કોહલીનો જુનો “દુશ્મન” ફરીથી બનશે ટીમ ઈન્ડિયાનો કોચ! રવિ શાસ્ત્રીની પણ ઉલ્ટી ગણતરી શરૂ

ટીમ ઇન્ડિયામાં આ વર્ષે ટી-૨૦ વર્લ્ડકપ બાદ ઘણા બદલાવ થવાના છે. તે નક્કી છે એક તરફ જ્યાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં છોડવાનો નિર્ણય કર્યો છે, વળી બીજી તરફ ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી પણ પોતાનું પદ છોડી દેશે. ૧૭ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટીમને નવો કેપ્ટન અને કોચ મળશે.

આ દિગ્ગજ ફરીથી બની શકે છે કોચ

વિરાટ કોહલીનાં ટી-ટ્વેન્ટી કેપ્ટનશિપ છોડ્યા બાદથી જ રોહિત શર્માને કેપ્ટન બનવાની વાત થઈ રહી છે. પરંતુ તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રવિ શાસ્ત્રી બાદ અનિલ કુંબલે ટીમના કોચ બની શકે છે. ટી-૨૦ વર્લ્ડકપ બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધર નો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે, એટલા માટે બીસીસીઆઇ એક વાર ફરીથી અનિલ કુંબલેને મુખ્ય કોચ બનાવવા માટે વિચારી રહેલ છે. ઇન્ડિયન એકસપ્રેસનાં જણાવ્યા અનુસાર હવે અનિલ કુંબલેને પરત લાવવા માટેની રીત શોધવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલી ઇચ્છતા હતા કે કુંબલે ૨૦૧૭ માં પણ કોચ તરીકે જળવાઈ રહે.

કોહલીને લીધે કુંબલેએ છોડ્યું હતું કોચ પદ

અનિલ કુંબલે ૪ વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા, પરંતુ તો તેમનો કાર્યકાળ ખતમ થયા બાદ કોહલીએ કોચ પદ માટે શાસ્ત્રીને સપોર્ટ કર્યો. જણાવી દઈએ કે કુંબલે ૨૦૧૬માં હેડ કોચ બન્યા હતા.

કોન્ટ્રાક વધારવાના મુડમાં નથી શાસ્ત્રી

હાલના કોચ રવિ શાસ્ત્રી નો કાર્યકાળ ટી-૨૦ વર્લ્ડકપ બાદ ખતમ થઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર રવિ શાસ્ત્રી પોતે જ પોતાનો કાર્યકાળ વધારવાથી ઇનકાર કરી ચુક્યા છે. જો કે બીસીસીઆઈ અને શાસ્ત્રી વચ્ચે હજુ સુધી કોઈ વાતચીત થઇ નથી.

આ કારણથી કોચ નહીં બને રાહુલ દ્રવિડ

પુર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી ક્રિકેટ પ્રમુખના પદ માટે ફરીથી આવેદન કર્યું છે, જેનાથી નવેમ્બરમાં ટી-૨૦ વિશ્વકપ બાદ તેમને સિનિયર રાષ્ટ્રીય ટીમમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની જગ્યાએ લેવા સાથે જોડાયેલી અટકળો પર વિરામ લાગી ગયું છે. હવે તે વાત એકદમ સ્પષ્ટ છે કે રાહુલ દ્રવિડ ભારતના હેડ કોચ બનશે નહીં.