કોઈપણ ખાસ મિત્ર હોય કે સંબંધી આ વાતો ક્યારેય પણ કોઈને ના કરવી જોઈએ

જ્યારે પણ આપણે કોઈને મળીએ છીએ ત્યારે આપણે ઘણા પ્રકારની વાતો કરીએ છીએ. જીવનમાં શું ચાલે છે તેમજ એકબીજા ના ખબર અંતર પુછીએ છીએ. પરંતુ દરેક વ્યક્તિના જીવનમાં અમુક વાતો એવી પણ હોય છે જે કોઈને પણ કહેવી ના જોઈએ. એવું જરૂર નથી કે જે લોકો આપણી સાથે મીઠી મીઠી વાતો કરે છે તે આપણા હિતેચ્છુ જ હોય. ઘણા લોકો એવા હોય છે કે જે મીઠી મીઠી વાતો કરી ને સામે વાળા ની પર્સનલ વાતો જાણવા માંગતા હોય છે કે જેનાથી તે સામે વાળા ને નુકશાન પહોંચાડી શકે. જેથી કરીને આપણે અમુક પર્સનલ વાત કોઈને પણ ના કરવી જોઈએ.

ઘર ની વાતો

ઘરની અમુક પર્સનલ વાતો આપણા ઘરના સદસ્ય સુધી જ સીમિત રહેવી જોઈએ. ઘણીવાર લોકો બહારના લોકો તેમજ સગા સંબંધીઓ સાથે ઘણો લગાવ હોય છે. જેના લીધે તે લોકોને આપણે આપણી પોતાની પર્સનલ વાતો પણ કહી દેતા હોઈએ છીએ. જેનું પરિણામ આપણે ભવિષ્યમાં પણ ભોગવવું પડે છે.

પૈસા

પૈસા એક એવી જાણકારી છે જે તમારા સુધી જ સીમિત રહે તો જ સારું રહે છે. તમારી આવક, તમારું બેંક બેલેન્સ વગેરે જેવી જાણકારી ફક્ત તમારા સુધી જ સીમિત રાખવી જોઈએ. ઘણીવાર એવું પણ બને છે કે સામેવાળો વ્યક્તિ સીધી રીતે નહીં પરંતુ ફેરવી ફેરવીને તમારી પાસેથી આવી જાણકારી મેળવવા માગતો હોય છે. આજના સમયમાં લોકો તમને નહીં પરંતુ તમારી પાસે ધન કેટલુ છે એ જોઇને જ તમને માન આપે છે. જેથી કરીને પૈસા ની જાણકારી તમારી સુધી જ સીમિત રહેવી જોઈએ.

અપમાન

બધાના જીવનમાં એક એવો સમય પણ આવે છે જે સમયમાં તેને બીજા તરફથી અપમાન સહન કરવું પડે છે. જો કોઈએ તમારું અપમાન કર્યું હોય તો આ વાત જે લોકોને ખબર ના હોય એ લોકોને કહેવી ના જોઈએ. કારણકે આ સમયમાં સામેવાળા વ્યક્તિ ને એવું લાગશે કે તમારી સમાજમાં કોઈ ઇજ્જત નથી અને પછી એવું પણ બને કે તમે જેને તમે તમારા પોતાના માનીને આ વાત કરી હોય એ પણ તમારુ અપમાન કરી શકે.

કમજોરઆ દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી જેને બધું આવડતું હોય. ઘણીવાર માણસ પોતાને કમજોર મહેસૂસ કરતો હોય છે. જો એવું હોય તો આ વાત તમારે કોઈને પણ કરવી ના જોઈએ. જો આ વાત તમે કોઈને કરો છો તો કોઈપણ વ્યક્તિ તમારો આસાનીથી ફાયદો ઉઠાવી શકે છે.