કૃતિ સેનન ની ગ્લેમરસ તસ્વીર જોઈને અમિતાભ બચ્ચન કાબુ રાખી શક્યા નહીં, કરી નાંખી આવી કોમેન્ટ

Posted by

ઘણા ઓછા સમયમાં સુંદર અભિનેત્રી કૃતિ સેનને હિન્દી સિનેમા માં સારી એવી ઓળખાણ બનાવી લીધી છે. પોતાની એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતા અને ચુલબુલ અદાઓથી પણ ફેન્સને પોતાના દિવાના બનાવ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે અને આ દિવસોમાં પોતાના ગ્લેમરસ ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કરતી રહે છે. એમની હાલની પોસ્ટ એમના માટે ખુબ જ ખાસ બની ગઈ છે.

મતલબ કે, કૃતિએ હાલમાં સોશિયલ મિડીયા પર પોતાના બે શાનદાર ફોટા શેર કર્યા છે. ખાસ વાત એ છે કે બોલીવુડનાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને તેના ફોટાનાં વખાણ કર્યા છે. અમિતાભ બચ્ચને કૃતિની નવી પોસ્ટ પર ખાસ કોમેન્ટ કર્યું છે. કૃતિની ફોટા સાથે સોશિયલ મીડિયા ઉપર બિગ-બી નાં કમેન્ટ પણ ઘણા વાયરલ થઇ રહ્યા છે.

હાલમાં કૃતિ સેનને પોતાના આધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થી પોતાના બે સુંદર ફોટા શેર કર્યા છે. એક્ટ્રેસ આ લુકમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે. એમની ફોટો પર ફેન્સ સતત શાનદાર કોમેન્ટ કરી રહ્યા છે. પરંતુ કૃતિ માટે સૌથી ખાસ કોમેન્ટ અમિતાભ બચ્ચનની છે. ફેન્સ સાથે જ બીગ-બી ને પણ કૃતિની ફોટો ઘણી પસંદ આવી અને તેમણે સોશ્યલ મીડિયા પર ઍક્ટ્રેસનાં વખાણ કર્યા.

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચને કૃતિની આ ફોટો પર કમેન્ટમાં લખ્યું છે કે, “વાહ”. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનના કૃતિ માટે કરવામાં આવેલા આ કમેન્ટ ચર્ચામાં છવાયેલ છે. એવું એટલા માટે છે કારણકે એવું ઘણું ઓછું જોવા મળે છે કે જ્યારે અમિતાભ સોશિયલ મીડિયા પર કોઇ કલાકારની પોસ્ટ પર પ્રતિક્રિયા આપે છે.

તમે જોઈ શકો છો કે, આ ફોટામાં કૃતિનો સુંદનાર એન્ડ ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. એમણે પ્રિન્ટેડ ડ્રેસ પહેરી છે. એમના તમામ ફેન્સ એની ફોટો પર કોમેન્ટનાં માધ્યમથી પ્રેમ લૂંટાવી રહ્યા છે. બતાવી દઇએ કે કૃતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઇન્સ્ટાગ્રામ પર ઘણી પોપ્યુલર છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ૩ કરોડ ૮૦ લાખથી પણ વધારે લોકો ફોલો કરે છે.

કૃતિ સેનન નાં વર્કફ્રન્ટ ની વાત કરવામાં આવે તો એમની પાસે “મીમી”, “બચ્ચન પાંડે”, “ભેડીયા”, “ગણપત” અને “આદિપુરુષ” જેવી ફિલ્મો છે. “મીમી” નું શુટિંગ પૂરી થઈ ચુક્યું છે, જ્યારે “બચ્ચન પાંડે” ની શુટિંગ ચાલુ છે. જ્યારે તેઓ છેલ્લા દિવસોમાં વરુણ ધવન સાથે ફિલ્મ “ભેડીયા” નું શુટિંગ પણ શરૂ કરી ચૂકી છે. ફિલ્મ “ગણપત” માં કૃતિ ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે, જ્યારે “આદિપુરુષ” આવતા વર્ષે રીલિઝ થશે. આ ફિલ્મ તેમની સાથે અભિનેતા પ્રભાસ નજર આવશે.

જ્યારે અમિતાભ બચ્ચન વર્ક પર નજર નાખીએ તો એમની પાસે “બ્રહ્માસ્ત્ર” અને “ચહેરા” જેવી ફિલ્મો છે. આ ફિલ્મમાં એમની સાથે મુખ્ય ભૂમિકામાં ઈમરાન હાશ્મી, અનુ કપૂર અને રિયા ચક્રવર્તી નજર આવશે. જ્યારે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં અમિતાભ બચ્ચન, રણબીર કપુર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *