ક્યાં કર્મોને લીધે જીવનમાં ગરીબી અને દુ:ખ મળે છે? જાણી લેશો તો જીવનમાં ક્યારેય દુ:ખ નહીં આવે

મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે પોતે જવાબદાર હોય છે. ભગવાન ભલે આપણા ભાગ્યમાં ધન અને સુખ લખીને મોકલે છે, પરંતુ આપણી દરેક વાત ઉપર ભગવાન નજર રાખે છે અને આપણા કર્મો અનુસાર ભાગ્ય બદલી પણ શકે છે. એટલા માટે જોવામાં આવે છે કે ઘણા લોકોની હથેળીમાં લાંબુ આયુષ્ય હોવા છતાં પણ તેઓ અકાર મૃત્યુ પામે છે અને સારી ભાગ્ય રેખા હોવા છતાં પણ ગરીબીમાં જીવન પસાર કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામા પણ આ વાતનું ઉદાહરણ માનવામાં આવે છે, જેમણે પોતાની ભુલને કારણે અત્યંત ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. જોકે બાદમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેમની ગરીબી દુર થઈ ગઈ. અહીંયા અમે તમને અમુક એવા કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારું નસીબ તમારાથી રિસાઈ શકે છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે.

આ ભુલને કારણે સુદામા બન્યા ગરીબ

સુદામા નું ઉદાહરણ સામે છે તો સૌથી પહેલા એક કારણ વિશે જ વાત કરીએ, જેના લીધે સુદામા ગરીબ બની ગયા હતા. સુદામા એ લાલચમાં આવીને ગુરુમાતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા ખાઈ લીધું હતું. વળી તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો પણ હિસ્સો હતો. બીજાના હિસ્સાનું ખાઈ લેવાને લીધે સુદામા એ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા ધ્યાન રાખવું જોઈએ કે ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું અન્ન ખાવા સમાન ભુલ કરે છે. તેની સજા લોક અને પરલોક બંને જગ્યાએ ભોગવી પડે છે, એટલા માટે બીજાના હકનું છીનવી લેવું જોઈએ નહીં.

આવા લોકોને ધુત્કારીને ભગાડવા નહીં

મહાભારતના અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું છે કે ઉદારતાથી ભોગ પ્રાપ્ત થાય છે. ભુખ્યો અને ગરીબ વ્યક્તિ ઘરના દ્વાર ઉપર ભોજન માંગવા માટે આવે અને તેને ધુત્કારીને ભગાડી દેવો તે મહાપાપ માનવામાં આવે છે. આવા વ્યક્તિના ધનમાં બરકત થતી નથી અને માતા લક્ષ્મી તેમનાથી રિસાઈ જાય છે.

પુરુષોએ આવી ભુલ કરવી નહીં

સ્ત્રીઓને માતા લક્ષ્મીનો રૂપ માનવામાં આવે છે. ઐશ્વર્યની ઈચ્છા રાખનાર લોકોએ તેનો આદર કરવો જોઈએ. જે પુરુષ પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેને કડવા વેણ કહે છે અને મારપીટ કરે છે તે ઘરમાં લાંબો સમય સુધી માતા લક્ષ્મી રહેતા નથી. પુરાણમાં લખવામાં આવ્યું છે કે જ્યાં ગૃહલક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રીનો અનાદર થાય છે ત્યાં લાંબો સમય સુધી દેવી લક્ષ્મી રહેતા નથી. એટલે કે આવા ઘરમાં ગરીબી આવવામાં જરા પણ સમય લાગતો નથી.

આ ચીજો થી હંમેશા દુર રહેવું

મદિરા અને જુગારને સર્વનાશનું કારણ માનવામાં આવે છે. તેનું ઉદાહરણ મહાભારતમાં પ્રત્યક્ષ જોવામાં આવેલ છે. જુગાર રમવાને લીધે ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિરે પોતાનું રાજ્ય ગુમાવવું પડ્યું હતું અને અંતમાં પોતાની પત્નીને પણ દાવમાં લગાવવી પડી હતી. યુધિષ્ઠિરે વર્ષો સુધી ભાઈ અને પત્ની સાથે વનમાં ભટકવું પડ્યું હતું.

આ ભુલથી ઘણા લોકો ગરીબ બની ગયા

પરસ્ત્રી ગમન ને મહાપાપ માનવામાં આવેલ છે. બાલીથી લઈને રાવણ સુધી અને રામાયણથી લઈને મહાભારત સુધી તેના અનેક ઉદાહરણ મળે છે, જેમાં પરસ્ત્રી ઉપર કુદરતી નાખનાર વ્યક્તિ ધન સંપત્તિ હોવા છતાં પણ દરિદ્ર બની ગયા હતા. અહિલ્યા પર કુદ્રષ્ટિ નાખવાને લીધે દેવતાઓના રાજા ઈન્દ્ર એ પણ પોતાનું રાજ્ય ગુમાવીને સામાન્ય મનુષ્યની જેમ ભટકવું પડ્યું હતું.

એટલા માટે શાસ્ત્રો કહે છે કે આ પાંચ એવા મહાપાપ છે જે લોક અને પરલોક તથા અન્ય ઘણા જન્મો સુધી મનુષ્યને ગરીબ બનાવી નાખે છે, એટલા માટે તેનાથી બચવું જોઈએ.