કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વગર જ ઘરે બેઠા કરો તમારા વાળ સ્ટ્રેટ

સ્ટ્રેટ, મુલાયમ અને ચમકદાર વાળ કોને નથી ગમતા ? સ્ટ્રેટ વાળની સૌથી સારી ખાસિયત એ છે કે તે બધા જ આઉટ ફીટ માં સારું લાગે છે. સ્ટ્રેટ વાળ જેટલા ટ્રેડિશનલ લુકમાં સારા લાગે છે એટલા જ વેસ્ટન લુકમાં પણ સારા લાગે છે.

વાળ સ્ટ્રેટ હોય તો કોઈ ખાસ હેર સ્ટાઈલ ને બનાવવાની જરૂર નથી પડતી. આ સમયમાં સ્ટ્રેટ વાળની ડિમાન્ડ કેટલી વધી ગઈ છે કે મહિલાઓ ખાસ સ્ટ્રેટ વાળ કરાવવા માટે બ્યુટીપાર્લરમાં જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેમિકલ વગરના પ્રોડક્ટ થી પણ તમારા વાળ ઘરે બેઠા જ સ્ટ્રેટ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે ઘરેલુ ઉપાયોથી તમારા વાળ સ્ટ્રેટ થઈ શકે છે.

સૌથી સારો ઉપાય એ છે કે દરરોજ તમારા વાળમાં ગરમ તેલ લગાવવાથી તમારા વાળ ખૂબ જ જલ્દી સ્ટ્રેટ થઈ શકે છે. ગરમ તેલ વાળના મૂળ સુધી પહોંચીને તેને સીધા કરવાનું કામ કરે છે.

જો તમારી પાસે નારીયલ તેલ, ઓલિવ તેલ કે પછી બદામનું તેલ છે તો તેનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

કઈ રીતે ઉપયોગ કરશો?

તેલ ને હળવા હાથે થી વાળમાં લગાવીને મસાજ કરો. ઓછામાં ઓછો 15 થી 20 મિનિટ તેલ ને વાળમાં લગાવીને મસાજ કરવું જોઈએ. બાદમાં તમારા વાળ પર ફૂલ લેંથ માં કાંસકો ફેરવો. ઉપર થી નીચે સુધી તમારા વાળમાં કાંસકો ફેરવવાથી જ્યાં પણ તમારા વાળમાં ગુંચ થયેલી હશે તે નીકળી જશે અને સાથે સાથે તમારા વાળ ધોતી વખતે પણ તૂટશે નહિ.

તમારા વાળ પર કાંસકો ફેરવ્યા બાદ હલકા ગરમ પાણી માં ટોવેલ ને ડુબાડીને તેને તમારા વાળ પર બાંધી દો. આ સ્ટ્રીમ ટ્રીટમેન્ટ દ્વારા તેલ વાળના મૂળ સુધી પહોંચે છે. ત્યારબાદ અડધા કલાક પછી વાળને માઈલ્ડ શેમ્પુ થી ધોઈ નાખો. ત્યારપછી વાળ થોડા ભીના હોય ત્યારે તમારા વાળ પર ફરી કાંસકો ફેરવી દો.

કોકોનટ મિલ્ક :

કોકોનટ મિલ્ક વાપરવાથી પણ વાળ સ્ટ્રે ટ થઈ શકે છે. આ સિવાય તે વાળને કોમળ, મુલાયમ અને ચમકદાર પણ બનાવે છે. તેના એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને પોષક તત્ત્વો વાળને સંપૂર્ણ પોષણ આપે છે.

એક સાફ વાટકામાં કોકોનટ મિલ્ક અને લીંબુ ના થોડા ટીપા ને મિક્સ કરી લો. ત્યારબાદ વાટકાને થોડા ટાઈમ માટે ફ્રિઝ માં મૂકી દો. ફ્રીઝ માંથી કાઢ્યા બાદ જોઈ લો કે તેની ઉપર ક્રીમી લેયર જામી ગઈ છે કે નહિ. ત્યારબાદ આ ક્રીમ ને તમારા વાળમાં ૨૦ મિનિટ સુધી મસાજ કરો અને પછી ૨૦ મિનિટ સુધી ક્રીમ ને વાળ માં રાખો.

ત્યારબાદ હલકા ગરમ પાણીમાં ટોવેલ પલાળીને તમારા વાળમાં બાંધી લો. તેને તમારા વાળમાં ૩૦ મિનિટ સુધી બાંધી રાખો. ત્યારબાદ વાળને માઇલ્ડ શેમ્પૂ થી ધોઈ નાખો. ત્યારબાદ જ્યારે તમારા વાળ થોડા ભીના રહે ત્યારે વાળમાં કાંસકો ફેરવી દો.