ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં “ગરબા ક્વિન” નાં નામથી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવેની સગાઈ થોડા સમય પહેલા જ તુટી ગઈ હતી. જેનાથી કિંજલ દવેના ફેન્સને મોટો આંચકો લાગ્યો હતો. કિંજલ દવે અને તેના ભાઈ ની સગાઈ “સાટા પદ્ધતિ” અનુસાર કરવામાં આવી હતી. જેમાં કિંજલ દવેના ભાઈ આકાશ ની સગાઈ પવન જોશીની બહેન સાથે કરવામાં આવેલ હતી. પરંતુ મળતી માહિતી અનુસાર પવન જોશીની બહેને અન્ય વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની સગાઈ પણ તુટી ગઈ છે.
તમને જણાવી દઈએ કે હજુ પણ અમુક સમાજમાં સાટા પદ્ધતિ રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરા છોકરીના લગ્ન અન્ય પરિવારના છોકરા છોકરી સાથે કરવામાં આવે છે. વળી જો એક વ્યક્તિના લગ્ન જીવનમાં ભંગાણ પડે છે, તો બીજા વ્યક્તિના લગ્ન પણ એ જ ક્ષણે તુટી જવાની સંભાવના રહે છે, પછી ભલે તેઓ એકબીજા સાથે ગમે તેટલા સુખી હોય. આ રિવાજને કારણે બંને પરિવાર ના સભ્યોએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પોપ્યુલર ગુજરાતી સિંગર કિંજલ દવે હાલના દિવસોમાં પોતાની સગાઈ તુટવાને લઈને સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહેલ છે. સગાઈ તુટવાનો કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે પવન જોશી ની બહેન સાથે કિંજલ દવે ના ભાઈ ની સગાઈ કરવામાં આવી હતી અને પવન જોશીની બહેને અન્ય કોઈ યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ સાટા પદ્ધતિ અનુસાર કરવામાં આવેલ હતી, જેમાં પવન જોશીની બહેન ની સગાઈ કિંજલ દવેના ભાઈ સાથે કરવામાં આવેલ હતી.
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ ને થોડા સમયમાં જ પાંચ વર્ષ પુર્ણ થવાના હતા. આ કપલ દર વર્ષે પોતાની સગાઈની એનિવર્સરી ની ઉજવણી પણ ખુબ જ ધામધુમથી કરતા હતા. તે સિવાય બંને પોતાના જન્મદિવસ ઉપર પણ ખાસ રીતે સેલિબ્રેશન કરતા હતા. કિંજલ અને પવન બાળપણથી જ એકબીજાના મિત્ર હતા, જેના લીધે તે બંનેની વચ્ચે એક ખાસ બોન્ડીંગ હતું.
સગાઈ દરમિયાન કિંજલ અને અને પવનની સાથો સાથ કિંજલ દવેના ભાઈ આકાશ અને પવન જોશીની બહેન ની સગાઈ થયેલી હતી. વળી આ બધાની વચ્ચે પવન જોશીની બહેન અને આકાશની તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. કિંજલ દવે અને પવન જોશી એ પોતાના સોશિયલ મીડિયા ઉપરથી એકબીજાની સાથેની બધી જ તસ્વીરો ડીલીટ કરી દીધી છે.
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ દરમિયાન કિંજલ નો ભાઈ આકાશ અને પવનની બહેન પણ હાજર હતા. હવે તેની વચ્ચે પણ જોશીની બહેન અને આકાશની તસ્વીરો પણ હાલના સમયમાં સોશિયલ મીડિયા ઉપર છવાયેલી છે. ભલે કિંજલ અને પવન જોશી એ પોતાના સોશિયલ મીડિયા ઉપરથી એકબીજાની તસ્વીરો ડીલીટ કરી દીધી હોય, પરંતુ ઇન્ટરનેટ ઉપર તેમની ઘણી બધી તસ્વીરો રહેલી છે. તે સિવાય પવનની બહેન જાગૃતિ અને કિંજલનાં ભાઈ આકાશની પણ ઘણી તસ્વીરો સામે આવી ચુકેલ છે. થોડા સમય પહેલા આ ચારેય ઉદયપુરમાં એક સાથે હતા અને આ દરમિયાનની ઘણી તસ્વીરો તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલી હતી, જેમાં જાગૃતિ અને આકાશ પણ એક સાથે નજર આવી રહ્યા છે.
જાગૃતિ અને આકાશ એકબીજાના જન્મદિવસ ઉપર પણ સાથે રહેતા હતા. જાગૃતિના જન્મદિવસ પર આકાશ એ તેને પોતાના હાથથી કેક ખવડાવેલ હતી. તે સિવાય જાગૃતિની કિંજલ દવે સાથે પણ ખુબ જ સારી બોન્ડિંગ જોવા મળી રહી હતી. ત્યારબાદ જાગૃતિના એક નિર્ણયને લીધે બંને પરિવારને ખુશીઓ છીનવાઈ ગઈ છે. કિંજલ અને પવનની સગાઈ તુટવાને લીધે પણ તેમના ફેન્સને ખુબ જ મોટો આઘાત લાગ્યો છે.