“કુલકર્ણી પરિવાર” છે દેશનો સૌથી લાંબો પરિવાર, પિતાની લંબાઈ છે ૭ ફુટ થી પણ વધારે તો દિકરી છે ૬ ફુટ ૪ ઇંચ

આજનો સમય દેખાડો કરવાનો છે. એટલે જે દેખાય છે, એજ વેચાય છે. જી હાં, વિજ્ઞાપન નાં હાલનાં સમયમાં ખાવા-પીવા સાથે જોડાયેલી વસ્તુઓ પણ વિજ્ઞાપનનાં આધાર પર વેચાવા લાગે છે. પછી તેના ફાયદા નુકસાન શું? તે કોઈને ખબર નથી હોતી. છતાં પણ ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં આપણે કેટલી એવી વસ્તુઓ જોઈ છે, જે બાળકોની હાઈટ વધારવાનાં નામ પર જ વેચવામાં આવી રહી છે. પરંતુ તેનો વાસ્તવિક ફાયદો શું? તે કદાચ તે વસ્તુનો ઉપયોગ કરવા વાળા પણ જણાવી શકે નહીં.

વળી ૨-૩ દશક પહેલાની વાત કરીએ તો બાળપણમાં લંબાઈ વધારવા માટે લોકો ત્યારે ઝાડ પર લટકતા હતા, તો ક્યારેક બાસ્કેટ બોલ રમતાં હતાં. તેમ છતાં પણ લોકોની હાઇટ એટલી વધી નહીં. આ બધા પાછળનું કારણ એજ રહ્યું કે હાઈટ વધવું એક જિનેટિકલ પ્રોસેસ છે.

આજે જ્યારે વાત હાઈટની થઈ રહી છે તો જણાવી દઈએ કે ભારતમાં એક એવો પરિવાર પણ છે જેણે સૌથી વધારે હાઈટનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જી હાં પુનાનાં “કુલકર્ણી ફેમિલી” ને ભારતનો સૌથી લાંબો પરિવાર પણ કહેવામાં આવે છે. લાંબો એટલા માટે કારણ કે “કુલકર્ણી ફેમિલી” ના દરેક સદસ્યની હાઈટ લગભગ ૬ ફુટ થી વધારે છે. પછી ભલે તે ૧૫ વર્ષનો બાળક જ કેમ ન હોય.

ભારતમાં જ્યાં સામાન્ય રીતે લોકોની સરેરાશ ઊંચાઈ સાડા ૫ ફુટ સુધી હોય છે, ત્યાં પુણે નાં “કુલકર્ણી ફેમિલી” ની સરેરાશ હાઇટ ૬ ફુટ થી વધારે છે. આ પરિવારમાં ૪ સદસ્ય છે. માતા-પિતા અને તેમની બે દીકરીની લંબાઈ કુલ મેળવીને ૨૬ ફુટ છે.

કુલકર્ણી કપલ” ભારતનું સૌથી લાંબુ કપલ છે

પુણેમાં રહેવાવાળી કુલકર્ણી ફેમિલીનાં મુખિયા શરદ કુલકર્ણી છે. શરદ લંબાઈ ૭ ફુટ ૧.૫ ઇંચ છે. જ્યારે તેમની પત્ની સંજોત ૬ ફુટ ૨.૬ ઇંચ લાંબી છે. શરદ અને સંજોત ભારતના સૌથી લાંબા કપલ હોવાનો રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે. તેમનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

દીકરીઓ પણ છે ફુટ લાંબી

શરદ અને સંજોત કુલકર્ણીની જેમ જ તેમની દીકરીઓની લંબાઈ પણ ઓછી નથી. મોટી દીકરી મુરુગા ની લંબાઈ ૬ ફુટ ૧ ઈંચ છે, વળી નાની દીકરી સાનિયા ૬ ફુટ ૪ ઈંચ લાંબી છે. જ્યારે નાની દીકરી સાનિયા ની હાઈટ ૧૬ વર્ષની ઉંમરમાં જ ૬.૪ ફુટ થઇ ગઇ હતી. જ્યારે મુરુગા ની હાઈટ ૧૮ વર્ષની ઉંમરમાં ૬ ફુટ થઈ હતી.

જણાવી દઇએ કે આ પરિવારનાં સદસ્યોની લંબાઈ એટલી વધારે છે કે તેઓ હજારોની ભીડમાં પણ અલગ દેખાઈ આવે છે. મિસ્ટર કુલકર્ણી સાર્વજનિક પરિવહનનો ઉપયોગ ઓછો જ કરે છે. એટલા માટે તેઓ ક્યાંય પણ જવા માટે પોતાના સ્કુટરનો ઉપયોગ કરે છે.

મહત્વપુર્ણ છે કે કુલકર્ણી ફેમિલી હવે પોતાની સંયુક્ત ઊંચાઈનો નવો વિશ્વરેકોર્ડ પણ સ્થાપિત કરી ચૂક્યા છે. શરદ (પિતા) સંજોત (માં) મૃગા અને સન્યા (દીકરીઓ) ની સંયુક્ત ઊંચાઈ ૨૬ ફુટ છે. જો કે વર્તમાનમાં “ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” માં World’s Tallest Family ની શ્રેણી નથી.