જન્મતારીખ ઉપરથી જાણો તમારા લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ

લગ્ન બે શરીર નહીં, પરંતુ બે આત્માઓનું મિલન હોય છે. હિન્દુ ધર્મમાં લગ્નના સમયે કન્યા અને વરરાજો અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લેતા હોય છે અને ત્યારબાદ સાત જન્મ સુધી એકબીજાનાં બની જાય છે. જો તમે પણ જાણવા માંગો છો કે તમારા લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ તો તેમાં તમને અંક જ્યોતિષ મદદ કરી શકે છે. પોતાના મૂળાંક ઉપરથી તમે જાણી શકો છો કે તમારા લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ થશે. મૂળાંક કાઢવા માટે જન્મ તારીખ ને જોડીને મૂળાંક વિશે જાણી શકાય છે. એટલે કે જો તમારો જન્મ ૧૪ તારીખના થયેલો છે તો તમારો મૂળાંક ૧+૪=૫ થશે.

મૂળાંક-૧

અંક જ્યોતિષ અનુસાર મૂળાંક ૧ સૂર્યનું પ્રતિક હોય છે, જેના લીધે આવા વ્યક્તિ ખૂબ જ સરવાળા સ્વભાવના હોય છે. શરમાળ સ્વભાવના હોવાના લીધે તેઓ પોતાના પ્રેમને વ્યક્ત કરી શકતા નથી. એટલા માટે તેમના લવ મેરેજ થવા મુશ્કેલ હોય છે.

મૂળાંક-૨

મૂળાંક ૨ વાળા વ્યક્તિ ખૂબ જ સમજી વિચારીને પ્રેમ ઉપર ભરોસો કરતા હોય છે અને પોતાના પ્રેમ સંબંધ સાથે જ લગ્ન કરવાની કોશિશ કરતા હોય છે.

મૂળાંક-૩

કોઈપણ મહિનાની ૩, ૧૨, ૨૧ અને ૩૦ તારીખના જન્મેલા લોકોનો મૂળાંક ૩ થાય છે. તેઓ રોમેન્ટિક હોતા નથી અને પોતાના પાર્ટનરને ડોમિનેટ કરે છે. તેમના માટે ૨, ૬ અથવા ૯ મુળાંકવાળા પાર્ટનર સારા સાબિત થાય છે. મૂળાંક ૩ વાળા લોકો લવ મેરેજ કરવામાં નિષ્ફળ રહે છે.

મૂળાંક-૪

અંક જ્યોતિષ અનુસાર આ અંકના લોકો એકથી વધારે પ્રેમ સંબંધ બનાવે છે. સાથોસાથ એક જ પ્રેમ પ્રત્યે ગંભીર હોતા નથી. લગ્ન બાદ પણ તેઓ ફ્લર્ટ કરવામાં પાછળ રહેતા નથી. આ અંક રાહુ નું પ્રતીક છે. લગ્ન બાદ પણ તેમનું અફેર હોવાને લીધે તેમનું લગ્ન જીવન પણ તૂટવાની અણી ઉપર આવી જતું હોય છે.

મૂળાંક-૫

કોઈપણ મહિનાની પ, ૧૪ અને ૨૩ તારીખના જન્મેલા લોકોનો મૂળાંક ૫ હોય છે. આ લોકો માટે પરિવારને ઈચ્છા ખૂબ જ મહત્વ ધરાવે છે. જો તેઓ લવ મેરેજ કરે છે તો પણ પરિવારને તેના માટે મનાવી લેતા હોય છે. પરિવારની પરવાનગી વગર તેઓ લગ્ન કરતા નથી.

મૂળાંક-૬

કોઈપણ મહિનાની ૬, ૧૫ અને ૨૪ તારીખના જન્મેલા લોકોનો મૂળાંક ૬ હોય છે. આ લોકો ખૂબ જ આકર્ષક હોય છે. લોકો જલ્દી તેમનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે અને પ્રપોઝ કરી દેતા હોય છે. જોકે આ લોકો ખૂબ જ જલ્દી પોતાના પાર્ટનર સાથે ઈમોશનલી એટેચ થતા નથી. તે બધા લોકો સાથે સારી રીતે તાલમેલ બેસાડે છે. આ મૂળાંક વાળા લોકો લવ મેરેજ કરવામાં સફળતા મેળવે છે.

મૂળાંક-૭

કોઈપણ મહિનાની ૭, ૧૬ અથવા ૨૫ તારીખના જન્મેલા લોકોનો મૂળાંક ૭ થાય છે. તેઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે. સાથોસાથ પોતાના પાર્ટનરને સાચો પ્રેમ કરે છે. પ્રેમ વિવાહમાં દીલચસ્પી હોવા છતાં પણ તેઓ તેનો સમર્થન કરી શકતા નથી. આ લોકો લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ બંનેને ઈમાનદારી સાથે નિભાવે છે.

મૂળાંક-૮

કોઈપણ મહિનાની ૮, ૧૭ અથવા ૨૬ તારીખના જન્મેલા લોકોનો મૂળાંક ૮ હોય છે. સામાન્ય રીતે તેઓ કોઈના પ્રેમમાં પડતા નથી અને જો કોઈને પ્રેમ કરે છે તો તેની સાથે જ લગ્ન કરે છે. તેઓ ખૂબ જ વફાદાર સાબિત થાય છે.

મૂળાંક-૯

કોઈપણ મહિનાની ૯,૧૮ અને ૨૭ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૯ હોય છે. સામાન્ય રીતે તો તેઓ એરેન્જ મેરેજ કરે છે. પરંતુ લગ્ન બાદ પણ અફેર કરતા હોય છે. તેઓ એરેન્જ મેરેજ પ્રત્યે વધારે રુચિ ધરાવે છે.