કોહલીએ છોડેલ નથી પરંતુ BCCI એ છીનવી લીધી છે ટી-૨૦ ની કેપ્ટનશીપ, જલ્દી છીનવાઇ શકે છે વન-ડે ની પણ કમાન

Posted by

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે (૧૬ સપ્ટેમ્બર) ભારતની ટી-૨૦ ની કેપ્ટનશીપ છોડવાના નિર્ણયનું એલાન કર્યું. તેની અંદર તે આગલા મહિનાથી રમવા વાળી આઈસીસી ટી-૨૦ વિશ્વ કપ ટુર્નામેન્ટ પછી ટી-૨૦ નાં ફોર્મેટની કેપ્ટનશીપ માંથી હટવા જઈ રહ્યા છે. વિરાટ કોહલીનાં આ નિર્ણયને તેમની બેટિંગમાં ખોવાયેલી ધારને પરત પ્રાપ્ત કરવાના લક્ષથી જોવામાં આવી રહ્યું છે, પરંતુ આ બદલાવને વન-ડે ફોર્મેટમાં થવા વાળા નવા સેટ અપ થી જોડી શકાય છે. વળી વિરાટ કોહલીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે ભારતમાં તે વન-ડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમની કમાન સંભાળતા રહેશે. પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે તે ભારતમાં થવાવાળા ૨૦૨૩નાં વન-ડે વિશ્વકપનાં આ પદ પર જળવાઈ રહેશે.

વળી તેમના આ મોટા નિર્ણય પાછળ વર્કલોડ મેનેજમેન્ટને ઘણું મોટું કારણ માનવામાં આવી શકે છે. કારણ કે ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં બીસીસીઆઇના એક સુત્રે દાવો કર્યો કે, કોહલી એ કેપ્ટનશીપ છોડી નથી, પરંતુ બીસીસીઆઈએ તેમની પાસેથી છિનવી છે. સુત્રએ દાવો કર્યો છે કે, કોહલી ઇચ્છતા હતા કે રોહિત શર્મા પાસે ઉપકપ્તાની છીનવીને કેએલ રાહુલ ને સોંપવામાં આવે, કારણ કે હવે તે ૩૪ વર્ષનાં થઈ ગયા છે. જોકે બોર્ડે તેની આ માંગને નકારી દીધી છે. કોહલીએ વર્કલોડ નો હવાલો આપ્યો છે, વળી ૨૦૨૦ થી લઈને અત્યાર સુધી ભારતીય ટીમે માત્ર ૮ ટી-૨૦ મેચ રમી છે. વળી ૨૦૨૩નાં ભારતીય ટીમના કૅલેન્ડર ને જોવા જઈએ તો ભારતે લગભગ ૨૦ ટી-૨૦ મેચમાં રમવાનું છે. જેની કેપ્ટનશીપ હવે વિરાટ કોહલી નહિ કરશે, પરંતુ તેનો ભાગ જરૂર બનતા નજર આવશે.

વિશ્વકપ પછી કોહલીનું જવાનું નક્કી હતું

જોકે બીસીસીઆઇનાં આંતરિક સુત્રનાં અનુસાર જો ૨૦૨૧નો ટી-૨૦ વિશ્વકપ સારો નથી જતો, તો બોર્ડ તેને સીમિત ઓવર ફોર્મેટ ની કેપ્ટનશીપ થી હટાવવાના જ હતા. ન્યુઝ એજન્સી પિટીઆઇ સાથે વાત કરતા BCCI સુત્રએ કહ્યું, “વિરાટ જાણતા હતા કે જો ટીમ યુએઈ માં રમવા વાળી ટી-૨૦ વિશ્વકપમાં સારું પ્રદર્શન નથી કરતી તો તને સીમિત બોલ ફોર્મેટની કેપ્ટનશીપ થી હટાવવામાં આવશે. સીમિત ફોર્મેટ ની કેપ્ટનશીપની વાત કરીએ તો તેનું જવું ટીમ માટે સારું જ છે. આવું કરીને તેમણે પોતાની ઉપરથી બસ થોડો દબાવ જ ઓછો કર્યો છે. જો કોઈ બહારનું આ સ્થિતિને જોશે તો લાગશે કે તે પોતાની શરત પર અહી છે. આ કદાચ હમણાં વન-ડે ક્રિકેટમાં નથી થયું, પરંતુ જો ટી-૨૦0 ફોર્મેટ પ્રદર્શન ખરાબ રહે છે તો તેમને અહીંથી પણ હટાવવામાં આવી શકે છે.”

કોહલીને વન-ડે ફોર્મેટ ની કેપ્ટનશીપ થી પણ હટાવી શકાય છે

BCCI સુત્રએ આગળ કહ્યું કે, જો બોર્ડ આવનારા સમયમાં કોહલીને વન-ડે ફોર્મેટની  કેપ્ટનશીપ થી હટાવવાનો નિર્ણય કરે છે, તો કોઈએ આશ્ચર્યચક્તિ થવાની જરૂરિયાત નથી. કારણ કે આ ભારતીય ક્રિકેટ છે, જેમાં ખેલાડીનું ભાગ્ય બદલવામાં વધારે સમય નથી લાગતો, જો તે ખેલાડી પોતાનું પ્રદર્શન સારુ નથી રાખી શક્તો. BCCI સુત્રો અનુસાર જો  કોહલી ટ્રોફી લેસ ટી-૨૦ વિશ્વકપ રમે છે, તો તેને વન-ડે ક્રિકેટમાં પણ બેટ્સમેન તરીકે જ રમવુ પડશે.

બીસીસીઆઈનાં આધિકારિક સુત્ર અનુસાર વિરાટ કોહલીને ડ્રેસિંગરૂમમાં છેલ્લા ઘણા સમયથી પુરું સમર્થન નથી મળી રહ્યું અને ટીમના ઉપકપ્તાન રોહિત શર્માને લીડર તરીકે જોવામાં આવે છે. રોહિત શર્માએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા ઘણા વર્ષોમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે સફળતાપુર્વક કેપ્ટનશીપ કરી છે અને યુવાન ખેલાડીઓને પોતાની સાથે રાખ્યા છે.

મુશ્કેલ છે વિરાટ કોહલીનાં નિર્ણયને સમજવા

મહત્વપુર્ણ છે કે વિરાટ કોહલીનાં કામ કરવાની રીત અને પોતાનામાં જ રહેવાની રીત થી હંમેશા આલોચના થતી રહે છે. એટલું જ નહીં ICC ટુર્નામેન્ટ માટે તેમના નિર્ણય પર પણ સતત સવાલ ઉઠતા રહે છે, પછી ભલે તે વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં બે સ્પિન બોલર રમાડવાનો નિર્ણય હોય કે પછી ૨૦૧૯ વિશ્વકપમાં પહેલા ચોથા નંબરનાં ખેલાડીને પસંદ ન કરવાનો નિર્ણય રહ્યો હોય. તેમના નિર્ણય ના લઇ શકવાના કારણે ભારતીય ટીમને ઘણીવાર નુકસાન વેઠવું પડયું છે. હાલમાં જ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમે ૨-૧ ની લીડ પ્રાપ્ત કરી, પરંતુ તે છતાં આર અશ્વિનને બેન્ચ પર બેસાડવાનો નિર્ણય તેમના માટે મુશ્કેલ સાબિત થયો.

વિરાટ સાથે વાત કરવી મુશ્કેલ હોય છે

ભારતીય ક્રિકેટ ટીમનો એક પુર્વ ખેલાડી (જેમણે કોહલીની કેપ્ટનશિપમાં રમ્યું છે) અનુસાર વિરાટ કોહલી સાથે ખેલાડીઓની વાત કરવી મુશ્કેલ હોય છે અને એજ કારણ છે કે ડ્રેસિંગ રૂમમાં તે નજર નથી આવતા, જે જરૂરી હોય છે.

તેમણે કહ્યું, “વિરાટ સાથે સૌથી મોટી મુશ્કેલી છે વાતચીત, એમએસ ધોનીનાં કેસમાં ખેલાડી માટે તેમનો રૂમ ૨૪ કલાક ખુલ્લો રહેતો હતો અને ખેલાડી ક્યારે પણ આવી શકતા હતા અને ચેસ રમી શકતા હતા, સાથે ભોજન કરી શકતા હતા અને જો કોઈ ખેલાડી સારો અનુભવ ન કરી રહ્યો હોય તો તેમની સાથે બેસીને લાંબા સમય સુધી વાત કરી શકતો હતો.  મેદાનને છોડીને કોહલીની સાથે વાત કરવી લગભગ અશક્ય હોય છે. વળી રોહિત શર્માની અંદર ધોનીની ઝલક નજર આવે છે. તે પોતાના જુનિયર ખેલાડીને જમવા માટે લઈ જાય છે અને જ્યારે તેઓ હતાશ અનુભવ કરી રહ્યા હોય છે, તો મૈત્રીપુર્ણ શાબાશી આપે છે અને તેમની માનસિક સ્થિતિને જાણવા-સમજવાની કોશિશ કરે છે.”

ખેલાડીઓને મુંઝવણમાં છોડી દે છે કોહલી

અન્ય એક ક્રિકેટરે વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર નારાજગી દર્શાવતા કહ્યું કે તેમની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે ટીમના જુનિયર ખેલાડી ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા હોય છે, તો તે તેમને વચ્ચે અધ્ધર લટકતા છોડી દે છે. પછી ભલે તે કુલદીપ યાદવ, ઋષભ પંત, ઉમેશ યાદવ હોય કે પછી યુજવેન્દ્ર ચહલ.

તેમણે કહ્યું, “ઓસ્ટ્રેલિયા માં ૫ વિકેટ હોલ લીધા પછી કુલદીપ યાદવની હરકિર્દી નીચે ચાલી ગઈ. કંઈક એવું જ ઋષભ પંત સાથે થયું, જ્યારે તે ખરાબ ફોર્મમાંથી પસાર થયા. ઉમેશ યાદવ જે ટીમના સિનિયર બોલર માનવામાં આવે છે, તેમને ટીમમાં ત્યાં સુધી જગ્યા નથી આપવામાં આવતી, જ્યાં સુધી કોઈ ઇજાગ્રસ્ત નથી થઇ જતું. વળી મીડિયા કોન્ફરન્સ દરમિયાન કમ્યુનિકેશનની વાત તો કરે છે, પરંતુ  હકીકત તો એ જ છે કે જ્યારે પણ તેમનો કોઇ ખેલાડી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય છે તો કેપ્ટને મુશ્કેલીમાં જ તેમનો હાથ પકડવાનો હોય છે.”

૨૦૨૩ સુધી કપ્તાન જળવાઈ રહેવું મુશ્કેલ

બીસીસીઆઈનાં સિનિયર અધિકારીએ બોર્ડની તરફથી બહાર પાડેલી પ્રેસ રિલીઝમાં એક ખાસ વાતને દર્શાવતા કહ્યું કે એ કહેવું ઘણું અયોગ્ય રહેશે કે તે ૨૦૨૩ વિશ્વકપ સુધી વન-ડે ટીમનાં કેપ્ટન જળવાઈ રહેશે. તેમણે કહ્યુ, “જો તમે સૌરવ અને જય શાહનાં નિવેદન પર નજર નાખશો તો બંને એજ તેમને અભિનંદન આપ્યા છે, પરંતુ કોઈ એક શબ્દ પણ નથી કહ્યો કે તે ૨૦૨૩ વન-ડે વિશ્વકપ સુધી ટીમનાં કેપ્ટન જળવાઈ રહેશે. તો તેવામાં એવું કહેવું ઘણું વધારે નિષ્કર્ષ કાઢવા વાળું હશે કે તે કેપ્ટન પદ પર જળવાઈ રહેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *