કોણ છે કોરિયન ગર્લ નેન્સી, જેની માસુમિયત પર રાતોરાત ફીદા થઈ ગયું સોશિયલ મીડિયા, તસ્વીરો જોઈને પાગલ બની જશો

Posted by

સોશિયલ મીડિયા પર લોકો ક્યારે અને કોના પર ફિદા થઇ જાય તે કહી શકાતું નથી. આવું જ આજકાલ સોશિયલ મીડિયા પર કોરિયન સિંગર નેન્સી જ્વેલ મેકડોની પર લોકો ફિદા થઇ રહ્યા છે. ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ દરેક જગ્યા પર નેન્સી નાં વિડીયો છવાયેલા છે અને લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે આખરે કોણ છે નેન્સી જ્વેલ મેકડોની, જેની માસુમિયત પર સમગ્ર સોશિયલ મીડિયા પર ફિદા થઇ ગયું છે.

સાઉથ કોરિયન ગર્લ બેન્ડની સદસ્ય છે નેન્સી

નેન્સી મશહુર સાઉથ કોરિયન ગર્લ બેન્ડ મોમોલેન્ડ ની મેમ્બર છે. આ બેન્ડનાં પોપ વિડિયો સમગ્ર દુનિયામાં મશહુર છે. પાછલા અમુક દિવસોથી નેન્સીનાં વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલા છે.

નેન્સી તેનું સાચું નામ નથી

નેન્સી નું કોરિયન નામ લી ગ્યુ-રુ છે. તેનો જન્મ સાઉથ કોરિયાનાં દાએગુ માં ૧૩ એપ્રિલ, ૨૦૦૦ નાં થયો હતો.

માતા પિતા અલગ-અલગ મુળનાં છે

નેન્સી ની માં કોરિયન મુળની અમેરિકન છે, જ્યારે તેના પિતા આઇરિશ મુળનાં અમેરિકન છે. નેન્સી ને આ વાત પર ગર્વ છે અને તે જણાવે છે કે તે ઘણા કલ્ચરમાં ઉછરેલી છે.

બાળપણ અમેરિકામાં પસાર થયું

નેન્સી નું બાળપણ અમેરિકાનાં ઓહાયો માં પસાર થયું હતું. બાદમાં તે અભ્યાસ કરવા માટે સાઉથ કોરિયા ચાલી ગઈ હતી. નેન્સીએ હાઇસ્કુલ અને ગ્રેજ્યુએશન સાઉથ કોરિયામાં પ્રાપ્ત કરેલું છે

રિયાલિટી શો માં બેન્ડ ગર્લને મળી

નેન્સી વર્ષ ૨૦૧૬માં રિયાલિટી શો માં ભાગ લીધો હતો. અહીંયા પર તે પોતાના બેન્ડનાં બાકીનાં મેમ્બર સાથે મળી હતી અને બધાએ મળીને “મોમોલેન્ડ” નામનો બેન્ડ બનાવી લીધો હતો.

લીડ વોકલિસ્ટ અને ડાન્સર છે નેન્સી

નેન્સી પોતાના બેન્ડની લીડ વોકલિસ્ટ અને લીડ ડાન્સર છે. તે સિવાય નેન્સી પોતાના બેન્ડ ની સૌથી નાની ઉંમરની મેમ્બર પણ છે.

મોર્ફ તસ્વીરો થઈ ગઈ હતી વાયરલ

થોડા દિવસો પહેલાં જ નેન્સી ની અમુક મોર્ફ તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ હતી. ત્યારબાદ નેન્સી અને તેના બેન્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈએ ખોટા ઇરાદાથી નેન્સી ની તસ્વીરોને એડિટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *