કોઈ ઓલમ્પિક માં મેડલ જીતીને નથી આવ્યો, આર્યન ખાનનાં જામીન બાદ ઉજવણી કરતાં લોકો પર ગુસ્સે થાય યુઝર

Posted by

મુંબઈથી ગોવા જઈ રહેલ ક્રુઝ પર મળેલી બાતમીના આધારે પર એનસીબી દ્વારા ૨ ઓક્ટોબરની રાત્રે તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી માત્રામાં એનસીબી દ્વારા સફેદ પાઉડર મામલામાં લોકોની ધરપકડ કરી લેવામાં આવેલ. જણાવી દઈએ કે લાંબા સમય સુધી ચાલેલી પુછપરછ બાદ અંદાજે ૮ લોકોની ક્રુઝ પરથી ધરપકડ કરવામાં આવેલ. જેમાં બોલિવુડનાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાન નાં દિકરા આર્યન ખાન નું નામ પણ સામેલ હતું.

Advertisement

૨ ઓક્ટોબરનાં રોજ કરવામાં આવેલ ધરપકડ બાદથી આર્યન ખાન જેલમાં હતા. જણાવી દઈએ કે તે ૩૦ ઓક્ટોબરનાં રોજ ૨૭ દિવસ બાદ પોતાના ઘરે પરત ફરેલ છે. શાહરૂખ ખાને પોતાના દીકરાને જામીન અપાવવા માટે તમામ પ્રકારના પ્રયાસ કર્યા. ૩ વકીલો દ્વારા દલીલ આપ્યા બાદ મુંબઇ હાઇકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવેલ. જામીન મળ્યા બાદ શાહરૂખ ખાનના ફેન્સ માં ઉત્સવનું વાતાવરણ ઉત્પન્ન થઈ ગયું હતું અને મન્નત ની બહાર મોટી માત્રામાં લોકો ઢોલ નગારા વગાડતા નજર આવી રહ્યા હતા.

પરંતુ ઘણા બધા લોકો એવા હતા જે આ રીતે આર્યન ખાનનાં જામીનને લઈને ઉજવણી કરી રહેલા લોકોને ટ્રોલ કરી રહ્યા હતા. આ રીતે ઉજવણી કરવાને લઈને તેમનું કહેવું હતું કે આર્યન ખાન કોઈ નિરજ ચોપડા ની જેમ દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને આવેલ નથી, જેથી આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. નિરજ ચોપડા એ ગોલ્ડ મેડલ જીતીને આટલું મોટું કામ કર્યું, તેમ છતાં તેમના માટે પણ આટલા ઉત્સાહનું વાતાવરણ લોકોમાં જોવા મળ્યું ન હતું.

આર્યન ખાન નાં જામીન ને લઈને લોકો એટલા ખુશ થઈ રહ્યા છે કે તેને સફેદ પાવડર નાં મામલામાં જેલમાં જઈને ખુબ જ મોટું કામ કર્યું હોય. પરંતુ જે પણ હોય હાલમાં તો આર્યન ખાન જેલમાંથી બહાર આવી ચુક્યા છે. આ તેમના માટે ખુબ જ મોટી વાત છે. કારણ કે વિતેલા ઘણા સમયથી જેલમાં તે પરેશાનીમાં દિવસો પસાર કરી રહ્યા હતા. વળી તેના પિતા શાહરુખ ખાન અને માં ગૌરી ખાન માટે પણ તે ખુબ જ મોટી વાત છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.