કિરણ રાવ સાથે છુટાછેડા લીધા બાદ હવે ત્રીજા લગ્ન કરવાની તૈયારીમાં છે આમિર ખાન? રિલ લાઇફ દિકરી સાથે જોડાયું છે નામ

Posted by

આમિર ખાનને બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવામાં આવે છે. કારણ કે તેઓ હંમેશા સમયને લઈને પાબંદ રહે છે. આમિર ખાન પોતાની પ્રોફેશનલ લાઇફમાં જેટલા પરફેક્ટ છે, તેમની પર્સનલ લાઇફ તેનાથી વિરુદ્ધ ગુંચવાયેલા રહે છે. જણાવી દઈએ કે આ વર્ષે આમિર ખાનનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમણે પોતાની પત્ની કિરણ રાવ સાથે છુટાછેડા લેવાનું એલાન કર્યું હતું. વળી વર્ષના ઓગસ્ટ મહિનામાં બંને પતિ-પત્નીએ છુટાછેડા લઇ લીધા હતા અને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ભલે આમિર અને કિરણ રાવ હવે એક સાથે નથી, પરંતુ હજુ પણ બંને ખુબ જ સારા મિત્ર બનીને એક સાથે ઘણી વખત જોવા મળે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે કિરણ રાવ પહેલા પણ આમિર ખાન એક વખત લગ્ન કરી ચુકેલા હતા. તેમની પહેલી પત્ની નું નામ રીના દત્ત હતું, જેના કારણે તેમને બે બાળકો આઇરા અને જુનેદ છે. વળી રીના સાથે છુટાછેડા લીધા બાદ તેમણે કિરણ સાથે વર્ષ ૨૦૦૫નાં ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. કિરણ થી આમિર ખાનને એક દીકરો છે જેનું નામ આઝાદ છે.

હાલમાં તો વાત એવી હતી કે આમિર ખાને બે છુટાછેડા અને બે લગ્ન કરેલા છે, પરંતુ હવે એક વાર ફરીથી આમીર ખાન ચર્ચામાં છવાઈ ગયા છે. જેનું કારણ તેમના ત્રીજા લગ્ન જણાવવામાં આવી રહેલ છે. એન્ટરટેનમેન્ટ વેબસાઈટ બોલીવુડ લાઇફ નાં એક નિવેદન અનુસાર આમિર ખાન ખુબ જ જલ્દી ત્રીજા લગ્ન કરવાની તૈયારીમાં જોડાયેલા છે.

જણાવી દઈએ કે હાલના દિવસોમાં આમિર ખાન “લાલ સિંહ ચઢ્ઢા” નાં શુંટિંગમાં વ્યસ્ત છે અને ફેન્સ તેમની આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. “થ્રી ઇડિયટ” બાદ આ ફિલ્મમાં તેમની સાથે કરિના કપુર એકવાર ફરીથી નજર આવશે. પરંતુ ફિલ્મ થી વધારે ચર્ચા તેમના ત્રીજા લગ્નની થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમના ત્રીજા લગ્નને લઈને અફવા ઉડાવવામાં આવી રહી છે અને દરેક લોકો તે જાણવા માટે આતુર છે કે આમિર ખાન કઈ એક્ટ્રેસને પોતાની હમસફર બનાવવા માટે તૈયાર છે.

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં આમિર ખાનનું નામ જે અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે તે એક સમયમાં તેમની કો-સ્ટાર રહી ચુકી છે. આ અભિનેત્રી અન્ય કોઈ નહીં પરંતુ ફાતિમા સના શેખ છે, જે હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર ખુબ જ ટ્રેન્ડ કરી રહી છે. લોકો દ્વારા એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આમિર ખાન પોતાની દંગલ વાળી આ એક્ટ્રેસ નાં પ્રેમમાં પાગલ છે અને એટલા માટે જ તેમણે કિરણ રાવને છુટાછેડા આપી દીધા છે.

વળી ફાતિમા સના શેખ ની વાત કરવામાં આવે તો તે આમિર ખાનને પોતાના ગુરૂ માને છે અને તેમની સાથે “દંગલ” અને “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” માં સાથે કામ કરી ચુકી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ફાતિમા સના શેખ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે તે અને આમિર ખાન સારા મિત્ર છે, પરંતુ ક્યારેય પણ તેમણે તેનાથી વધારે એકબીજાને મહત્વ આપ્યું નથી.

તેવામાં એવું કહેવું બિલકુલ અયોગ્ય નથી કે આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને જે અફવાઓ ચાલી રહી છે, તે બિલકુલ ખોટી છે અને હાલમાં આમિર ખાનનો ત્રીજા લગ્નને લઈને કોઈ ઈરાદો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *