કોહલીનાં કેપ્ટનશિપ છોડવાનું સાચું કારણ હવે સામે આવ્યું, રવિ શાસ્ત્રી એ કર્યો સૌથી મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમમાં નેતૃત્વ પરિવર્તન અને ટીમ મેનેજમેન્ટમાં મોટા બદલાવ થઈ ચુક્યા છે. પાછલા ૪ વર્ષથી ટીમના મુખ્ય કોચ રહેલા રવિ શાસ્ત્રી નો કાર્યકાળ ટી-૨૦ વિશ્વકપ ની નિરાશા સાથે ખતમ થયો. તેમની સાથે જ સતત પાંચ વર્ષોથી ત્રણેય ફોર્મેટમાં ટીમના કેપ્ટન રહેલા વિરાટ કોહલીએ ટી-૨૦ કેપ્ટનશીપ ની જવાબદારી છોડી દીધી છે. તેમની જગ્યાએ દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને નવા ટી-૨૦ નાં કેપ્ટન બનાવવામાં આવેલ છે. વિરાટ કોહલી બે મહિના પહેલા જ આ ફોર્મેટ માં તેમને કેપ્ટનશીપ છોડવાનો એલાન કર્યું હતું. ત્યારે કોહલીએ વર્કલોડ મેનેજમેન્ટ અને બાકી ફોર્મેટમાં ધ્યાન આપવાને લઇને પોતાના નિર્ણયનું કારણ બતાવ્યું હતું. પરંતુ હવે આ મામલામાં અંદર ની જાણકારી રાખનાર પુર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક એવું નિવેદન આપ્યું છે, જે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બધું ઠીકઠાક ન હોવા તરફ ઇશારો કરે છે.

૪ વર્ષ સુધી ભારતીય ટીમના કોચ રહેલા રવિ શાસ્ત્રી એ પોતાના કાર્યકાળમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા અને તેમાં ફક્ત ટીમ ઈન્ડિયાના મેદાન પર આવનાર પરિણામ જ સામેલ હતા નહીં, પરંતુ તે બધી અફવાઓ સામેલ હતી જેમાં ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓની વચ્ચે તાલમેળ અને પરસ્પર સહમતિ ન હોવાના દાવા કરવામાં આવતા હતા. આ બધા મામલામાં ક્યારે પણ તેમના કોઇ ખેલાડી, બીસીસીઆઇ અથવા સપોર્ટ સ્ટાફ તરફથી પહેલા કઈ બોલવામાં આવ્યું નહોતું. પરંતુ હવે રવિ શાસ્ત્રીએ આ બધી અફવાઓને સાચી સાબિત કરીને બતાવેલ છે.

ડ્રેસિંગ રૂમમાં યોગ્ય ન હોય તો એક વ્યક્તિએ પાછળ હવું પડે છે

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઘણા સિનિયર ખેલાડીઓની વચ્ચે મતભેદ હોવાના સમાચાર પાછલા ૨-૩ વર્ષથી સતત આવી રહ્યા હતા અને રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે વિરાટ કોહલીના ટી-૨૦ છોડવાની સાચું કારણ પણ એ જ રહેલ છે. એક ટીવી ઈન્ટરવ્યુમાં રવિ શાસ્ત્રી ને જ્યારે કોહલીનાં કેપ્ટનશીપ છોડવાને લઈને સવાલ કરવામાં આવ્યો તો પુર્વ ભારતીય કોચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. શાસ્ત્રીને પુછવામાં આવ્યું હતું કે શું વિરાટ કોહલીએ રાજીનામું એટલા માટે આપી દીધું જેથી તેમને (રવિ શાસ્ત્રીને) કોચના રૂપમાં જાળવી રાખવામાં આવે અથવા હકીકતમાં જવાબદારીનો બોજો જ હતો તેના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું –

“મને નથી લાગતું કે બંનેમાંથી કોઈ કારણ હતું. ક્યારેક ડ્રેસિંગરૂમમાં લોકોની વચ્ચે યોગ્ય તાલમેળ રહેતો નથી. પરંતુ એક વ્યક્તિએ આગળ વધવાનું હોય છે. તેમાં હુ હોઈ શકું છું અથવા તો તે (કોહલી) પણ હોઈ શકે છે, પરંતુ જ્યારે ચીજો યોગ્ય રીતે ચાલી રહી ન હોય તો તેનાથી ટીમ ને પરેશાની ન થાય તેના માટે યોગ્ય છે કે એક વ્યક્તિ પગલાં ઉઠાવે છે, તો અન્ય વ્યક્તિએ હટી જવું જોઈએ.”

કોહલી-રોહિત ની વચ્ચે મતભેદના સમાચાર આવતા રહ્યા

૨૦૧૯ વિશ્વ કપ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ પહેલી વખત ટીમમાં જુથબંધીનાં સમાચાર આવ્યા હતા. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ અને રોહિત શર્મા ની વચ્ચે બિલકુલ યોગ્ય ચાલી રહ્યું નથી. એવા દાવા કરવામાં આવ્યા હતા કે ટીમમાં અમુક ખેલાડી રોહિતની સાથે છે, જ્યારે અમુક કોહલીની સાથે. આ સમાચારો પાછળ અમુક મહિના સુધી ચાલુ રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ કોહલી અને સિનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વચ્ચે મતભેદના સમાચાર આવ્યા હતા. જેના કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર અશ્વિને ટેસ્ટ સીરીઝમાં અવસર ન આપવાનું પણ કારણ જણાવવામાં આવ્યું હતું.