કોઈ છે ૧૨ પાસ તો કોઈ ક્યારેય પણ નથી ગયું સ્કૂલ, જાણો કેટલી ભણેલી છે બોલીવુડ અભિનેત્રીઓ

Posted by

આપણને બાળપણથી શીખવવામાં આવે છે કે શિક્ષા આપણા જીવનમાં ખૂબ જ મહત્વની છે. પરંતુ વાત જ્યારે બોલિવૂડની આવે છે તો અહીંયા કંઈ પણ સંભવ છે. હકીકતમાં પોતાના અભિનયથી લાખો લોકોના દિલ પર રાજ કરવા વાળી ઘણી બોલિવૂડ હસ્તીઓ એવી છે જેમણે ગ્રેજ્યુએશન પણ કરેલ નથી. આજે અમે તમને બોલીવુડના અમુક આવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ખૂબ જ ઓછો અભ્યાસ કરેલો છે.

દીપિકા પાદુકોણ

દીપિકાનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસનાં લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ વળી બીજી તરફ જ્યારે અભ્યાસની વાત આવે છે તો આ મામલામાં તેઓ ખૂબ જ પાછળ છે. તેમણે ફક્ત ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. દીપિકાએ ગ્રેજ્યુએશન માટે અપ્લાય કર્યું હતું પરંતુ તે દરમિયાન મોડલિંગ અને એક્ટિંગના એટલા ઓફર્સ મળવા લાગ્યા કે તે કારકિર્દીમાં આગળ નીકળી ગઈ અને અભ્યાસ પાછળ રહી ગયો.

કેટરીના કેફ

કેટરીના કેફ બોલિવૂડની એક માત્ર એવી અભિનેત્રી છે, જે ક્યારેય સ્કૂલ ગઈ નથી. પોતાના માતા-પિતાના કામને કારણે તેમણે ઘણા દેશોમાં રહેવું પડ્યું. જેના કારણે તેઓ ક્યારેય પણ સ્કુલ જઈ શક્યા નહીં અને તેનો અભ્યાસ ઘરે રહીને જ કરાવવામાં આવ્યો. ત્યારબાદ તેમને ખૂબ જ નાની ઉંમરમાં જ મોડલિંગની ઓફર આવવા લાગી. કેટરીનાએ પણ અભિનય તરફ પગલાં આગળ વધાર્યા અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી.

આલિયા ભટ્ટ

બોલિવૂડમાં પોતાની ક્યુટનેસ ને કારણે મશહૂર આલિયા ભટ્ટ ફક્ત ૧૨ ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે. ત્યારબાદ તેઓએ એક્ટિંગમાં પોતાની કારકિર્દી શોધવાની શરૂ કરી દીધી હતી. તેમણે ૨૦૧૨માં રીલિઝ થયેલી કરણ જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર”થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તે ફક્ત ૧૯ વર્ષની હતી. આલિયા અભ્યાસમાં ભલે આગળ નીકળી શકી નહીં, પરંતુ એક્ટિંગમાં તે બધાને જોરદાર ટક્કર આપી રહી છે.

પ્રિયંકા ચોપડા

બોલીવુડ થી લઈને હોલિવૂડમાં પોતાના અભિનયથી ઝંડો લહેરાવવા વાળી પ્રિયંકાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે ફક્ત ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. ત્યારબાદ તેઓએ ગ્રેજ્યુએશન માટે પણ એપ્લાય કર્યું હતું, પરંતુ તે દરમિયાન તેમને મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભાગ લીધો અને આખરે આ ખિતાબ પણ પોતાના નામે કરી લીધો. ત્યાર બાદથી જ તેમને મોડલિંગ અને એક્ટિંગના ઓફર મળવા લાગ્યા અને આ બધાની વચ્ચે પ્રિયંકાનો અભ્યાસ વચ્ચે છૂટી ગયો.

એશ્વર્યા રાય બચ્ચન

હોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા પોતાના સ્કૂલના દિવસોમાં ટોપર હતી. એક ખૂબ જ સારી અભિનેત્રી હોવાની સાથે-સાથે અભ્યાસમાં પણ તે ખૂબ જ આગળ હતી. જોકે કારકિર્દી બનાવવા માટે તેઓ પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહીં. ધોરણ ૧૨ બાદ થી જ તેમણે મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું અને મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધો. ત્યારબાદ તેમને ઘણી ફિલ્મોના ઓફર્સ મળવા લાગ્યાં. તેવામાં તેઓ પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *