કોઈને પતિ તરફથી મળી ૧૦૦ કરોડની ગિફ્ટ તો કોઈને મળી ૧૪૪ કરોડની, આ ઍક્ટર્સ પોતાની પત્નીને આપે છે ફક્ત મોંઘી ગિફ્ટ

Posted by

ફિલ્મી કલાકાર પોતાના પ્રોફેશનલ જીવનની સાથે જ હંમેશા પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં બની રહે છે. કરોડો રૂપિયા કમાવા વાળા બોલીવુડ કલાકાર રાજા જેવું જીવન જીવવાનું પસંદ કરે છે. તેમની પાસે સુખ-સગવડતાની દરેક વસ્તુ હાજર હોય છે અને તેમના શોખ પણ ખુબ જ મોટા હોય છે. ઘણા કલાકાર એવા પણ છે જે પોતાની પત્ની પર ઘણો પ્રેમ લુંટાવવાની સાથે જ તેમને મોંઘી મોંઘી ગિફ્ટ પણ આપે છે. જેની કિંમત સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. આજે અમે તમને થોડા એવા જ કલાકારો વિશે વિસ્તારથી બતાવવા જઈ રહ્યા છે.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપુર

બોલીવુડની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલને વર્ષ ૨૦૧૨માં ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપુર સાથે લગ્ન કર્યા હતા. વિદ્યા સિદ્ધાર્થની ત્રીજી પત્ની બની હતી. આ પહેલા તે બે લગ્ન કરી ચુક્યા હતા. સિદ્ધાર્થ પોતાની પત્નીને એક આલિશાન ઘર ગિફ્ટમાં આપી ચુક્યા છે. મુંબઈના જુહુમાં આ સી-ફેસિંગ બંગલાની કિંમત કરોડોમાં છે.

કાજોલ અને અજય દેવગન

કાજોલ અને અજય દેવગનની ગણતરી હીન્દી સિનેમાની સૌથી પસંદગીના કપલ માંથી એક નાં રૂપમાં થાય છે. બંને લગ્ન પછી લગભગ ૨૨ વર્ષથી સાથે છે. બોલીવુડનાં સિંઘમ એટલે કે અજય દેવગન પોતાની પત્ની કાજોલને દીકરીના જન્મ દરમિયાન ઘણી કીમતી કાર મર્સિડીઝ ગિફ્ટમાં આપી ચુક્યા છે. જ્યારે અજય એ કાજોલને ૩૪માં જન્મદિવસ પર તેમને Audi Q7 કાર ગિફ્ટ માં આપી હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ

બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા દરેક સમયે ચર્ચામાં જળવાઈ રહે છે. વર્ષ ૨૦૧૩માં અમેરિકી ગાયક નિક જોનાસ સાથે લગ્ન કરવા વાળી પ્રિયંકાને પતિએ અમેરિકાનાં લોસ એન્જલસમાં ૧૪૪ કરોડ રૂપિયાની કિંમતનું ઘર ગિફ્ટ કર્યું હતું. જણાવી દઈએ કે નિક હંમેશા પત્ની પ્રિયંકાને મોંઘી ગિફ્ટ આપતા રહે છે.

શાહિદ કપુર અને મીરા કપુર

શાહિદ કપુર પણ આ વિષયમાં પાછળ નથી. શાહિદએ પોતાની પત્નીને ૨૩ લાખની એક હીરાની વીંટી અને એક મર્સિડીઝ કાર ગીફ્ટમાં આપી ચુક્યા છે. જ્યારે તેમણે મીરાને તેમની બીજી પ્રેગ્નન્સી દરમિયાન મુંબઈમાં એક ૫૫ કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું હતું.

રાની મુખર્જી અને આદિત્ય ચોપડા

છેલ્લા ૨૫ વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલી રાની મુખર્જીએ ખુબ જ અમીર વ્યક્તિ આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. આદિત્ય ચોપડા એક જાણીતા ફિલ્મમેકર છે અને તેમની પાસે લગભગ ૬,૬૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આટલી સંપત્તિ કોઈ બોલીવુડ કલાકાર પાસે પણ નથી. રાનીને આદિત્યએ ૨ કરોડ રૂપિયાની કિંમતની Audi A8 W12 અને જૂહુ માં એક બંગલો ગિફ્ટ કરી ચુક્યા છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

હાલનાં દિવસોમાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીનું નામ રાજના અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ થયા બાદ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે. રાજ એક જાણીતા બિઝનેસમેન છે અને તે લગભગ ૨,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. રાજે સગાઈમાં શિલ્પાને ૩ કરોડ રૂપિયાની વીંટી પહેરાવી હતી. જ્યારે રાજ પત્નીને એક લેમ્બોર્ગિની કાર પણ આપી ચુક્યા છે. જેની કિંમત ૩ થી ૫ કરોડ રૂપિયા બતાવવામાં આવે છે. આ સિવાય શિલ્પાને પતિ તરફથી ૧૦૦ કરોડ રૂપિયાનો બંગલો પણ ગિફ્ટ માં મળી ચૂક્યો છે. વળી રાજે અત્યાર સુધીમાં શિલ્પાને ઘણી બધી મોંઘી ગિફ્ટ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *