Kinder Joy નાં પ્રોડક્ટ ખાવાથી બાળકોમાં ફેલાઈ રહી છે બીમારી, જો તમારું બાળક પણ ખાય છે જરૂરથી જાણી લેજો

દુનિયાભરમાં બાળકોમાં Kinder Joy નાં પ્રોડક્ટ ખુબ જ લોકપ્રિય છે. જે આ ઉત્પાદનોને બનાવવા વાળી કંપની Ferrero એ પોતાના એક પ્રોડક્ટ ને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત ન હોવાને લીધે બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં યુકેની ખાદ્ય સુરક્ષા એજન્સી FSA દ્વારા ઉપભોક્તાઓને બ્રાન્ડના અમુક ઉત્પાદનોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. FSA દ્વારા કિન્ડર નાં ખાદ્ય ઉત્પાદનો સાલ્મોનેલા સંક્રમણ ફેલાવાની વચ્ચે સંબંધ હોવાની સંભાવના છે.

કંપનીએ આપ્યો જવાબ

મીડિયા રિપોર્ટમાં પુછવામાં આવેલા સવાલના જવાબમાં કંપનીએ જણાવ્યું હતું કે અમુક દેશોમાં સાલ્મોનેલા નાં સંક્રમણ ની સાથે કોઈપણ પ્રકારના સંભવિત સંબંધ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલામાં Ferrero સ્થાનીય ખાદ્ય અધિકારીઓની સાથે સહયોગ કરી રહે છે. જોકે બજારમાં રહેલા અમારા કિંડર ઉત્પાદનો માંથી કોઈ માંથી પણ સાલ્મોનેલા માટે પોઝિટિવ રિપોર્ટ મળેલ નથી. Ferrero તેને ખુબ જ ગંભીરતાથી લઇ રહ્યું છે. કારણ કે ગ્રાહકોનો સ્વાસ્થ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ભારતમાં કોઈ પણ પ્રોડક્ટ અને પરત લેવામાં આવેલ નથી

કંપનીએ આગળ જણાવ્યું હતું કે Ferrero India દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવેલ છે કે બેલ્જિયમમાં બનેલ કિંડર સરપ્રાઈઝ થી પરત લેવા માટે ભારતનું નામ શામેલ નથી. ફેરો ઇન્ડિયા બારામતી કિંડર જોય નું નિર્માણ કરે છે. તેને સ્થાનીય લાગુ નિયમોનું પાલન કરીને બનાવવામાં આવે છે, જ્યાંથી તેને સમગ્ર દેશમાં વેચવામાં આવે છે.

કિન્ડર જોય અને કિંડર સરપ્રાઈઝ માં અંતર

કંપનીએ જણાવ્યું હતું કે પરત લેવામાં આવી રહેલ પ્રોડક્ટ Kinder Surprise અને kinder Joy માં અંતર છે. કિંડર જોય નાં બે ભાગ હોય છે જેમાં મિલ્કી અને કોકો સ્પ્રેડ ની સાથે બે કોટેડ વેફર બિસ્કીટ હોય છે. તેમાં એક રમકડું પણ શામેલ હોય છે. ચોકલેટ અને રમકડા ને એક સુરક્ષાત્મક પડ દ્વારા અલગ રાખવામાં આવે છે. વળી Kinder Surprise મિલ્કી વ્હાઇટ લાઇટનિંગ ની સાથે ફાઈન મિલક ચોકલેટ નો શેલ હોય છે. તેમાં પણ સાથે એક રમકડું હોય છે. કંપની ખાદ્ય સુરક્ષાને ખુબ જ ગંભીરતાથી લે છે.

શું છે સમગ્ર વિવાદ

યુકેની ખાદ્ય સુરક્ષા એજન્સી FSA દ્વારા ગ્રાહકોને Kinder Surprise નાં પ્રોડક્ટ અમુક ખાસ બેચનો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી હતી. FSA દ્વારા કિંડર નાં ખાદ્ય ઉત્પાદનો અને સાલ્મોનેલા સંક્રમણ ફેલાવવાની વચ્ચે સંબંધ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પ્રોડક્ટ બનાવવા વાળી કંપની Ferrero દ્વારા પોતાના એક પ્રોડક્ટને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત ન હોવાને લીધે તે બજારમાંથી પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.