કિન્નર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો મળી ગઈ તો સમજો લક્ષ્મીજી સાક્ષાત તમારા પર મહેરબાન છે

સામાન્ય રીતે તો લોકો કિન્નરોને જોઈને ગુસ્સો કરવા લાગે છે અથવા તો તેમનાથી દૂર જવા લાગે છે કે પછી પોતાનો રસ્તો  બદલી લે છે. પણ તમને ખબર નહીં હોય કે કિન્નરોને ભગવાન પાસેથી મળેલું એક વરદાન છે કે જેના વડે તેઓ કોઈપણ વ્યક્તિનું નસીબ ચમકાવી શકે છે.

પ્રાચીન સમયથી જ કિન્નરોને દાન આપવાની પરંપરા ચાલતી આવી રહી છે. આજે પણ ઘરના સારા પ્રસંગો પર કિન્નરોને ખાલી હાથે નથી જવા દેવામાં આવતા. એવું માનવમાં આવે છે કે કિન્નરોની દુઆ ખૂબ જ અસરકારક હોય છે, તેનાથી કોઈપણ વ્યક્તિનું નસીબ બદલી શકે છે.

આપણી આસપાસ ઘણીવાર આપણને શુભ પ્રસંગોમાં કિન્નરો જોવા મળે છે. આપણાં સમાજમાં કિન્નરો થી અંતર રાખવામા આવે છે. આથી તેઓ શુભ પ્રસંગો અને વાર તહેવારે આશિષ આપીને દાન લઈને પોતાનું જીવન વ્યતીત કરે છે. તેઓને સમાજમાં સ્થાન મળતું ના હોવાથી તેઓને પોતાનું ગુજરાન આ રીતે ચલાવવું પડે છે.

કિન્નરમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુનો રહેલા હોય છે. એવું પણ માનવમાં આવે છે કે કિન્નરની બદદુઆ ક્યારેય પણ લેવી ના જોઈએ એ સાચી પડી શકે છે. તેઓના આશીર્વાદ તમારું જીવન સુખમય પણ બનાવી શકે છે. આથી જ લોકો શુભ પ્રસંગોએ કિન્નરને દાન આપી રાજી કરે છે.

એવું પણ માનવમાં આવે છે કે કિન્નરોને કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય ગણવામાં આવે છે. મતલબ કે આ પુણ્ય જીવનભર તમારી સાથે રહે છે અને તેનું ફળ પણ જીવનભર તમારો સાથે આપે છે. તેમની દુઆઓ વ્યતિને દરેક વિપતિમાંથી બચાવે છે.

જો તમે પણ તમારા ઘર-પરિવારને સમસ્યાઓ માંથી મુક્ત કરવા માંગતા હોય તો કિન્નરને કોઈ દિવસ ખાલી હાથે ન જવા દેવા જોઈએ. તેમણે મીઠો આવકાર આપો, જો તમારાથી એ રાજી થઈ ગયા તો અને તમને દુઆ આપી દીધી તો તમે તમારા ધરેલા કામ પર પડી શકશો.

જો કિન્નર તમને ખુશ થઈને ભેટરૂપે સિક્કો આપે તો સમજી લો કે તમારી કિસ્મત ચમકી જશે. જો કિન્નર તમારી ખુશ હોય તો તમે તેમની પાસેથી સિક્કો માંગી પણ શકો છો અને જો તે પ્રેમથી એ સિક્કો આપી દે તો સમજી લો કે તમારા પર લક્ષ્મીજીની કૃપા વરસવા લાગશે. તમારા ઘરમાં ક્યારેય ધનની કમી થશે નહીં. તમારા ઘરમાં હંમેશા માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે.

કિન્નર દ્વારા આપવામાં આવેલા આ સિક્કાને લાલ કલરના કપડામાં વીંટીને પર્સમાં અથવા તો ઘર કે ઓફિસની તિજોરીમાં રાખી દેવું. જો તિજોરીના હોય તો જે જગ્યા પર ઘરેણાં અને પૈસા રાખતા હોય એ જગ્યા પર આ વસ્તુને રાખી દેવી. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત નથી થાય.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See Frist પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ જરૂરથી લાઇક કરી લેજો.