કુતરો સમજીને પાળવા માટે ઘરે લઈ આવ્યા હતા ફેમિલીનાં લોકો, પરંતુ જાનવરોનાં ડોકટરે તેને જોયો તો પોલીસ બોલાવી લીધી

ચીનના યુનાન પ્રાંતમાં રહેવા વાળી સૂ યુન અને તેમના પરિવારને એક કૂતરો પાળવાની ઇચ્છા હતી. એક દિવસ સૂ યુનનો પરિવાર બજારમાંથી એક નાના કુતરાનાં ગલૂડિયાને ઘેર લઈ આવ્યો, પરંતુ બજારમાં તેમને કૂતરાની વધારે જાતિ દેખાય નહીં અને જે કુતરાઓ હતા તેમા કંઈ ખાસ હતું નહીં. એના પછી બજારમાં સૂ યુનને એક સુંદર નાનુ ગલૂડિયું દેખાયું, તેને જોતાં જ તેમને તે ગમી ગયું. આખા પરિવારને નાનકડું ગલૂડિયું ગમી ગયું અને તેઓ તેને ખરીદીને ઘરે લઈ આવ્યા.

સૂ યુનનાં પરિવારે ગલૂડિયું ખરીદતા થી પહેલા એની જાતિના વિશે દુકાનદારને પૂછ્યું. ત્યારે દુકાનદારે જણાવ્યું કે ગલૂડિયું મસ્તિફ જાતિનું છે. આ સાંભળ્યા પછી પરિવારને લાગ્યું કે આ કૂતરો આમાં કંઈ ખાસ વાત છે. પરિવારે કૂતરામાં ઘણી વિશેષ વાતો જોઈ. આવો જાણીએ, શું હતી તે ખાસ વાતો.

૨ ડોલ પાસ્તા અને ૧ ડબ્બો ફળ ખાતું હતું

ગલૂડિયાને પરિવાર જ્યારે ઘરે લાવ્યો ત્યારે જોયું કે, કુતરાને બહુ જ ભૂખ લાગતી હતી. તે દરરોજ લગભગ ૨ ડોલ પાસ્તા અને ૧ ડબ્બો ફળ ખાઈ જતો હતો. પરિવારને આ વાતની ખબર તો હતી કે, કુતરાને ભૂખ લાગતી હશે પરંતુ તેમણે આટલું ખાવા વાળો કૂતરો ક્યારેય જોયો ન હતો.

કુતરો ભસતો ન હતો, પરંતુ બૂમો પાડતો હતો

તેના પછી સૂ યુનનાં પરિવાર જોયું કે, કૂતરો બહુ જ વિચિત્ર રીતે બૂમો પાડે છે. તેમણે કૂતરાનો આવો અવાજ ક્યારેય પણ સાંભળ્યો ન હતો. પરિવારે બતાવ્યું કે, તેમને કૂતરાનો અવાજ સાંભળીને ક્યારેય એવું લાગ્યું ન હતું કે કુતરુ ભસી રહ્યું છે. ઊલટાનું કૂતરાના આવાજથી એવું લાગતું હતું કે, કૂતરો કોઈને બૂમો પાડી રહ્યો છે. કુતરાના આવા વિચિત્ર વ્યવહાર જોઇને પરિવારવાળા પણ થોડા ડરી ગયા હતા, પરંતુ સૂ યુન અને તેમનો પરિવાર જાણતી હતી કે કૂતરો સ્પેશ્યલ છે એટલે એ લોકોએ તે કૂતરાને ખૂબ પ્રેમ આપ્યો અને તેની ખૂબ સારી રીતે કાળજી રાખી.

એક દિવસ કૂતરાએ કર્યું વિચિત્ર વર્તન

એક દિવસ પરિવારનાં લોકોએ જોયું કે, કૂતરો પોતાની જાતે જ ઊભો થઈ ગયો. જોકે કોઈ પણ તેને ઊભા રહેતાં શીખવાડ્યું ન હતું, એટલે આ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. એને જોઈને પરિવારના લોકોએ વિચાર્યું કે કુતરા એ જાતે જ શીખી લીધું હશે અથવા તો આ તેની જાતીની ખૂબી હશે.

કૂતરાનાં વજન અને ઉંચાઈ એ બધાને આશ્ચર્યચકિત કરી દીધા

પરિવારના લોકોએ તે કુતરાનું નામ પ્યારા “છોટુ બ્લેકી” રાખ્યું હતું. તે ધરાઈને ખાતો હતો, એટલા માટે તે ખુબજ ઝડપથી મોટો થઈ ગયો. ૨ વર્ષની ઉંમરમાં જ કુતરો ૧ મીટર ઊંચો થઈ ગયો અને વજન ૧૧૦ કિલો વધી ગયું. ગલૂડિયાની ઊંચાઈ અને વજન વધતો જોઈને સૂ યુન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના મગજમાં આ સવાલ આવવા લાગ્યો કે, કોઈ કૂતરો આટલી ઝડપથી કેવી રીતે વધી શકે?

કુતરામાં જોવા મળે ચિંતાજનક બાબત

માત્ર વજન અને ઊંચાઈ જ નહીં પરંતુ તેના દાંત પણ સતત મોટા થઈ રહ્યા હતા. થોડા દિવસો પછી એક કૂતરો નહીં, પરંતુ કોઇ શિકારી પ્રાણીની જેવો દેખાવા લાગ્યો. આ બધી વસ્તુઓ જોઈને આખો પરિવાર ચિંતામાં પડી ગયો. એમના મગજમાં આ સવાલ આવવા લાગ્યો કે, એક કૂતરો પાળવાની કિંમત જાન આપીને તો નહીં ચૂકવવી પડે ને.

પરિવારે સમયસર ભર્યુ મોટુ પગલું

હવે કુતરાનાં માલિક એટલે કે સૂ યુન પોતે ડોક્ટરના પાસે પહોંચી ગયા. ડોક્ટર જોઈને જ સમજી ગયા કે, આ કૂતરો નથી પરંતુ અન્ય કોઈ પ્રાણી છે. ડોક્ટરે મોડું કર્યા વગર યીલિયાંગ કાઉન્ટી પબ્લિક સિક્યુરિટી બ્યૂરો વાળાને બોલાવ્યા. તેના પછી આ બ્યુરોને ફેમિલીએ જણાવ્યુ કે, આ ૨ ડોલ પાસ્તા અને ૧ ડબ્બો ફળો આરામથી ખાઈ જાય છે. સાથે જ તેમના પરિવાર વાળાએ તે પ્રાણીના દાંત પણ બતાવ્યા અને જણાવ્યુ કે આ મોટા ભાગે બે પગ પર ઊભો થાય છે.

આ કૂતરો નથી પરંતુ…

તમને જાણીને આશ્ચર્ય થશે કે તે કૂતરો નથી પરંતુ ખતરનાક કાળો એશિયન રીંછ હતો, યીલિયાંગ કાઉન્ટી પબ્લિક સિક્યોરિટી બ્યુરોનાં અધિકારી આવ્યા અને આ રીંછને પોતાની સાથે લઈ ગયા. IUCN ના પ્રમાણે આ પ્રાણીનાં ઘણા નામ છે. તેને લોકો કોલર રીંછ, મૂન  બેયર અથવા તિબેટીઅન રીંછ પણ કહેવામાં આવે છે. IUCN એ તેને લુપ્ત થઈ ગયા હોય એવા પ્રાણીઓની શ્રેણીમાં રાખ્યો છે. આ રીંછનાં વધુ પડતા શિકારના લીધે તેની સંખ્યા હવે ખૂબ જ ઓછી થઈ ચૂકી છે.