કોરોના હવે ભાગવાની તૈયારીમાં છે, ૧૫ ઓગસ્ટ નાં લોન્ચ થઈ શકે છે દેશની પહેલી કોરોના વેક્સિન

આનાથી વધારે આશાજનક અને સારા સમાચાર આજના હોઈ શકે નહીં. દેશમાં તૈયાર થઇ રહેલ કોરોના વાયરસની વેક્સિન આવતા મહિને ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના દિવસે લોન્ચ થઈ શકે છે. તેના માટે ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાની તૈયારીઓને ઝડપી બનાવી દીધી છે. ક્લિનિકલ ટ્રાયલ પણ ઝડપી બનાવવામાં આવી રહી છે.

૧૫ ઓગસ્ટના લોન્ચની તૈયારીઓ બની ઝડપી

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નાં પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવે દેશના બધા જ પ્રમુખ મેડિકલ કોલેજોને પત્ર લખીને કહ્યું હતું કે ભારત બાયોટેક સાથેના કાર્યક્રમ અંતર્ગત નવી કોરોના વાયરસ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. BBV152 COVID Vaccine નામથી તૈયાર આ વેક્સિનને ૧૫ ઓગસ્ટના લોન્ચ કરવાની યોજના છે. આ બાબત પર બધી મેડિકલ કોલેજને ટ્રાયલને ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે. એઇમ્સ સહિત દેશના ૧૩ હોસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલને ઝડપી બનાવવામાં કહેવામાં આવ્યું છે, જેથી નક્કી કરેલ દિવસે વેક્સિનને લોન્ચ કરી શકાય.

જોકે આ વેક્સિનનાં ટ્રાયલમાં જોડાયેલા ડોક્ટરોનાં અભિપ્રાય તેનાથી અલગ છે. તેઓએ જણાવ્યું હતું કે હજુ માનવ પરીક્ષણો શરૂ થવામાં ઓછામાં ઓછો એક સપ્તાહ લાગશે. સામાન્ય રીતે ટ્રાયલ પૂર્ણ થવામાં ૬ મહિના લાગે છે, પરંતુ જે ઝડપથી આ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે તેના હિસાબે આ વેકસીન ટ્રાયલને ખૂબ જ જલ્દી પૂર્ણ કરી શકાય છે. છતાં પણ ૧૫ ઓગસ્ટનાં રોજ વેક્સિનને લોન્ચ કરવી એક મહત્વકાંક્ષી પગલું નજર આવી રહ્યું છે. એવું બની શકે છે કે સૈદ્ધાંતિક રૂપથી તેની ઘોષણા કરી દેવામાં આવે, પરંતુ વેક્સિનને બજારમાં આવવામાં થોડો સમય લાગે. આ સમય ઓછામાં ઓછો ૩ મહિનાથી ૪ મહિનાનો બની શકે છે.

ભારતમાં તૈયાર થઈ ચૂકી છે વેક્સિન

ભારતે કોરોના વેક્સિન બનાવવામાં લગભગ સફળતા મેળવી લીધી છે. હવે તેને દુનિયાની પહેલી વેક્સિન કહેવામાં આવે કે બીજી, એ તો થોડા સમય બાદ જ માલુમ પડશે. પરંતુ હાલમાં આ સમાચારે કોરોના વિરુધ્ધ ભારતની ચાલી રહેલ લડાઇને મજબૂત બનાવી દીધી છે. ભારત બાયોટેક નામની કંપનીએ ભારતની પહેલી કોરોના વાયરસ વેક્સિન તૈયાર કરી લીધી છે.

દુનિયામાં હજુ કોરોના વાયરસ સાથેની લડાઇ જીતવા માટે ચાલી રહેલ કોરોના વેક્સિનની રાહ હજુ ખતમ થતી નથી. દુનિયામાં અમુક જ દેશો એવા છે જેમણે વેક્સિનનાં નિર્માણમાં શરૂઆતી સફળતા પ્રાપ્ત કરી હોય, જેમાંથી ભારત પણ એક છે. હૈદરાબાદ ની કંપની ભારત બાયોટેકની કોરોના વેક્સિન-કોવાક્સીન (COVAXIN) પોતાના અંતિમ ચરણ પર પહોંચી ગઈ છે અને હવે જુલાઈ મહિનાથી તેના મનુષ્ય પર પરીક્ષણ શરૂ થશે.

ભારત બાયોટેક કંપની જણાવ્યું હતું કે આ વેક્સિનનાં નિર્માણની સફળતા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ને પણ શ્રેય જાય છે, જેમણે આ વ્યક્તિના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.