કોઈ અપ્સરા થી ઓછી સુંદર નથી ઈરફાન પઠાણ ની પત્ની, આવી રીતે શરૂ થઈ હતી પ્રેમ કહાની

Posted by

ભારતીય ક્રિકેટનાં ઈતિહાસમાં ઘણા એવા ખેલાડી છે, જેમણે પોતાની શાનદાર રમતનાં દમ પર દર્શકોનું મનોરંજન કર્યું છે. આ લિસ્ટમાં ઓલરાઉન્ડર ઇરફાન પઠાણનું નામ પણ સામેલ છે. લાંબા સમય સુધી ઇરફાન પઠાણે ભારતીય ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલિંગ અને બેટિંગનું કામ સંભાળ્યું છે. તેમની રમત વિશે તો દરેક લોકો જાણે છે. પરંતુ તેમના અંગત જીવન વિશે લોકોને ઓછી ખબર છે. આવો આજે તમને ઇરફાન પઠાણનાં અંગત જીવન વિશે જણાવીએ.

ઇરફાન પઠાણે વર્ષ ૨૦૧૬માં સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ પહેલા ઇરફાનનાં જીવનમાં શિવાંગી દેવ નામની છોકરી આવી હતી. શિવાંગી સાથે ઇરફાનનાં લગ્ન થવાના હતા. પરંતુ કોઈ કારણે બંનેનો રિલેશન તુટી ગયો. બંને પહેલીવાર વર્ષ ૨૦૦૩માં મળ્યા હતા. શિવાંગી ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી અને જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ હતી, ત્યારે આ બન્નેની મુલાકાત થઇ. ધીરે ધીરે બંનેમાં મિત્રતા થઈ અને પછી મિત્રતાનો સંબંધ પ્રેમમાં બદલાઇ ગયો.

ઈરફાન, શિવાંગીનાં પ્રેમમાં સંપુર્ણ રીતે કેદ થઈ ચૂક્યા હતા. શિવાંગી પણ ઈરફાન સાથે રિલેશનને લઈને ઘણી ગંભીર હતી અને તે ઈરફાન સાથે જલ્દીથી લગ્ન કરવા ઈચ્છતી હતી. પરંતુ બીજી તરફ તેના પર ઈરફાનનું કહેવાનું હતું કે પહેલા તેમના મોટાભાઈ યુસુફ પઠાણનાં લગ્ન થઈ જાય, ત્યારબાદ તે લગ્ન કરશે. પરંતુ શિવાંગી વધારે રાહ જોવા ઈચ્છતી નહોતી. તે બંનેનાં પરિવાર વાળા પણ આ રિલેશનશિપને લઈને ખુશ ન હતા. તેવામાં વર્ષ ૨૦૧૨માં બંનેનાં રિલેશન તુટી ગયા હતા.

શિવાંગી સાથે રિલેશન તૂટ્યું તો ઇરફાનનાં જીવનમાં મિડલ ઇસ્ટ અને ટોપ મોડલ સફા બેગ નો પ્રવેશ થયો. ઈરફાનની પત્ની ખુબ જ સુંદર છે. જણાવવામાં આવે છે કે બંને પહેલી વખત વર્ષ ૨૦૧૪ માં મળ્યા હતા.

ઈરફાન હંમેશાં પોતાની લવલાઇફને સિક્રેટ રાખે છે. તેમની પત્ની સફા પણ લાઈમટાઈમ થી દુર જ રહે છે. બંનેનાં લગ્ન પણ સિક્રેટ રીતે થયા હતા. થોડા વર્ષની ડેટિંગ પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન પહેલાં ઈરફાન પઠાણે સફા ને પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરાવી હતી. ૪ ફેબ્રુઆરી ૨૦૧૬માં ઇરફાન પઠાણ અને સફા બેગ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા હતા.

બંનેનાંલગ્ન કોઈ શોર-બકોર વગર સંપન્ન થયા હતા. આ લગ્ન મક્કામાં એકદમ પારંપારિક અંદાજમાં થયા હતા. લગ્નમાં બંને તરફથી પરિવારના લોકો અને નજીકના લોકો એજ ભાગ લીધો હતો. બંનેનું લગ્નજીવન ખુબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને બંને એક દીકરા ઇમરાન ખાન પઠાણનાં માતા પિતા છે.

ઈરફાન પઠાણ પત્ની થી ૧૦ વર્ષ મોટા છે

જણાવી દઇએ કે, સફા બેગ ઉંમરમાં પતિ ઇરફાન પઠાણ થી ૧૦ વર્ષ નાની છે. વળી સફા ની ઉંમર ૨૭ વર્ષની છે, તો ઈરફાન લગભગ ૩૭ વર્ષના છે. પરંતુ બંને વચ્ચે ખુબ જ પ્રેમ છે.

ઇરફાન પઠાણની ક્રિકેટ કારકિર્દી પર એક નજર

વાત ઇરફાન પઠાણની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની કરીએ તો તેમની કારકિર્દી ખુબ જ શાનદાર રહી છે. જ્યારે તે સ્કૂલનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને ક્રિકેટનો શોખ ચડ્યો અને પછી તેમણે ક્રિકેટમાં જ કારકિર્દી બનાવવાનું મન બનાવી લીધું. તે સારી બોલિંગની સાથે જ બેટિંગ માટે પણ જાણીતા છે. તેમની કારકિર્દીની શરૂઆત એક ફાસ્ટ બોલરનાં રૂપમાં થઈ હતી.

ભારતની તરફથી ઈરફાને કુલ ૧૭૩ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં તેમણે પોતાની કારકિર્દીમાં કુલ ૧૨૦ એક-દિવસીય મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ દરમિયાન તેમણે વન-ડેમાં કુલ ૧૫૪૪ રન બનાવ્યા અને કુલ ૧૭૩ વિકેટ પ્રાપ્ત કરી. જ્યારે ૨૯ ટેસ્ટ મેચમાં તેમણે ૧૧૦૫ રન બનાવ્યા. વળી ૨૪ ઇન્ટરનેશનલ ટી-20 મેચમાં તેમના નામે ૧૭૨ રન નોંધાયેલા છે. કુલ મેળવીને ઈરફાને પોતાના ઇન્ટરનેશનલ કારકિર્દીમાં ૨૮૨૧ રન બનાવ્યા હતા અને કુલ ૩૦૧ વિકેટ લીધી હતી. ઈરફાને ૪ જાન્યુઆરી, ૨૦૨૦માં ક્રિકેટનાં બધા ફોરમેટ માંથી સંન્યાસની ઘોષણા કરી દીધી હતી. તે હવે ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *