કોઈ જગ્યાએ “સાળી રેલ્વે સ્ટેશન” તો કોઈ જગ્યાએ “બાપ-બીવી રેલ્વે સ્ટેશન”, તસ્વીરોમાં જુઓ ભારતનાં ૧૨ સૌથી ફની રેલ્વે સ્ટેશન

Posted by

અમુક વર્ષોમાં ભારતીય રેલ્વે એ ઝડપથી પ્રગતિ કરેલી છે. દેશની રેલ્વે લાઇન દરરોજ લાખો લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તેની વચ્ચે મુસાફરી દરમિયાન તમે જોયું હશે કે ઘણા રેલ્વે સ્ટેશન ઉપર લગાવવામાં આવેલા બોર્ડ જોવા મળે છે. તેમાંથી અમુક નામ એવા અજીબોગરીબ હોય છે કે તેને વાંચીને આપણને હસવું આવી જાય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અમુક આવા જ અનોખા રેલ્વે સ્ટેશન વિશે જેનું નામ સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશો.

“બીવી નગર” નામનું આ રેલ્વે સ્ટેશન તેલંગાણા નાં ભવાનીગઢ જિલ્લામાં આવે છે. આ નામ વાંચતા ની સાથે જ લોકોને જરૂર પોતાની બીવી (પત્ની) યાદ આવવા લાગે છે અને સાથોસાથ હસવું પણ આવી જાય છે.

હવે બીવી બાદ સાલી નામનું આવવું પણ જરૂરી છે. તમારા રાજસ્થાનની રાજધાની જયપુર ડિવિઝન અંતર્ગત એક આવું જ સ્ટેશન આવે છે, જેનું નામ “સાલી રેલ્વે સ્ટેશન” છે. પોતાના નામને લીધે આ રેલ્વે સ્ટેશન ખુબ જ મશહુર છે.

રાજસ્થાનનાં જોધપુર ની પાસે “બાપ રેલ્વે સ્ટેશન” આવેલું છે. આ રેલ્વે સ્ટેશન ભારતીય રેલ્વેના ઉત્તર પશ્ચિમી રેલ્વે ઝોન અંતર્ગત આવે છે, જે પોતાના નામને લીધે ખુબ જ ચર્ચામાં રહે છે.

જાનવરો નાં નામ ઉપર પણ રેલ્વે સ્ટેશનનું નામ રાખવામાં આવેલ છે. જી હાં, આ જગ્યાએ “સુઅર રેલ્વે સ્ટેશન” આવેલ છે, જે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાનું છે.

સુઅર રેલ્વે સ્ટેશન બાદ ભારતીય રેલ્વે દ્વારા રજુ કરવામાં આવેલ છે, “બિલ્લી સ્ટેશન”. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધનબાદ ડિવિઝન અંતર્ગત બિલ્લી સ્ટેશન આવે છે.

“દિવાના રેલ્વે સ્ટેશન” હરિયાણાના પાનીપતમાં સ્થિત છે. સામાન્ય રીતે તો આ ખુબ જ નાનું રેલ્વે સ્ટેશન છે, પરંતુ પોતાના નામને લીધે તે ચારો તરફ ચર્ચામાં રહેલું છે.

દારૂ પીવાવાળા લોકો માટે આ નામ ખુબ જ સારું સાબિત થઈ શકે છે. જોકે આ સ્ટેશનનું દારૂ અથવા શરાબ સાથે કોઈ પણ લેવાદેવા નથી, પરંતુ ઝારખંડના હજારીબાગ જિલ્લામાં આ “દારૂ” નામનું રેલ્વે સ્ટેશન ખુબ જ ચર્ચામાં છે.

બીવી, સાલી બાદ હવે “સહેલી રેલ્વે સ્ટેશન” પણ ખુબ જ મશહુર છે. મધ્યપ્રદેશમાં હોશંગાબાદ જિલ્લા અંતર્ગત નાગપુર રેલ્વે ડિવિઝનમાં “સહેલી રેલ્વે સ્ટેશન” આવે છે.

“નાના રેલ્વે સ્ટેશન” ને કારણે તમને પોતાના નાના ની યાદ જરૂર આવી ગઈ હશે. આ રેલ્વે સ્ટેશન રાજસ્થાનનાં શિરોહી પિંડવાડા નામની જગ્યા પર છે. આ રેલ્વે સ્ટેશન પર ઘણી ટ્રેનો રોકાય છે. આ રેલ્વે સ્ટેશન ઉદયપુરનું સૌથી નજીકનું માનવામાં આવે છે.

આ સ્ટેશન જલંધરના ગામમાં છે અને તે પોતાના નામ માટે ખુબ જ ચર્ચામાં રહે છે. એટલું જ નહીં પરંતુ આ ગામના ભારતીય સૈનિક ગુરુબચન સિંહ પણ ખુબ જ પ્રસિદ્ધ છે તેમને અંગ્રેજો દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા.

મહારાષ્ટ્રનાં પ્રભાણી જિલ્લામાં એક નાનું શહેર છે, જ્યાં “પથરી રેલ્વે સ્ટેશન સ્થિત” છે. જણાવી દઈએ કે અમૃતસરથી દેહરાદુન માટે ચાલતી પેસેન્જર ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન આ સ્ટેશન ઉપર જરૂર રોકાય છે.

સુવર, બિલ્લી બાદ હવે હાજર છે, “ભેંસા રેલ્વે સ્ટેશન”. જણાવી દઈએ કે “ભેંસા રેલ્વે સ્ટેશન” તેલંગાણા નાં નિર્મલ જિલ્લામાં સ્થિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *