લોકડાઉનને કારણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ભલે નેટ પર બેટિંગનો અભ્યાસ ના કરી શકતા હોય. પરંતુ તેઓ પત્ની અનુષ્કા શર્માની સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરતા જરૂર નજર આવી રહ્યા છે. તેની સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં વિરાટ મુંબઈમાં પોતાના ફ્લેટની નીચે ખાલી જગ્યા પર બેટિંગની પ્રેક્ટિસ કરતા નજર આવી રહ્યા છે. તેમની સાથે બોલર કોઈ બીજું નહીં પરંતુ અનુષ્કા શર્મા છે.
વાયરલ થયેલા વિડિયોમાં અનુષ્કા શર્મા બોલિંગ કરતી નજર આવી રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હાથમાં ગ્લવઝ પહેરેલા છે અને તે અનુષ્કા શર્માની બોલિંગ પર કવર અને સ્ટ્રેટ ડ્રાઇવ લગાડતા નજર આવી રહ્યા છે. વિરાટ પહેલા અનુષ્કા શર્માએ પણ થોડો સમય માટે બેટિંગ કરી હતી.
કોહલીએ રનીંગ કરતો વીડિયો શેયર કર્યો
તે સિવાય વિરાટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ફિટનેસ ટ્રેનિંગનો પણ વીડિયો શેયર કર્યો છે. તે માટે રનીંગ કરી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલી રહ્યું છે. આ વિડીયો ની સાથે વિરાટે કેપ્શન માં લખ્યું – “પોતાને કામમાં સમર્પિત કરી દેવી તે કોઈ માટે જીંદગી જીવવાની રીત હોઈ શકે, પરંતુ જરૂર નથી છે દરેક પ્રોફેશનલ આવું કરે. પસંદગી તમારી છે.” તેના પર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શામી લખ્યું – “મસ્ત ભાઈ, લાગે રહો.” તેમના આ વીડિયોને ૭ લાખથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.
View this post on Instagram
Putting in the work is a way of life and not a requirement of profession. Choice is yours.
કોહલી લોકડાઉનને કારણે મુંબઈમાં રોકાયેલા છે
ભારતીય કેપ્ટન કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથે લોકોને કારણે માર્ચ મહિનાથી જ મુંબઈમાં છે. તેમણે ૮૬ ટેસ્ટમાં ૭૨૪૦, ૨૪૮ વન-ડેમાં ૧૧૮૬૭ અને ૮૧ ટી-૨૦ માં ૨૭૯૪ રન બનાવ્યા છે. ભારતીય કેપ્ટન ના નામે આઈપીએલની ૧૭૭ મેચમાં ૫૪૧૨ રન છે.
૧૮ મેથી ભારતીય ટીમનું ટ્રેનિંગ સેશન શરૂ થશે
દેશભરમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ફક્ત મુંબઈમાં જ કોરોનાનાં ૧૬ હજારથી વધારે મામલા સામે આવી ચૂક્યા છે, જ્યારે ૬૦૦ થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તેવામાં ૧૮ મે બાદ પણ અહીંયા લોકડાઉનમાં છૂટછાટ મળવાની આશા નથી. બીસીસીઆઇએ પણ સ્પષ્ટ કર્યું છે કે જો મુંબઈમાં લોકડાઉન માં છૂટછાટ મળતી નથી, તો કોહલી ૧૮ મે બાદ તેમના ટ્રેડિંગ સેશનમાં ભાગ નહીં લઇ શકે.