષમાં લગ્ન તુટી ગયા. હવે કીમ કેન્યા છોડીને ભારત આવી ગઈ છે.

અર્જુન ખન્ના સાથે અંતર ઘટ્યું

હકીકતમાં કિમ શર્મા અને અર્જુન ખન્ના બંને ઘણીવાર સાથે દેખાયા. બન્નેને ઘણા અવસર પર સાથે જોવામાં આવતા હતા. કહેવાય છે કે અર્જુન ખન્ના અને તેમની પત્ની શેફાલીમાં કલેશનું કારણ કિમ શર્મા હતી. કહેવાય છે કે આ કારણને લીધે બંને પતિ-પત્ની અલગ અલગ રહેતા હતાં.

હર્ષવર્ધન રાને સાથે દિલ્લગી

જણાવી દઇએ કે કિમ અને હર્ષવર્ધન રાનેની સોશિયલ મીડિયા પર ફોટો ચર્ચામાં રહી. હર્ષવર્ધને પોતાના રિલેશનશિપનો સ્પષ્ટપણે સ્વીકાર કર્યો હતો. ૨૦૧૭માં પહેલીવાર હર્ષવર્ધન અને કિમનાં ડેટિંગ ની ખબર પડી. હકીકતમાં આ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને આ કારણે ૨૦૧૯માં બંને અલગ થઇ ગયા હતા.

અમિત સાધ સાથે નામ જોડાયું

જોકે અમિત સાધ વર્ષ ૨૦૨૦માં દુબઈ પહોંચ્યા જ્યાં તે કિમ શર્મા સાથે દેખાયા અને ત્યારથી બંને વચ્ચે રોમાન્સનાં સમાચારો હતા. અમિત સાધ એ તેને અફવા જણાવી. તેમણે કહ્યું, અમે અચાનક જ એક રેસ્ટોરન્ટમાં મળ્યા હતા તો અમારી વચ્ચે હાઈ-હેલ્લો થયું, બસ એટલું જ હતું.’

લિએન્ડર પેસ સાથે કિમ ની ચર્ચા

તમને જણાવી દઈએ કે લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા હાલમાં ચર્ચામાં છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની ગોવા વેકેશનની ફોટો ચર્ચામાં છે. આ ફોટોમાં બંને ઘણા નજીક દેખાઈ રહ્યા છે. લિએન્ડર પેસ અને કિમ સેલિબ્રિટી હોટ સ્પોટ રેસ્ટોરન્ટ Pousada By The Beach ગયા હતા, જ્યાં તેમણે ખુબ જ એન્જોય કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *