કોઈ આગમાં દાઝી ગયું તો કોઇની ઉપર દરવાજો પડયો, જ્યારે શુટિંગમાં ઘાયલ થયા હતા આ બોલીવુડ સિતારાઓ, થઈ ગઈ હતી આવી હાલત

ફિલ્મમાં ઘણી વાર તમે લોકોએ કલાકારોને ઘાયલ થતાં જોયા હશે. પરંતુ ઘણીવાર હકીકતમાં પણ ફિલ્મોની શુટિંગ દરમિયાન ઘણા કાલાકાર ઘાયલ થયા છે. આજે એવા જ થોડા જાણીતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચન

એવું કહેવાય છે કે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને નવું જીવન મળ્યું છે. વર્ષ ૧૯૮૩ માં આવેલી ફિલ્મ “કુલી” નાં શુટિંગ દરમિયાન ફિલ્મમાં ખલનાયક પુનિત ઈસ્સારનાં એક મુક્કાને કારણે અમિતાભ ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યા હતા. તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. દેશ-દુનિયામાં લોકો બિગ-બી નાં જલ્દી થી જલ્દી સારા થવાની પ્રાર્થના કરવા લાગ્યા હતા.

સુનિલ દત્ત

દિગ્ગજ અભિનેતા રહેલા સુનીલ દત્ત એકવાર આગની લપેટમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. આ મામલો વર્ષ ૧૯૫૭માં આવેલી ફિલ્મ ‘મધર ઇન્ડિયા” દરમિયાનનો છે. મતલબ કે એક દિવસે સેટ પર આગ લાગી ગઈ અને આગની વચ્ચે અભિનેત્રી નરગીસ ફસાઈ ચૂકી હતી અને એવામાં પોતાની જીવની પરવા કર્યા વગર આગમાં છલાંગ લગાવી દીધી. નરગીસને તો સુનીલે બચાવી લીધી, પરંતુ તેઓ આગની લપેટમાં ખરાબ રીતે ફસાઈ ચુક્યા હતા. તેમને ઘણો તેજ તાવ પણ આવી ગયો હતો અને ઘણા દિવસો સુધી તે હોસ્પિટલમાં દાખલ રહ્યા.

વિકી કૌશલ

અભિનેતા વિકી કૌશલ એક હોરર ફિલ્મની શુટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. ગુજરાતમાં પોતાની ફિલ્મ “ભુત” ફિલ્મ શુટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક દરવાજો એક્ટરની ઉપર પડ્યો. એવામાં વિકિના જડબા માં વાગ્યું હતું. એના જડબા માંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને ઠીક કરવા માટે વિક્કી ને ૧૩ ટાંકા લગાવવા પડ્યા હતા.

દિશા પાટની

દિશા ફિલ્મ “મલંગ” ની શુટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. જાણકારી પ્રમાણે ફિલ્મના એક ગીતના શુટિંગ દરમિયાન દિશાને વાગ્યું હતું. પરંતુ તેમને કોઈ ગંભીર ઈજા થઈ હતી નહીં. સારવાર પછી જલ્દી જ એમણે કામ શરૂ કરી દીધું હતું.

કંગના રનૌત

અભિનેત્રી કંગના રનૌત પોતાની બહુચર્ચિત ફિલ્મ “મણિકર્ણિકા” ની શુટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. તેમને તલવાર થી નાકમાં ઇજા થઈ હતી. આ ઘટનામાં કંગના ને નાક પર ૧૫ ટકા આવ્યા હતા.

જોન અબ્રાહમ

ફિલ્મ “પાગલપંતી” નાં સેટ પર જોન અબ્રાહમ ઘાયલ થયા હતા. એક એક્શન સીનનાં  શુટિંગ દરમિયાન જોન ને એક ખભા પર વાગ્યું હતું.

ઐશ્વર્યા રાય બચ્ચન

બોલિવૂડની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રી માંથી એક એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ “ખાખી” ની શુટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

ઋત્વિક રોશન

બોલિવૂડ એક્ટર ઋતિક રોશન પણ શુટિંગ દરમિયાન દુર્ઘટનાનો શિકાર થઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ “અગ્નિપથ” નાં શુટિંગમાં ઋત્વિક ઘાયલ થયા હતા. ઘણા ખતરનાક સ્ટંટ સીન શૂટ કરવાના કારણે અભિનેતા ઘાયલ થઇ ગયા હતા.

અક્ષય કુમાર

એક્શન સીન માટે અક્ષય કુમાર બોલીવુડમાં ઘણા પ્રસિદ્ધ છે. વર્ષ ૨૦૧૨માં આવેલી પોતાની એક ફિલ્મ “રાઉડી રાઠોડ” માં એક ખતરનાક સીન દરમ્યાન તેમને ખભામાં ગંભીર ઇજા થઇ હતી.

સલમાન ખાન

ફિલ્મ “વોન્ટેડ” માં એક સ્ટંટ સીન દરમિયાન સલમાન ખાનને ઇજાનો સામનો કરવો પડ્યો હતો. સલમાન ખાનની ઇજા ઠીક થયા બાદ જ ફિલ્મનું શુટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

સોનુ સુદ

એકવાર કોઈ ફિલ્મની શુટિંગ દરમિયાન સોનુ સુદ નો પગ જખ્મી થઈ ગયો હતો. એક્ટરને તેવામાં હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યો હતો.

આલિયા ભટ્ટ

આલિયાની આગલી ફિલ્મમાં “બ્રમ્હાસ્ત્ર” અને “ગંગુબાઈ કાઠિયાવાડી” સામેલ છે. એમાંથી ફિલ્મ “બ્રમ્હાસ્ત્ર” ની શુટિંગ દરમિયાન આલિયા ભટ્ટને વાગ્યું હતું. આલિયા ભટ્ટને ત્યાર બાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેને દાખલ કરવામાં આવી હતી.

અભિષેક બચ્ચન

ફિલ્મ “બોલ બચ્ચન” નાં શુટિંગ દરમિયાન અભિષેક ઘાયલ થઈ ગયા હતા. તેઓ જ્યારે એક સીનમાં અભિષેક રીક્ષામાં જઇ રહ્યા હતા તો પડવાના કારણે હાથ અને ખભામાં ઇજા આવી ગઈ હતી.

રાજકુમાર રાવ

રાજકુમાર પણ એક વાર શુટિંગ દરમિયાન જખ્મી થઈ ચૂક્યા હતા. તેના લીધે તેમને હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.