કોઈનાં મોબાઇલમાં તમારો નંબર સેવ છે કે નહીં, આ સરળ ઉપાયથી તમે જાણો શકો છો

જ્યારથી મોબાઈલ ફોનનો આવિષ્કાર થયો છે, ત્યારથી જિંદગી વધારે સરળ બની ગઈ છે. આપણા મોબાઇલમાં આજની તારીખમાં પણ હજારો લોકોનાં નંબર ફિટ થઈ શકે છે. આપણે એક ક્લિક પર જ્યારે ઇચ્છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. જો કે ઘણી વખત એવી પરિસ્થિતિ ઉભી થાય છે, જ્યારે આપણે એવી દ્વિધામાં ફસાઈ જઈએ છીએ કે સામેવાળાએ પોતાના મોબાઈલમાં આપણો નંબર સેવ રાખ્યો છે કે નહીં, તે જાણી શકતા નથી.

ઉદાહરણ તરીકે તમારો કોઈ જૂનો મિત્ર છે, જેની સાથે વાત કર્યાને અથવા મળ્યાને ઘણા મહિના અથવા વર્ષ થઈ ગયા છે. તેવામાં તમે જરૂર જાણવા માંગશો કે તેણે તમારો નંબર પોતાના મોબાઈલમાં સેવ રાખ્યો છે કે નહીં. એ જ સવાલ તમારા પૂર્વ પ્રેમી અથવા પ્રેમિકાના કેસમાં પણ ઉભો થઈ શકે છે. એક ઉત્સુકતા રહે છે કે બ્રેકઅપ બાદ તમારો નંબર પોતાના મોબાઈલમાં સેવ રાખ્યો છે કે નહીં. તો ચાલો તેનો ઉપાય જાણીએ.

સૌથી પહેલી અને સરળ રીત હોય છે કે તમે સામેવાળાને પૂછી લો, પરંતુ બની શકે છે કે તે તમને ખોટું બોલી દે. પછી બીજા ઉપાય માં આવે છે કોઈ થર્ડ પર્સનની મદદ લઈને તમે આ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જો કે તમે પોતાની રીતે આ બાબતની યોગ્ય જાણકારી મેળવવા માંગો છો તો તમે વોટ્સઅપની મદદ લઈ શકો છો.

આ છે ઉપાય

સૌથી પહેલાં પોતાનો વોટ્સઅપ ઓપન કરી લો. અહિયાં ટોપમાં જમણી બાજુ તમને ત્રણ ડોટ દેખાશે, તેના પર ટેપ કરો. હવે ન્યુ બ્રોડકાસ્ટ પર ક્લિક કરીને એક નવું બ્રોડકાસ્ટ બનાવો. આ દરમિયાન પહેલા બે-ચાર નંબર એવા સિલેક્ટ કરી લો, જેના વિશે તમને સંપૂર્ણ વિશ્વાસ હોય કે તેમના મોબાઈલમાં તમારો નંબર સેવ હશે. ત્યારબાદ હવે તે નંબર પસંદ કરો જેના પર તમને શંકા હોય.

હવે તમે પોતાનો એક મેસેજ બ્રોડકાસ્ટ કરી દો. હવે જે નંબર પર તમારો મેસેજ પહોંચી ગયો છે તે તે લોકોએ તમારો નંબર પોતાના મોબાઈલમાં સેવ કરી રાખ્યો છે. વળી જો કોઈ નંબર પર તમારો બ્રોડકાસ્ટ કરેલ મેસેજ પહોંચ્યો નથી, તો સમજી જવું કે તે વ્યક્તિએ પોતાના મોબાઈલમાં તમારો નંબર સેવ રાખ્યો નથી. તો આવી રીતે એક સરળ રીતથી તમે જાણી શકો છો કે સામેવાળા વ્યક્તિનાં મોબાઈલ માં તમારો નંબર સેવ છે કે નહીં.

વોટ્સઅપ પર કોઈએ બ્લોક કરેલ છે કે નહીં, આવી રીતે જાણો

ઘણી વખત એવું પણ બને છે કે આપણા કોઈ મિત્ર આપણને વોટ્સઅપ પર સીધા બ્લોક કરી દેતા હોય છે. જો તમને તે વ્યક્તિ પર શંકા હોય તો તમે પોતાના નંબરથી વોટ્સઅપ પર કોઈ મેસેજ મોકલો. જો મેસેજ માં ફક્ત એક ટીક ઘણાં દિવસો સુધી રહે છે, તો તેનો મતલબ છે કે સામેવાળા વ્યક્તિ તમને બ્લોક કરી રાખ્યા છે. જો કે શંકાને દૂર કરવા માટે તમે કોઈ નવા વોટ્સઅપ એકાઉન્ટથી તેને મેસેજ મોકલો. જો તે એકાઉન્ટમાંથી પણ એક જ ટીક આવી રહી છે, તો તે જરૂરી નથી કે તેને તમને બ્લોક કર્યા હોય. પરંતુ જો નવા એકાઉન્ટથી બે ટીક આવી જાય છે, તેનો મતલબ છે કે તે નંબરે તમને બ્લોક કરી દીધા છે.