“કુછ કુછ હોતા હૈ” ની અંજલી તો તમને બધાને યાદ જ હશે. શાહરુખ ખાનની દીકરી બનેલી નાની અંજલીએ બધાનું દિલ જીતી લીધું હતું. હાલમાં જ તેણે પોતાનો ૩૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેનો જન્મ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૮૮નાં રોજ મુંબઈમાં થયો હતો. સના સઇદે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” થી કરી હતી. તેના આ રોલને ફિલ્મમાં ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ બાદ સના એ વધુ બે મોટી બોલીવુડ ફિલ્મ “હર દિલ જો પ્યાર કરેગા” અને “બાદલ” માં પણ કામ કર્યું હતું.
પરંતુ સના એ આ ફિલ્મો બાદ ફિલ્મી દુનિયાથી અંતર જાળવી લીધું હતું. સના હવે ખુબ જ મોટી થઈ ગઈ છે. ફિલ્મમાં ભોળી દેખાતી બાળકી હવે પોતાના ગ્લેમરસ લુકને લીધે લોકોનું દિલ જીતી રહી છે. તો ચાલો તમને સના સઇદ વિશેની અમુક રોચક વાતો જણાવીએ.
બોલીવુડની ત્રણ મોટી ફિલ્મોમાં કામ કર્યા બાદ સના લાંબા સમય સુધી પડદાથી ગાયબ રહી હતી. ત્યારબાદ તેણે ટીવી સીરીયલ માં કામ કરવાનું શરૂ કર્યું હતું. સના એ વર્ષ ૨૦૦૮માં “બાબુલ કા આંગન છુટે ન” અને “લો હો ગઈ પુજા ઇસ ઘર કી” જેવા ટીવી સિરિયલમાં નજર આવી હતી. નાના પડદા ઉપર પણ તેણે ઘણા રિયાલિટી શો “ઝલક દિખલા જા 6”, “ઝલક દિખલા જા 7”, “નચ બલિયે 7” અને “ઝલક દિખલા જા 9” માં પણ નજર આવી ચુકી છે.
ટીવીમાં કામ કર્યા બાદ સનાએ મોટા પડદા ઉપર એકવાર ફરીથી કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે કરણ જોહર ની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” થી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તે સાઈડ રોલમાં હતી અને ખુબ જ બોલ્ડ લુક માં નજર આવી હતી. આ ફિલ્મમાં સના ની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં નજર આવ્યા હતા.
સના નાં પરિવારજનોને તેનું ફિલ્મમાં કામ કરવું બિલકુલ પણ પસંદ આવતું નથી. ખાસ કરીને તેના ટુંકા કપડા પહેરવાને લીધે તેના પરિવારજનો સાથે અવારનવાર વિવાદ થતો રહે છે. આ વાતનો ખુલાસો ખુદ સનાએ એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.
હાલનાં દિવસોમાં સના સઇદ અભિનયની દુનિયાથી દુર રહેલી છે. જોકે તે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ સક્રિય રહે છે. તે પોતાના ફેન્સ માટે પોતાની ખાસ તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે, જેને તેના ફેન્સ પણ ખુબ જ પસંદ કરે છે.
શાહરુખ ખાનની ફિલ્મમાં પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલ જીતવા વાળી નાની અંજલી એટલે કે સના સઇદ ની હાલમાં જ સગાઈ થયેલી છે. સગાઈ બાદ સના સઇદ ચર્ચામાં છવાયેલી છે અને હાલમાં જ તેની ઘણી તસ્વીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહી છે. પોતાની નવી તસ્વીરોમાં સના બ્લેક કલરના લેધર ડ્રેસ માં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. સનાનો આ લુક જોયા બાદ લોકોને વિશ્વાસ થઈ રહ્યો નથી કે આ એજ નાની અંજલી છે.
સના સઇદ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. વાઈટ અને પિંક કલરના આ સ્વિમસુટ માં સના ખુબ જ સ્ટનીંગ દેખાઈ રહી છે. પોતાના લુકને પુરો કરવા માટે તેણે ખુબ જ ન્યુટ્રલ મેકઅપ કરેલો છે. ગુલાબી રંગની લીપસ્ટિકની સાથે વાળ ખુલ્લા છોડેલા છે અને આંખમાં સનગ્લાસીસ લગાવેલા છે.